વધારે પડતો ઘાટો આવી ગયેલો વાળનો કલર આછો કરવા ઘર બેઠા કરો આ એક કામ, ઘર બેઠા જ થઈ જશે એકદમ આછો અને લાઈટ.

શું તમારી સાથે એવું બન્યું છે કે હેર કલર કર્યા પછી તમારા મનમાં એવું થાય છે કે, કલર ખુબ જ ઘાટો થઈ ગયો છે ? ઘણી વખત એવું બને છે કે, તમે પાર્લરમાં કંઈક બીજું વિચારીને જાવ છો અને કંઈક જુદું જ થઈ જાય છે. ખાસ કરીને વાત જ્યારે વાળની આવે છે, વાળને લઈને આપણે ખુબ જ વિચારીએ છીએ. કારણ કે વાળથી જ આપણા વ્યક્તિત્વમાં નિખાર આવે છે. પોતાના હેર કલરને લાઈટન બનાવવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તમે વિચારશો કે લીંબુ તમારી સમસ્યા કેવી રીતે હલ કરશે. 

વાસ્તવમાં લીંબુના રસમાં રહેલ સાઈટ્રીક એસિડ તમારા વાળને પ્રાકૃતિક રૂપે હળવું કરવા માટે ઓક્સીજન અને સુરજના યુવી કિરણોની સાથે રીએક્ટ કરે છે. બ્લોન્ડ હેર વાળી મહિલાઓ માટે આ રીત ખુબ જ કામની છે. તેનો અર્થ એ નથી કે તેને કોઈ બીજું ઉપયોગ નથી કરી શકતું. ચાલો તો આ પ્રયોગ અંગે વધુ જાણી લઈએ. 

વાળને સુંદર બનાવવા માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ? : અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવશું કે તમારે લીંબુના રસને વાળમાં કંઈ રીતે લગાવવાનું છે. પણ એ વાત ધ્યાનમાં રાખો કે આ રીત ધોયા વગરના વાળમાં વધુ અસરકારક સાબિત થાય છે. આવશ્યક વસ્તુઓ : એક કપ 4 થી 5 તાજા લીંબુનો રસ, કંડીશનર, નવશેકું ગરમ પાણી, એક સ્પ્રેની બોટલ, સનસ્કીન લોશન, દાંતિયો, કોટન બોલ, મિક્સિંગ બાઉલ.  

આ રીતે મિશ્રણ તૈયાર કરો : સ્ટેપ 1 – તમે પહેલા એક બાઉલમાં લીંબુ રસ કાઢી લો. જો તમને લીંબુનો રસ ઓછો લાગે તો તમે વાળની લંબાઈ અનુસાર લીંબુનો રસ લઈ શકો છો.
સ્ટેપ 2 – તેને સ્પ્રેની બોટલમાં નાખી દો. હવે તેમાં અડધા ભાગનું કંડીશનર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી દો. જેથી કરી કરીને તે વધુ અસરકારક બની જાય છે.
સ્ટેપ 3 – સુરજની અલ્ટ્રાવાયોલેટ રે જલાઈટનીંગ પ્રોસેસ મહત્વની ભૂમિકા નિભાવે છે. આથી પોતાની ત્વચાને હાનિકારક યુવી અને યુવીબી કિરણોથી બચાવવા માટે એસપીએફ 30 વાળું લોશનનો ઉપયોગ જરૂર કરો. તડકામાં નીકળતા પહેલા તેને લગાવી લો. મિશ્રણને વાળમાં લગાવો : સ્ટેપ 1 – હવે પોતાના વાળને બે ભાગમાં કરી દો. આ બંને ભાગમાં સમાન રૂપે સ્પ્રે કરી લો.
સ્ટેપ 2 – તમે કોર્ન બોલની મદદથી લીંબુના રસને પોતાના વાળમાં લગાવી શકો છો. તેને લગાવ્યા પછી વાળને દાંતિયાથી વ્યવસ્થિત કરી દો.
સ્ટેપ 3 – હવે તમે ઓછામાં ઓછી એક કલાક માટે તડકામાં બેસી રહો. 

આ રીતે વાળમાં કંડીશનર કરો : સ્ટેપ 1 – જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય એટલે નવશેકા ગરમ પાણીથી વાળને ધોઈ નાખો.
સ્ટેપ 2 – હવે કંડીશનરને વાળમાં સારી રીતે લગાવી લો. તેને 5 થી 6 મિનીટ એમ જ રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ નાખો.
સ્ટેપ 3 – પોતાના વાળને સુકાવા દો. ધ્યાન રાખો કે તેને બ્લો ડ્રાયરથી ન સુકાવો. જો તમારા વાળ રફ થઈ રહ્યા છે તો મોશ્ચરાઈજિંગ માસ્કનો ઉપયોગ કરો. આ બાબતનું પણ ધ્યાન રાખો : તડકામ બેસતા પહેલા સનસ્કીન લોશન જરૂર લગાવી લો. વધુ તડકામાં રહેવાથી ઘણું નુકશાન શકે છે. બજારમાંથી ખરીદેલ લીબુના રસનો ઉપયોગ ન કરો. તે પ્રોસેસ્ડ રૂપે બનાવવામાં આવે છે અને કેમિકલ હોવાથી તમારા વાળને નુકશાન કરે છે. 

ધ્યાન રાખો કે એક દિવસમાં તમારા વાળનો રંગ નહિ બદલાય. તમે ઈચ્છો તો તેનાથી વાળને બ્લીચ કરો, હાઈલાઈટ કરો અથવા હેર કલર લાઈટ કરો. આ માટે તમારે ઓછામાં ઓછી 4 થી 5 મિનીટ સીટીંગસ કરવી પડશે. દરેક સેશન પછી પોતાના વાળની ડીપ કંડીશનીંગ જરૂર કરો. જેથી કરીને વાળને કોઈ નુકશાન ન થાય. જો તમારા વાળ વધુ ડ્રાય છે તો પહેલા મોશ્ચ્રરાઈજિંગનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment