લગ્નના 3 દિવસ પહેલા ચહેરા પર લગાવી દો, રસોડામાં બનતું આ ફેસપેક… મફતમાં જ ચહેરા પર આવી જશે ગ્લો અને લાગશો એકદમ ચમકદાર…

મિત્રો હાલના સમયમાં ગુજરાતમાં પૂરજોશમાં લગ્ન સિઝન ચાલી રહી છે. તેથી આજની પેઢી પોતે સુંદર અને યુવાન દેખાવા માટે હજારો રૂપિયા કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદવા માટે વાપરતા હોય છે. બ્યુટી પાર્લર ન હોવા છતાં પણ આપણા પૂર્વજો સૌંદર્ય પ્રસાધનો તો વાપરતા જ હતા. તેથી અમે તમારા માટે કેટલાક એવા જૂના અને જાણીતા નુસખા લઈને આવ્યા છીએ જે ખૂબ જ ઓછા ખર્ચાળ છે અને તમે તમારી સુંદરતામાં વધારો કરી શકો અને ચહેરા પર નિખાર લાવી શકો. 

આજના સમયમાં મોટાભાગના યુવક યુવતીઓ પોતાના ચહેરાની સુંદરતાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે અને તેઓ એવું વિચારી લેતા હોય છે કે પોતાનો ચહેરો ખરાબ હોવાના લીધે કોઈપણ તેમની તરફ આકર્ષાશે નહીં. કેટલીક વાર એવું પણ બને છે કે જેના લગ્ન થવાના હોય છે તેઓ પણ પોતાના ચહેરાને લઈને ચિંતામાં મુકાયેલા હોય છે. તો આ સમસ્યાથી બચી શકાય તેના માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવીએ છીએ.મિત્રો જો તમારી પાસે પ્રસંગમાં જવા માટે ખૂબ જ ઓછો સમય હોય તો તમારે એક કામ કરવાનું છે. જેમાં લગ્નના ત્રણ દિવસ પહેલા એક સરસ મજાનો ફેસપેક બનાવવાનો છે અને આ ફેસપેક ચહેરા પર લગાવવાનો છે જેથી તમારી ચહેરાની ત્વચા એકદમ સુંદર, હેલ્ધી અને તંદુરસ્ત બની જશે. દરેકના રસોઈ ઘરમાં ઉપલબ્ધ એવી હળદરને તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ ઘણા ઓછા લોકો હળદરના ગુણ વિશે જાણતા હોય છે. હળદર ત્વચાને ગોરી કરવામાં, સ્વાસ્થ્યવર્ધક અને સુંદર બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હળદર ચહેરાની સુંદરતા પ્રદાન કરે છે.

જો તમે દુલ્હન બનવા જઈ રહ્યા હોય અથવા તો કોઈ નજીકના સંબંધીના લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો તમે થોડા દિવસ પહેલાથી જ હળદરનો પેક લગાવવાનું શરૂ કરી દો. તેનાથી તમારી ત્વચામાં એક ચમક આવી જશે. તો આવો જાણીએ હળદર નો ફેસપેક બનાવવાની રીત.1) બેસન અને હળદરનો ફેસપેક:- આ ફેસપેક બનાવવા માટે તમારે બે ચમચી ચણાના લોટમાં એક ચમચી હળદર ને મિક્સ કરી લેવાની છે. હવે તેમાં તમે કાચું દૂધ કે ગુલાબજળની મદદથી એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી તમારા ચહેરાને ધોઈ લો. નિયમિત રૂપે અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો એટલે ચહેરામાં નિખાર આવી જશે અને ચહેરો સુંદર બની જશે

2) દૂધ અને હળદર:- આ ફેસપેક બનાવવા માટે બે ચમચી કાચું દૂધ લો અને તેમાં એક ચમચી હળદર નો પાવડર નાખીને બંનેને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર સરસ રીતે લગાવી લો અને 10 થી 15 મિનિટ બાદ સુકાઈ જાય એટલે તેને સ્વચ્છ પાણીની મદદથી સાફ કરી લો. આ નુસખા ને દરરોજ  કરવાથી ચહેરા પર ગ્લો આવી જશે.3) દહીં અને હળદરનો ફેસપેક:- દહીં એ નેચરલ પ્યુરીફાયર તરીકે ઓળખાય છે જે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. દહીં અને હળદરનો ફેસપેક બનાવવામાં માટે એક ચમચી દહીંમાં હળદર પાવડર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ચહેરા પર લગાવીને તેનાથી મસાજ કરવી. ત્યારબાદ 10 થી 15 મિનિટ પછી ચહેરાને  સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. આમ દરરોજ કરવાથી પરિણામ સારું મળે છે.

4) હળદર અને મધનો ફેસપેક:- જો ચહેરા પર કરચલીઓની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે હળદર અને મધનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક નીવડે છે. મધ અને હળદરને મિક્સ કરીને ચહેરા ઉપર લગાડવાથી ખૂબ જ સારું પરિણામ જોવા મળે છે. તેના માટે બે ચમચી મધ અને બે ચમચી હળદર પાવડરને મિક્સ કરીને તેની પેસ્ટ  તમારા ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પર પડેલી કરચલીઓ દૂર થાય છે.5) ચોખા અને હળદર નો ફેસપેક:- આ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા ચોખાને પીસી લો અને તેમાં હળદર પાવડર મિક્સ કરી લો. આ બંને વસ્તુમાં કાચું દૂધ નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીની મદદથી ચહેરાને ધોઈ લો.

6) હળદર અને લીંબુનો ફેસપેક:- લીંબુનો રસ અને હળદર કુદરતી બ્લીચ નું કામ કરે છે. તેના માટે તમે લીંબુના રસમાં બે ચમચી જેટલી હળદર પાવડર અને થોડા ટીપા ગુલાબ જળના ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પ્રયોગને દરરોજ કરવાથી તમારા ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક આવી જાય છે અને ચહેરો ચમકવા લાગે છે. આમ હળદર એ અલગ અલગ વસ્તુઓ સાથે મળીને ચહેરાની ત્વચા સુંદર અને ચમકદાર બનાવવા માટે કુદરતી સૌંદર્ય પ્રસાધનનું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment