શેમ્પુ કર્યા પછી તમારા વાળમાં લગાવી લો ઘરમાં જ રહેલી આ વસ્તુ, સસ્તામાં જ વાળ બની જશે એકદમ સુંદર અને આકર્ષક…

ખુબ જ સુંદર દેખાવા માટે આપણા વાળનું સુંદર દેખાવું ખુબ જ મહત્વ ધરાવે છે. દરેક લોકોને વાળ સિલ્કી, શાઈની અને સોફ્ટ ખુબ જ પસંદ હોય છે. વાળને સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે મોટાભાગની સ્ત્રીઓ કંડિશનરનો ઉપયોગ કરે છે.

બજારમાં અનેક પ્રકારના કંડિશનર આવે છે. પરંતુ બજારમાંથી લાવેલ આ કંડિશનરથી વાળને ખુબ જ નુકશાન થાય છે. તેવામાં તમે તમારા ઘર પર જ કંડિશનર બનાવી શકો છો. આ માટે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. વાળમાં કંડિશનર કરવા માટે આપણે અનેક રીતે દૂધનો ઉપયોગ કરી શકીએ છીએ. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખ તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે.

દૂધ અને લીંબુના રસથી બનાવો કંડિશનર : આ માટે તમે અડધો કપ ફૂલ ક્રીમ કાચું દૂધ લો. હવે તેમાં એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને શેમ્પૂ કર્યા પછી તરત જ વાળમાં અને સ્કેલ્પમાં લગાવી લો અને પછી 20 મિનિટ સુધી રહેવા દો. 5 મિનિટ સુધી તેની મસાજ પણ કરો, આ પછી સાદા પાણીથી ધોઈ લો. વાળ બની થઈ જશે એકદમ સોફ્ટ અને શાઈની.

દૂધ અને ગુલાબજળ : આ માટે કાચું ફૂલ ક્રીમ દૂધ લો અને તેની અંદર 5 ચમચી ગુલાબજળ ઉમેરી લો. હવે આ બંનેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લો. હવે શેમ્પૂ કર્યા પછી આ કંડિશનરને તમારા વાળ અને સ્કેલ્પ પર લગાવી લો અને પાંચ મિનિટ સુધી મસાજ કરો. આ પછી 15 મિનિટ સુધી તેને લગાવેલું રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો.

દૂધ અને મધ : આ માટે તમે અડધા કપ દૂધની અંદર બે ચમચી મધને ઉમેરી લો અને તેને સારી રીતે મિક્સ કરી લો. હવે શેમ્પૂ કર્યા પછી આ કંડિશનરને વાળ અને સ્કેલ્પ પર સારી રીતે લગાવી લો અને લગાવ્યા પછી પાંચ મિનિટ સુધી મસાજ કરો. આ પછી તેને 20 મિનિટ સુધી તેને આમ જ લગાવેલું રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો.

આમ તમે વાળને કંડિશનર કરવા માટે દુધનો ઉપયોગ કરી શકો છો. તેમજ વાળને સિલ્કી તેમજ શાઈની બનાવી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment