સામાન્ય લાગતા આ દાણા ડાયાબિટીસ, વજન, કબજિયાત અને બવાસીરનો દુશ્મન, એકવાર કરો સેવન હાડકામાં આવી જશે ગજબની તાકાત…

મિત્રો આપણા શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન તેમજ વિટામીન ડી નું વિશેષ મહત્વ રહેલું છે. આથી તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું શરીર મજબુત બને. આમ જો તમે પોતાના હાડકાઓ અને શરીરને ફિટ રાખવા માંગતા હો તો તમારે પશુઓ માટે ખોરાક માનવામાં આવતી આ વસ્તુના ગુણ વિશે જરૂરથી જાણી લેવું જોઈએ. 

દાળ અને કઠોળ સ્વાસ્થ્ય માટે દરેક પ્રકારે ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ સિવાય વિટામિન, આયરન, મેગ્નેશિયમ, ઝીંક અને ફાઈબર જેવા તત્વો જોવા મળે છે જે શરીરના સારા કામકાજ માટે જરૂરી છે. નિયમિત દાળના સેવનથી જીવનશૈલીથી જોડાયેલી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. એવી જ એક જબરદસ્ત દાળ છે ચોળી (Black eyed peas), જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. આમ કઠોળ અને દાળ એ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. 

જો દાળની વાત કરીએ તો સામાન્ય રીતે લોકો માત્ર મૈસૂર, મગ અથવા તુવેરની દાળનું સેવન વધારે કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ચોળી પણ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. મજાની વાત તો એ છે કે, લોકો તેને પશુઓનો ચારો સમજીને ખાવામાં ઉપયોગમાં લેતા જ નથી. આ ચોળીની દાળ તમારા શરીરને પુરતું પોષણ આપવામાં મદદ કરે છે. 

વેબએમડી મુજબ, અડધો કપ રાંધેલ ચોળામાં કેલોરી – 99, પ્રોટીન – 7 ગ્રામ, ફૈટ – 0 ગ્રામ, કાર્બોહાઈડ્રેડ – 18 ગ્રામ, ફાઈબર – 6 ગ્રામ, પ્રોટીન -8 ગ્રામ અને કેલ્શિયમ 42.55 મિલિગ્રામ જોવા મળે છે. તે કોમ્પ્લેક્સ કાર્બ્સનો એક સારો સ્ત્રોત છે. તે સિવાય તે ફાઈબર વધારે પ્રદાન કરે છે. જેના કારણે તે વજન ઘટાડવા અને કબજિયાત જેવી સમસ્યાઓથી બ્ચવવામાં મદદરૂપ છે.

શરીરને તરત જ મળે છે એનર્જી : જો તમે તમારા શરીરને તરત જ એનર્જી આપવા માંગતા હો, તો તમારે ચોળીનું સેવન કરવું જોઈએ. ચોળીમાં મેગેનિઝ જોવા મળે છે, જે એક એન્ટીઓક્સિડેન્ટ છે. તે તમારા શરીરની ઊર્જાના ઉત્પાદન માટે જવાબદાર કોશિકાઓની સંરચનાની રક્ષા કરે છે. ચોળીમાં રહેલ પ્રોટીન તમારા ઊર્જાના સ્તરને વધારવામાં પણ મદદ કરે છે.

હાડકા : નબળા હાડકા માટે ચોળી ખુબ જ ફાયદાકારક છે. અડધો કપ ચોળીની દાળમાં કેલ્શિયમની દૈનિક માત્રના 8 ટકા હોય છે. કેલ્શિયમ એક જરૂરી પોષકતત્વ છે, જે હાડકાની મજબૂતી માટે મહત્વપૂર્ણ છે. જો તમને સામાન્ય રીતે હડકામાં નબળાઈ અને દુખાવો રહેતો હોય તો, ચોળીનું સેવન કરવું. 

વજન કંટ્રોલ : જેમનું વજન વધુ છે તેમના માટે વજન ઓછો કરવામાં ચોળી મદદ કરે છે. ચોળી ખાઈને તમે તમારું વજન પણ કંટ્રોલ કરી શકો છો. ચોળી ઘૂલનશીલ અને અઘુલનશીલ ફાઇબરથી ભરપૂર હોય છે, જે વજન કંટ્રોલ કરે છે. તેમાં પ્રોટીન અને ધીમી ગતિથી પચતું કાર્બોહાઈડ્રેડ હોય છે, જે તમને ધરાયેલા અનુભવ કરાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસનું જોખમ : ડાયાબીટીસ કંટ્રોલમાં રાખવા માટે ચોળી ખુબ જ ઉપયોગી છે. ચોળી એક એવી દાળ છે જેમાં ઘૂલનશીલ ફાઈબર જોવા મળે છે, જે પાચનને ધીમું કરે છે, જે શરીરના બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે શુગરના દર્દી હોય તો, તમારે તમારા ભોજનમાં તેનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ. 

કબજિયાત અને બવાસીરનો ઈલાજ : ચોળીમાં ઘૂલનશીલ અને અઘુલનશીલ ફાઈબર હોય છે. તેના સેવનથી કબજિયાત જેવી ગંભીર સમસ્યાથી બચવામાં મદદ મળે છે કારણ કે તે ભારી મળને હલકું કરે છે, જેને પાસ કરવું સરળ હોય છે. પેટ અને આંતરડાના કામકાજને સારું બનાવવા માટે તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ. આમ ચોળીનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેનાથી તમે અનેક બીમારીઓથી પણ બચી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment