રસોડામાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ખોડો, ખરતા વાળ દૂર કરી વાળ અંદરથી કરી દેશે ઘાટા, લાંબા અને મજબુત.

દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે તેના વાળનો ગ્રોથ વધે, તેના વાળ લાંબા થાય, તેના વાળ રેશમી અને ચમકદાર બને. આ માટે તે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જયારે ઘણા લોકો ઘરે જ હેર કેર પેક બનાવીને વાળની સંભાળ કરે છે. આજે અમે તમને વાળની લંબાઈ વધે એ માટે લસણનો ઉપયોગ, તેના ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત અંગે વાત કરીશું. આ ઉપાય તમારા વાળને રેશમી તેમજ લાંબા બનાવે છે. સાથે વાળની મજબૂતી પણ વધે છે. 

ઉંમર વધવાની સાથે વાળનો ગ્રોથ પણ ધીમે ધીમે ઓછો થતો રહે છે. એટલું જ નહીં, વાળને નેચરલ પ્રોડકશન સ્લો થઈ જવાને કારણે પાતળા અને બેજાન દેખાવા લાગે છે. સરખી સારસંભાળના અભાવમાં વાળમાં ડેંડ્રફ, ડ્રાઈનેસ અને તમામ પ્રકારની સમસ્યાઓ વધવા લાગે છે. જે વાળના ગ્રોથને અટકાવવાનું કામ કરે કરે છે. જાણવા મળતી માહિતી મુજબ, શોધમાં જાણવા મળ્યું છે કે, જો તમે વધતી ઉંમરની અસરથી વાળને બચાવા માંગતા હોય તો, લસણ તમારી ઘણી મદદ કરી શકે છે. લસણમાં ભરપૂર માત્રામાં વિટામિન બી6, વિટામિન સી, મેંગનીઝ અને સેલેનિયમ રહેલા હોય છે. જે વાળને હેલ્થી બનાવી રાખવા અને મજબૂતી આપવા માટે મદદ કરે છે. જાણો છો કે હેર કેરમાં લસણના ઉપયોગથી શું-શું ફાયદાઓ થઈ શકે છે અને તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. 

વાળને લાંબા બનાવે:- વાળને લંબાઈ આપવા માટે લસણ સરખા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે. કાચા લસણમાં ઘણા એવા વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે, જે વાળની લંબાઈને વધારવામાં ઘણી મદદ કરે છે. જો તમે વાળમાં લસણનું તેલ અથવા લસણની પેસ્ટ લગાડો, તો તેનાથી વાળન લંબાઈ ઝડપથી વધી શકે છે.વાળને મજબૂત બનાવે છે:- વાળની મજબુત માટે પણ લસણનો ઉપયોગ જરૂરી માનવામાં આવ્યો છે. લસણમાં સલ્ફર, સેલેનિયમ જોવા મળે છે, જે વાળના ટેક્ષ્ચરને મજબૂત કરવામાં મદદ કરે છે. જેનાથી વાળ જલ્દી તૂટતાં નથી અને તેમાં ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે છે. 

ડેંડ્રફ દૂર કરે છે:- જો વાળમાં ખોડો થઇ ગયો છે તો તેને દુર કરવામાં લસણ તમારી મદદ કરી શકે છે. લસણમાં એન્ટિ-માઈક્રોબિયલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળને સ્કેલ્પ પર રહેલ કીટાણુ, બેક્ટેરિયા વગેરેને થતાં અટકાવે છે. તેના કારણે સ્કેલ્પમાં ડેંડ્રફ વગેરે થતું નથી.યુવી ડેમેજથી બચાવે છે:- યુવી રેજથી વાળની નેચરલ કેરેટિન પ્રોટીન ધીમે ધીમે ગાયબ થવા લાગે છે, જેનાથી વાળમાં એજિંગ આવવા લાગે છે. એવામાં જ્યારે તમે હેર કેરમાં લસણનો ઉપયોગ કરો તો, તે વાળને યુવી કિરણોથી પ્રોટેક્ટ કરે છે અને ડેમેજ થતાં બચાવે છે. 

આ પ્રકારે બનાવો લસણનું હેર માસ્ક:- 

  • સૌથી પહેલા એક પેનમાં 2 ચમચી તેલ નાખો. 
  • એક બ્લેંડરમાં લસણ નાખીને મેષ કરો. 
  • જ્યારે તેલ ગરમ થઈ જાય, તો તેમાં લસણની પેસ્ટ નાખીને ચલાવતા રહો. 
  • જ્યારે તે ભૂરું થવા લાગે, તો પેનને ગેસ પરથી ઉતારી લો. 
  • હવે તેને ગળણીથી ગળી લો અને એક બોટલમાં રાખી લો. 

આ પ્રકારે કરો ઉપયોગ:-

  • તમારા વાળના મૂળમાં 2 ચમચી તેલ સરખી રીતે લગાડો અને 15 મિનિટ સુધી મસાજ કરો. 
  • હવે વાળને ગરમ ટુવાલથી લપેટીને રાખો. 
  • 15 મિનિટ બાદ માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. તમે દર અઠવાડિયે તેનો ઉપયોગ કરો. થોડા દિવસમાં જ વાળ ઘાટા અને લાંબા દેખાવા લાગે છે. આમ વાળને સ્વસ્થ, મજબુત અને લાંબા બનાવવા માટે લસણ તમારી મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment