ફટાફટ વજન ઘટાડવા માટે કરો આ વસ્તુનું સેવન, કસરત અને ડાયટિંગ વગર જ ઘટાડી દેશે પેટની ચરબી અને વજન, જાણો સેવનની રીત અને ફાયદા.

બધા લોકો એકદમ સ્લિમ, ફીટ અને સુંદર દેખાવા માંગતા હોય છે. પરંતુ ઘણા લોકો વધતા વજનથી પરેશાન રહેતા હોય છે. વધતું વજન આપણી ફિટનેસ અને સુંદરતા બંને ખરાબ કરે છે. એવામાં લોકો પોતાનું વજન ઘટાડવા માટે ઘણા અવનવા ઉપાયો અપનાવતા હોય છે. ઘણા લોકો તેના માટે સ્ટ્રીકટ ડાઈટનું અનુસરણ કરતા હોય છે. તો ઘણા લોકો એકસરસાઈઝનો સહારો લેતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો તમે અંજીરનું સેવન કરીને પણ વજન ઘટાડી શકો છો. વજન વધવાનું મુખ્ય કારણ છે નબળી મેટાબોલીઝમ સીસ્ટમ. અંજીર તમારા શરીરની મેટાબોલીઝમ સીસ્ટમને વધુ સક્રિય બનાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવશું કે કઈ રીતે અંજીર તમારું વજન ઘટાડે છે અને વજન ઘટાડવા માટે કઈ રીતે તેનું સેવન કરવું જોઈએ.પાચનતંત્ર મજબુત બનાવે છે:- ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યા રહેતી હોય છે. જે લોકોની પાચન શક્તિ નબળી હોય છે, તેમણે ખાધેલો ખોરાક બરાબર પચતો ન હોવાને કારણે પેટ વધવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો તેનાથી બચવા માટે પાચનશક્તિ મજબુત હોવી ખુબ જ જરૂરી છે. અંજીર પાચન સંબંધી આ સમસ્યાને દુર કરે છે. અંજીરમાં કીફીન નામનું એક એન્જાઈમ રહેલું હોય છે, જે પેટને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે. જેનાથી ખાધેલો ખોરાક ઝડપથી પચી જાય છે. જેથી પેટ બહાર આવવાની સમસ્યા થતી નથી.

મેટાબોલીઝમ સીસ્ટમને મજબુત બનાવે છે:- આગળ જણાવ્યું તેમ વજન વધવાનું મુખ્ય કારણ છે નબળી મેટાબોલીઝમ સીસ્ટમ. અંજીરમાં રહેલા વિટામિન્સ મેટાબોલીઝમનું પ્રમાણ વધારે છે. જેના કારણે ખાધેલો ખોરાક ચરબીમાં રૂપાંતરિત થતો નથી અને પરિણામે તે વધતા વજનને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત અંજીરમાં કેલેરીની માત્રા ઓછી હોય છે તેમજ તેમાં ફાયબરની માત્રા વધારે હોય છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અંજીર કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે તેમજ તે માંસપેશીઓને મજબુત બનાવે છે. અંજીર ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર હોય છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી જો નિયમિત અંજીરનું સેવન કરવામાં આવે તો ઝડપથી તમારું વજન અને પેટની ચરબી ઘટવા લાગે છે. આ ઉપરાંત અનેક સ્વાસ્થ્ય લાભો પણ થશે.અંજીરનું  સેવન કરવાની રીત:- વજન ઘટાડવા માટે તમે તાજા કે સુકા અંજીરનું સેવન કરી શકો છો. તેના માટે રાત્રે બે અંજીર પાણીમાં પલાળી દેવા. સવારે ખાલી પેટ તે પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી લાંબો સમય સુધી તમને ભૂખ લાગશે નહિ અને વજન નિયંત્રણમાં રહેશે.

જો તમે કાચા અંજીરનું સેવન કરો છો તો તમે દિવસ દરમિયાન બે થી ત્રણ કાચા અંજીરનું સેવન કરી શકો છો. પરંતુ જો તમે સુકા અંજીરનું સેવન કરો છો તો તેને પલાળ્યા વગર ક્યારેય પણ તેનું સેવન કરવું નહિ. હંમેશા રાત્રે પલાળી અને સવારે તેનું સેવન કરવું. એવું કરવાથી શરીર સરળતાથી પોષક તત્વો અવશોષિત કરી શકે છે.

અંજીરનું સેવન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું બે અંજીરથી વધારે અંજીરનું સેવન કરવું નહિ. આ ઉપરાંત જે લોકો હાઈ બ્લડ પ્રેશર, શુગર લેવલ, રક્ત સંબંધી સમસ્યા, લીવર અને પાચન સંબંધી સમસ્યાથી પીડિત છે અથવા તો પહેલેથી જ કોઈ ડાઈટ ફોલો કરી રહ્યા છે તો તેમણે અંજીરનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ત્યાર બાદ તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment