શિયાળામાં મફતના ભાવે મળી જતા આ પાંદડા તમારા લોહીને કરી દેશે એકદમ કાચ જેવું સાફ… વિશ્વાસ ન આવે તો એકવાર જરૂર વાંચજો…

મિત્રો આજે અમે તમને ખૂબ જ સરસ શિયાળામાં મળતા શાક વિશે વાત કરીશું. જે લોહી ની શુદ્ધિ માટે કુદરતી પ્યુરીફાયરનું કામ કરે છે. મિત્રો તમે જોયું જ હશે કે શિયાળો આવતા જ અવનવા લીલા શાકભાજી પણ આવે છે. આવા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે.

તો મિત્રો તમે જાણતા જ હશો કે 99% જેટલા વનસ્પતિના પાંદડા નો રંગ લીલો હોય છે. એ વિષય પર તમે વિજ્ઞાનમાં ભણ્યા પણ હશો કે વનસ્પતિના પાનનો રંગ કયા કારણે લીલો હોય છે. તો તેનું કારણ એ છે કે હરિતદ્રવ્ય ના લીધે વનસ્પતિના પાંદડા નો રંગ લીલો હોય છે.

આ લીલા પાંદડામાં મળતા હરિતદ્રવ્યને ક્લોરોફિલ તરીકે ઓળખાય છે. ક્લોરોફિલ એ ખૂબ જ સારી દવા છે જે સૂર્યપ્રકાશ પડવાથી બને છે.અને સૂર્યપ્રકાશમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે, તેમાં 4 મુખ્ય ઘટકો ભાગ ભજવે છે જેમાં (1) કાર્બન, (2) ઓક્સિજન (૩) નાઈટ્રોજન અને (4) મેગ્નેશિયમ મળી આવે છે. જો તેમાંથી રસ કાઢવામાં આવે છે તો તે લીલા રંગનો નીકળે છે.ક્લોરોફીલ:- હાલમાં બજારમાં તથા ઓનલાઇન પણ ક્લોરોફિલ ની દવા અને બોટલ ઉપલબ્ધ હોય છે પરંતુ તે ખૂબ જ મોંઘુ હોય છે. કાર્બન, ઓક્સિજન, નાઈટ્રોજન અને મેગ્નેશિયમ આ 4 તત્વો ક્લોરોફીલમાં રહેલા હોય છે. આ તત્વોની શું કામગીરી હોય છે તેના વિશે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું.

શિયાળાની ઋતુમાં આપણા ઘરોમાં અલગ અલગ ભાજી નું આપણે સૌ સેવન કરીએ છીએ. આ ભાજીઓમાં મેથીની ભાજી, પાલકની ભાજી, તાંદળજાની ભાજી, મૂળાની ભાજી, ચણાની ભાજી, સુવાની ભાજી, કોબીની ભાજી, ડુંગળીના લીલા પાંદડાની ભાજી વગેરે નો સમાવેશ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે શિયાળા સિવાય ઉનાળા કે ચોમાસામાં કોઈપણ પ્રકારની ભાજી મળતી નથી તેથી શિયાળાને ભાજીઓની ઋતુ કહેવાય છે.

આયુર્વેદનું કહેવું છે કે જો કદાચ તમને ચોમાસાની ઋતુમાં ભાજી મળે તો તેનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ કારણકે તેના પાંદડા ઉપર જીવાતો હોય છે. જાણે કે આ કુદરતની જ કરામત હોય એમ શિયાળાની ઋતુમાં જ ભાજીઓનું સર્જન કર્યું જેથી કરીને આ ઋતુ માં પુષ્કળ પ્રમાણમાં ક્લોરોફિલ દરેક વ્યક્તિના પેટમાં જઈ શકે. ક્લોરોફિલ શરીરને ડિટોક્સીફાય કરવાનું કામ કરે છે.

ડિટોકસી ફાઈ એટલે આખા વર્ષ દરમિયાન આપણા શરીરમાં જે વિષેલા પદાર્થો ભેગા થાય છે તેને પેશાબ અને મળ વાટે બહાર કાઢવાનું કામ કરે છે. આજના સમયમાં જોઈએ તો મોટાભાગના લોકો બહારના જંકફૂડ એટલે કે પંજાબી, ચાઇનીઝ, પિઝ્ઝા, બર્ગર, પાણીપૂરી, પાઉભાજી વગેરે વસ્તુઓ નું વધારે સેવન કરે છે. આ જંક ફૂડ મેદાની બનાવટ વાળી વસ્તુઓ હોય છે અને મેંદો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક વસ્તુ છે. મેદાને વાઈટ પોઈઝન તરીકે પણ ઓળખાય છે. તેથી મેદાને બને એટલો દૂર જ રાખવો. તેથી મેંદો ખાતી વખતે મગજમાં એવી વાતને ફીટ કરી લેવી કે આપણે આ એક પ્રકારનું ઝેર ખાઈ રહ્યા છે જેને આયુર્વેદમાં કાચો આમ એટલે કે જે પચ્યા વગરનો ખોરાક હોય છે.

આ કાચો આમ આપણા શરીરમાં જમા થવાથી રોગનું મૂળ કારણ બને છે.જેથી કરીને હાલમાં 80 થી 85 ટકા લોકો હાર્ટ અટેક ના કારણે મૃત્યુ પામે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું વધી જવું, ચરબીના ગઠ્ઠા ફરવા અને તે હૃદયમાં આડા થઈ જાય છે જેથી હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. ઘણા લોકોને ઝાડા ની સમસ્યા થતી હોય છે.

તેથી જ કુદરતે આપણા શરીરનું સારી રીતે સંચાલન થાય અને શરીરના કામકાજમાં સુધારો થાય તે માટે શિયાળામાં આ દરેક ભાજીઓનું સર્જન કર્યું છે. બંને ટાઈમ પણ ભાજી ખાઈ શકાય છે કારણ કે ભાજીમાં ક્લોરોફિલ સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આ ભાજીઓને આપણે શાક રૂપે કે તેનો રસ કાઢીને પણ તેનું સેવન કરી શકીએ છીએ. આ રસમાં થોડું સિંધવ મીઠું અને મરી પાવડર નાખીને તેનું સેવન કરી શકાય છે.ભાજીના આ રસનું સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ કાચ જેવું બની જશે. શરીરનો બધો જ કચરો બહાર નીકળી જશે. આ ભાજી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને ઓક્સિજન છે તે દહનની પ્રક્રિયા કરે છે એટલે કે આપણા શરીરમાં જે કાચો આમ રહેલો છે તેને બાળવાનું કામ કરે છે. RBC આપણા શરીરમાં રહેલા છેલ્લા સેલ સુધી લઈ જવાનું કામ કરે છે અને આપણા શરીરમાં રક્તકણોનો વધારો કરે છે.

આપણા શરીરમાં જેટલી રક્ત કણોની સંખ્યા વધે છે તેટલી જ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તેથી બીમાર પડવાનું જોખમ પણ ઘટે છે આપણા શરીરની બધી જ ગંદકી બહાર નીકળી જાય છે. લોહી વિશે એક ખૂબ જ સરસ વાત કહેવામાં આવી છે “રક્ત એવં પ્રાણ ” એટલે કે લોહી એ જ આપણા શરીરનો પ્રાણ છે. જેટલું તંદુરસ્ત આપણું લોહી એટલું જ આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.

લીલાં પાંદડાવાળી ભાજીઓ ખાવાથી થતા મુખ્ય ફાયદાઓ:-

1) વજન ઘટાડે:- જો તમને મેદસ્વિતાની ફરિયાદ હોય અથવા તો વધુ વજનથી પીડાતા હોવ તો સવાર સાંજ બંને ટાઈમ આ લીલા પાંદડાવાળી ભાજીઓના રસનું સેવન કરી શકો છો અથવા તો તેનું શાક બનાવીને સેવન કરવું. શિયાળાના સમય દરમિયાન જો તમે પુષ્કળ પ્રમાણમાં ભાજીનું સેવન કરશો તો તમારું વજન ખૂબ જ ઝડપથી ઉતરવા લાગશે, તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે?ભાજીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઇબર પેટમાં ડાયજેસ્ટ થઈ શકતું નથી તેથી આપણું પેટ ભરેલું રહે છે અને આપણને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને આપણે વધારાનું ખાવાનું ખાતા બચી જઈએ છીએ તેથી આપણું વજન વધતું નથી. આમ લીલા પાંદડાવાળી ભાજીઓમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી શિયાળામાં પેટ ભરીને  તેનું સેવન કરી લેવું.

2) ત્વચા માટે ફાયદાકારક:- આ લીલા પાંદડાવાળી ભાજીઓ ત્વચા ને હિલ કરવાનું કામ કરે છે એટલે કે ત્વચાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે. જો તમને ત્વચાને લગતી કોઈપણ સમસ્યા થઈ હોય, જેમ કે સ્કિન પર ખીલ થવા, ચામડી કાળી પડી જવી, ચહેરા પર ડાઘ-ધબ્બા વગેરે જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે માટે લીલા પાંદડાવાળી ભાજીનું સેવન કરવું ખૂબ જ લાભદાયક છે. આ પ્રમાણે મિત્રો તમારે શિયાળામાં લીલા પાંદડા વાળા શાકભાજી નું ભરપૂર પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment