આ લાકડાને પથ્થર સાથે ઘસી લગાવી દો તમારી નાભિ પર, બ્લડ પ્રેશર, સોજા, ખીલ અને કરચલીથી છુટકારો આપી વધારી દેશે પુરુષોની દિવ્ય શક્તિઓ…

મિત્રો તમે કદાચ નાભી પર તેલ લગાડવાથી થતા ફાયદાઓ જાણતા હશો. તેનાથી તમારું સ્વાસ્થ્ય એકદમ નીરોગી રહે છે. આવી જ રીતે નાભિ પર જો તમે ચંદનનું તેલ અથવા તો લેપ લગાવો છો તો તમારા શરીરમાં રહેલ કેટલીક બીમારીઓ દુર થઈ શકે છે. જો તમે જાણવા માંગતા હો કે નાભિ પર ચંદન લગાવવાથી શું ફાયદાઓ થાય છે તો આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ. 

ચંદનની મનમોહક સુગંધ લગભગ દરેકને પસંદ હોય છે. તે ઘણા આયુર્વેદિક ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. ચંદનના વૃક્ષનો લગભગ દરેક ભાગ સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોય છે. ભારતમાં ચંદનનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. ધાર્મિક પૂજા હોય કે પછી ત્વચાની સુંદરતાની વાત હોય, દરેક માટે ચંદન લાભદાયી હોય છે.

સામાન્ય રીતે લોકો ચંદનના લેપનો ઉપયોગ માથા પર તિલક લગાડવા કે પછી ચહેરાની સુંદરતા વધારવા માટે કરે છે. પરંતુ શું તમે ક્યારેય ચંદનના લેપનો ઉપયોગ નાભી પર કર્યો છે ? ચંદનનો લેપ નાભી પર લગાડવાથી પણ શરીરને ઘણા ફાયદાઓ થઈ શકે છે. તે સિવાય નાભી પર ચંદનનું તેલ પણ લગાડવામાં આવે છે. તેનાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. આજે અમે આ લેખમાં નાભી પર ચંદનનો લેપ અને તેલ લગાડવાના ફાયદાઓ વિશે જણાવશું, માટે અંત સુધી જરૂર વાંચો. તો ચાલો જાણીએ નાભી પર ચંદન લગાડવાના ફાયદા. 

છીંક : જે લોકોને વારંવાર છીંક આવતી હોય તેમના માટે ચંદનનો લેપ અથવા ચંદનનું તેલ નાભી પર લગાવવાથી ફાયદો થાય છે. નાભીમાં ચંદનનો લેપ લગાડવાથી વારંવાર છીંક આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ચંદન અને કોથમીરના પાંદડાને વાટી લેવા. ત્યાર બાદ તમે આ પેસ્ટને તમારી નાભીની આસપાસ લગાડી શકો છો. જેથી તમને છીંકમાં ઘણો આરામ મળે છે.

બ્લડ પ્રેશર : જો તમારી બીપી કંટ્રોલમાં ન હોય તો તમારે ચંદનનો આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ. નાભીમાં ચંદનનું તેલ નાખવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે છે. સાથે જ તે અનિંદ્રાની સમસ્યાથી રાહત અપાવવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો, નિયમિત રૂપથી તમે નાભીમાં ચંદનનું તેલ લગાડી શકો છો. 

સોજાની સમસ્યા : શરીરના કોઈ પણ અંગમાં વારંવાર સોજા ચડી જતા હોય તો તમારે ચંદનનો લેપ અથવા તો તેલનો ઉપયોગ કરવો જોઈએ. નાભીમાં ચંદન લગાડવાથી શરીરના સોજાને મટાડી શકાય છે. તે માટે ચંદનની લાકડીને પથ્થર પર ઘસી લેવી. હવે આ લેપને નાભી પાસે લગાડવો. થોડા દિવસ સુધી આ લેપ નાભી પર લગાડવાથી શરીરના સોજાને મટાડી શકાય છે. 

ખીલ : જો તમને ખીલની સમસ્યા છે તો તમારે ચંદનનો લેપ તેમજ તેલનો ઉપયોગ કરવો જોઈએ. વધતાં પ્રદૂષણમાં આ દિવસોમાં ખીલની સમસ્યા ખુબ વધી રહી છે. આ સ્થિતિમાં ચંદનનો લેપ તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ચંદનના લેપને નાભી પાસે નિયમિત રૂપથી લગાડવાથી ખીલ તેમજ એક્નેની સમસ્યા દૂર થઈ શકે છે. સાથે જ તેનાથી કરચલીની સમસ્યા પણ ઘણી હદે ઓછી કરી શકાય છે.

સ્પર્મ કાઉન્ટ : જે પુરુષોમાં સ્પર્મનું ઓછું પ્રમાણ હોય તેમણે ચંદનનો પ્રયોગ કરવો જોઈએ. નાભી પાસે ચંદનનો લેપ લગાડવાથી પુરુષોને પણ ઘણો ફાયદો થઈ શકે છે. તે માટે અર્જુનની છાલ સાથે ચંદન ઘસી લેવું. હવે આ પેસ્ટને નાભી પર લગાડવો. તે સિવાય તમે તેને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પિય પણ શકો છો. તેનાથી સ્પર્મ કાઉન્ટ ઘણું વધી શકે છે. 

ખંજવાળમાં : જો તમને કોઈ પણ પ્રકારની ખંજવાળની તકલીફ છે તો તમે ચંદનનો ઉપયોગ કરી શકો છો. નાભી પર ચંદનનો ઉપયોગ શરીરની ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે પણ કરી શકાય છે. તે માટે ચંદનના તેલને લીંબુના રસ સાથે મિક્સ કરી લો. હવે આ મિશ્રણ તમારી નાભી પર લગાડો. તેનાથી ખંજવાળની સમસ્યા ઘણી હદે મટી શકે છે.

નાભી પર ચંદનનું તેલ કે લેપ લગાડવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સાથે જ તમે તેલ કે લેપને તમારી સ્કીન પર પણ એપ્લાઈ કરી શકો છો. તેનાથી પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment