રસોડામાંથી આ 5 સફેદ વસ્તુઓને કરી દો ગાયબ, વજન અને ચરબી પણ થઈ જશે આપમેળે ગાયબ… અને બની જશો એકદમ પાતળા…

મિત્રો દરેક લોકો પોતાના શરીરમાં વધતી જતી ચરબી ઓછી કરવા માટે કંઈને કંઈ ઉપાય કરતા હોય છે. પરંતુ લોકો પોતાના ડાયટની જેટલી કાળજી રાખવી જોઈએ એટલી નથી રાખતા. પરિણામે તેનો વજન ઘટવાને બદલે વધે છે. પરંતુ જો તમે ખરેખર પોતાનો વજન ઓછો કરવા માંગતા હો તો તમે તમારા રસોડામાં રહેલ આ 5 સફેદ વસ્તુઓને જરૂરથી કાઢી નાખો. 

ખાવાપીવાથી મોટાભાગની વસ્તુઓ પ્રોસેસ્ડે હોય છે. એટલે કે તેને રીફાઇન્ડ કરીને બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે, આ વસ્તુઓનું વધુ સેવન ઘણી ગંભીર બીમારીઓને જ્ન્મ આપે છે. જો તમે વજન ઓછું કરો છો તો ગમે રીતે સફેદ વસ્તુઓનું સેવન ન કરો. આ સફેદ વસ્તુઓમાં ખાંડ અને મેંદો મુખ્ય છે. જો કે દૂધ, પનીર, ટોફુ, સફેદ બીન્સ, મશરૂમ, લસણ, ફ્લાવર અને દહીં જેવી સફેદ ખાવાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.

એક્સપર્ટ માને છે કે, પોલીશ કરેલ સફેદ ચોખા, સફેદ લોટ, અનાજ, સફેદ ખાંડ, વગેરે સફેદ વસ્તુઓમાં કાર્બ્સ જેવા પોષક તત્વો નથી હોતા, અને તે જલ્દી બ્લડ શુગર વધવાનું કારણ બને છે. વધુ પડતા સંસધિત અને પરિષ્કૃત સફેદ ભોજન આખી દુનિયામાં વજન વધવાનું પ્રમુખ કારણ છે. જો તમે વજન ઓછો કરવા માંગતા હો તો આ સફેદ ખાદ્ય પદાર્થને ખાવાથી બચવું જોઈએ. 

વાસ્તવમાં સફેદ વસ્તુઓમાં પોષણ મુલ્ય ઓછું હોય છે અને સિંપલ શુગર વધુ હોય છે જેના કારણે તે ઇન્સુલીન અને બ્લડ શુગર લેવલને જલ્દી વધારે છે. ઇન્સુલીન વધવાથી થોડા સમયમાં જ ભૂખ લાગે છે. આથી તમારી ખાવાની લાલસા વધી જાય છે. આ સિવાય સફેદ વસ્તુઓના સેવનથી હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને વજન વધવાનું કારણ બને છે.

સફેદ ચોખા : જો તમે વજન ઓછું કરવા માંગો છો તો સફેદ ચોખા ખાવાથી બચવું જોઈએ, તમે તેના અથવામાં બ્રાઉન રાઈસ ખાઈ શકો છો. પોલીશ કરેલ સફેદ ચોખામાં ફાઈબર હોય છે. બ્રાઉન રાઈસમાં ફાઈબર, કોમ્પ્લેક્સ કાર્બ્સ, કેલ્શિયમ, આયરન અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, આથી બ્રાઉન રાઈસ તમારા માટે ફાયદાકારક છે. 

રીફાઇન્ડ ખાંડ : સફેદ ખાંડના અથવામાં ગોળ અથવા સ્ટીવિયાના પાનનું સેવન કરો. સફેદ ખાંડનું સેવન બંધ કરવું એટલે કે કોઈ પણ મહેનત કર્યા વિના વજન ઓછો કરવાનો સરળ ઉપાય છે. તમે ગોળ જેવો સારો વિકલ્પ પસંદ કરો. કારણ કે ગોળ શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢે છે. વાયુમાર્ગને સાફ કરે છે, તેમજ તે પોટેશિયમ, આયરન અને અન્ય ખનીજોથી ભરપુર છે આથી તે પરિષ્કૃત ખાંડની સરખામણી એ સારી છે.

સફેદ બ્રેડ : સફેદ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ અથવા મલ્ટીગ્રેન બ્રેડને પસંદ કરો. સફેદ બ્રેડ વજન ઓછો કરવા માટે સારી નથી. આથી તમારે એવી બ્રેડનું સેવન કરવું જોઈએ, જેમાં ઘઉં અથવા સાબુત અનાજ હોય. તમારે એવી બ્રેડ ખાવી જોઈએ જેમાં 100% સાબુત અનાજ, 100% સાબુત ઘઉંની સાથે પ્રત્યેક સ્લાઈસમાં ઓછામાં ઓછું 3 ગ્રામ ફાઈબર અને 3 ગ્રામથી ઓછી ખાંડ હોય. 

સફેદ મીઠું : સફેદ મીઠાની જગ્યાએ સિંધાલુણ મીઠાનું સેવન કરવું જોઈએ. તમારે દૈનિક જીવનમાં પણ સફેદ મીઠાને ખત્મ કરી દેવું જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોલાઈટ સંતુલન અને શરીરના અન્ય કાર્યોને બનાવી રાખવામાં તેની જરૂર હોય છે. તમે બીજા વિકલ્પ પર વિચાર કરી શકો છો. જેમ કે સિંધાલુણ મીઠું. તેમાં લગભગ 84 ટ્રેસ મિનરલ્સ હોય છે જે શરીર માટે જરૂરી છે.

સફેદ લોટ/મેંદો : મેંદા સિવાય તમે ઘઉંનો લોટ અથવા ઓટમિલ પાવડર લઈ શકો છો. મેંદો એ તમારા આંતરડા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી તમારો વજન વધી શકે છે અને તમારામાં સ્થૂળતા આવે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment