અનિંદ્રાથી પરેશાન હો તો અજમાવો આ સરળ ટેકનીક, થાક અને તણાવને દુર કરી ચપટીમાં જ લાવી દેશે ઘેરી નિંદર… નહિ ખાવી પડે ઊંઘની ગોળીઓ…

આજકાલની જીવનશૈલી જોતા એવું લાગે છે કે, લગભગ મોટાભાગના લોકો અનિંદ્રાનો શિકાર બને છે. જેને કારણે તેનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આથી સરખી નિંદર ન થવાથી શરીર નબળું થવા લાગે છે. ધીમે ધીમે બીમારીઓ માણસને ઘેરી વળે છે. આથી જો તમે પણ અનિંદ્રાની પરેશાનીનો સામનો કરી રહ્યા છો, તો તમે કેટલીક સરળ રીત અપનાવીને આ સમસ્યા દુર કરી શકો છો. 

સામાન્ય રીતે લોકોને સૂતા પહેલા તકલીફ એ માટે થાય છે કારણ કે, તે તેમના શરીર અને મનને રિલેક્સ કરી શકતા નથી. બ્રિથીંગ ટેકનીકની મદદથી તમે તમારા મગજને શાંત કરી શકો છો અને અનિંદ્રાની સમસ્યા દૂર કરી શકો છો. બ્રિથીંગ ટેકનીક અજમાવવાથી તમારી મસલ્સ રિલેક્સ થશે, મગજ શાંત થશે અને હાર્ટ રેટ સામાન્ય થાય છે. જેનાથી તમે સરળતાથી સૂઈ શકો છો. આ લેખમાં અમે 5 સરળ બ્રિથીંગ ટેકનીક વિશે વાત કરશું જેને જાણીને તમે અનિંદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ચાલો તો આ ટેકનીકને વિસ્તારથી જાણી લઈએ.

અનિંદ્રાની બીમારી દૂર કરે છે આ ટેકનીક : અનિંદ્રાની સમસ્યા હોય તો આ ટેકનીક અજમાવો. તમે જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાવ, હવે ડાબી બાજુ પડખું ફરો, આ સમયે તમારે બ્રિથીંગ કરતું રહેવાનું છે અને પેટમાં શ્વાસ ભરવાનું છોડવાનું છે. હવે તમે શ્વાસની વચ્ચેના ગેપને નોટિસ કરો, આ દરમિયાન તમે નાના પોજ પણ લઈ શકો છો તેનાથી તમને સરખી નિંદર આવી શકે છે. તમે આ દરમિયાન 10 મિનિટ માટે મેડિટેશન પણ કરી શકો છો. 

સ્ટ્રેસ ઘટાડવા માટેની ટેકનીક : જો તમને સ્ટ્રેસ અનુભવાઈ રહ્યો હોય તો તમે આ ટેકનિકને અજમાવી શકો છો, આ ટેકનિકને અજમાવવાથી તમે શરીરમાં એનર્જીનો અનુભવ કરી શકો છો. જમણા નસકોરાને બંધ કરીને ડાબાથી શ્વાસ લો. પછી ડાબા નસકોરાને બંધ કરીને જમણાથી શ્વાસ લો. આ પ્રકારે આ પ્રોસેસ રિપીટ કરો. તમારે આ મેથડને આંખ બંધ કરીને રિપીટ કરવાની છે. 

એંગ્જાઇટી દૂર કરનારી ટેકનીક : એંગ્જાઈટીના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે. જો તમે એંગ્જાઈટી અથવા ડિપ્રેશનથી પસાર થઈ રહ્યા હોય તો તો તમારે બ્રિથીંગ દરમિયાન કાઉંટિંગની રીત અજમાવવી જોઈએ.

તમે શ્વાસ લો અને છોડો, આવું તમારે 30 વખત કરવાનું છે. શ્વાસ છોડતી વખતે ગણતરી કરતાં જાવ,  પછી 15 થી 0 સુધી ગણો અને શ્વાસ છોડતા જાવ, આ ટેકનિકમાં તમારે શ્વાસ છોડતી વખતે ગણતરી કરવાની છે. 

શરીરને રિલેક્સ કરનારી ટેકનીક : આ ટેકનિકને કરવા માટે તમારે શરીરને રિલેક્સ કરવાનું જેનાથી તમને સારી ઊંઘ આવશે, તમારે ત્રણ વખત શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે, તમારે તમારા પેટ પર હાથ રાખવાનો છે અને શ્વાસ છોડતી વખતે હળવેથી પેટ પર દબાણ આપવાનું છે. તમારે આ પ્રોસેસને રિપીટ કરતું રહેવાનું છે. 

ઓવરથિંકિંગ દૂર કરનારી ટેકનીક : જો વધારે વિચારવાને કારણે તમે ઓવરથિંકિંગની સમસ્યાથી પરેશાન હોય તો તમારે બ્રિથીંગ એકસરસાઈઝ કરવાની જરૂર છે. તમે 4 સેકેંડ માટે શ્વાસ અંદર લો અને 6 સેકેંડ માટે શ્વાસ બહાર છોડો. શ્વાસ લેતી વખતે નાકનો જ ઉપયોગ કરવો, મોં બંધ રાખવું. તેનાથી તમને રિલેક્સ અનુભવ થશે અને સારી ઊંઘ પણ આવશે.

આ સરળ ટેકનીક અજમાવીને તમે અનિંદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જો તમને છતાં પણ સુવામાં તકલીફ પડતી હોય તો, ડોકટરનો સંપર્ક કરવો. આમ તમે અહીં આપેલ સરળ ટેકનીકનો ઉપયોગ કરીને અનિંદ્રાની સમસ્યાને દુર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment