વજન ઘટાડવા માટે અજમાવો વર્ષો જુનો આ કારગર નુસ્ખો, પાણી જેમ ઓગળી જશે શરીરની પરની વધારાની ચરબી. જાણો કેવી રીતે..

શું તમે ઘર બેઠા જ વજન ઓછું કરવા માંગો છો, તો દાદીમાંના સમયથી ચાલી આવતી આ ટિપ્સને જરૂરથી અપનાવો. આજે અમે બે એવી વસ્તુઓ વિશે જણાવશું કે જે દરેકના રસોઈ ઘરમાં હોય જ છે, અને તે કરિશ્મા પણ કરી શકે છે. એ વજન ઘટાડવા માટે ખુબ જ કારગર છે. એ બે વસ્તુ કેવી રીતે આપણા માટે ફાયદાકારક  છે એ જાણવા માટે આ આર્ટીકલને અંત સુધી જરૂર વાંચો. 

આવા સમયમાં આપણે જ્યારે બહાર જવું પડે છે અને બહારનું જમવું પડે છે, ત્યારે આપણું વજન ઓછું થવાની જગ્યાએ વધી જાય છે. કેટલાક લોકોના એવા સવાલો હોય છે કે, ઘર પર રહીને જ કેવી રીતે ક્રેવિંગ પર કંટ્રોલ કરી શકાય છે. જો તમે જીમ ગયા વગર જ વજનને ઘટાડવા માંગો છો અથવા જિદ્દી ચરબીથી મુક્તિ મેળવવા માંગો છો, તો આ પોસ્ટને પૂરી જરૂરથી વાંચો.

જો તમારું લક્ષ્ય વેઇટ લોસ કરવાનું છે, તો અમે તમને આ પોસ્ટમાં એક એવા ડ્રિંક વિશે જણાવશું, કે જેને ફોલો કરીને તમને પણ વજન ઘટાડવામાં મદદ મળશે.

શું છે આ ડ્રિંકમાં ખાસ ? : આ ડ્રિંકની અંદર સૌથી જરૂરી અને ખાસ સામગ્રી લીંબુ અને ગોળ છે. આ બંને સામગ્રી દરેક ભારતીય ઘરના રસોઈમાં સહેલાઈથી મળી જ રહે છે. ગોળ અને લીંબુમાં અલગ-અલગ તત્વો હાજર હોય છે, જે શરીરને લાભ પહોંચાડે છે. ભોજન પછી ગોળને તમારા ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં મેટાબોલીઝ્મ વધે છે. તેનાથી તમારા પેટ પર જામેલી ચરબી ઓગળી જાય છે. આ જ પ્રકારે લીંબુ અથવા લીંબુના રસથી તમારી સ્કીન માટે પણ તે કોઈ ચમત્કારથી ઓછું નથી. શરીરમાં રહેલ ગંદકી અથવા ટોકસિનને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ગોળ અને લીંબુ મિક્સ કરવાના ફાયદા : જ્યારે તમારી રસોઈમાં આ ગુણકારી લીંબુ અને ગોળને ઉમેરવામાં આવે છે, ત્યારે તમારા શરીરને વિટામિન-સી અને પાણી બંને મળે છે. તેમાં ઝીંક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. ખાંડની જગ્યા પર ગોળ ખાવો એ દાદીમાંના પ્રિસ્ક્રિપ્શનના સમયથી ફાયદાકારક સાબિત થયું છે. આ કેલેરીની ગણતરીમાં પણ ઘટાડો કરે છે અને ગોળ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ગોળ અને લીંબુ પાણીના સેવનથી તમારું પાચનતંત્ર પણ સારું રહે છે અને શ્વસનતંત્ર પણ સાફ રહે છે. 

કેવી રીતે બનાવાય આ ડ્રિંક : આ ડ્રિંકને બનાવવા માટે નવશેકા પાણીમાં એક ચમચી લીંબુના રસને મેળવો અને ગોળનો એક નાનો ટુકડો નાખો. આ ત્રણેય સામગ્રીને એક ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લો. તેને ત્યાં સુધી મિક્સ કરો કે જ્યાં સુધી ગોળ પાણીની અંદર મિક્સ ન થઈ જાય. આ પછી તે પીવા માટે તૈયાર છે. આ ડ્રિંકને દરરોજ સવારે ખાલી પેટે લેવાથી તમને લાભ થશે. વધેલા તાપમાનમાં તમે ફુદીનાને પણ આ ડ્રીંક એડ કરી શકો છો. તેથી પેટમાં ઠંડક મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment