સવાર માં જો તમારું પેટ વ્યવસ્થિત સાફ નથી થતું તો કરી લો આ 1 વસ્તુનું સેવન, શરીરની જમા ગંદકીને દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

મિત્રો આમ તો ઘણા બધા લોકો એવા છે જેમને સવારમાં પેટ સાફ થવામાં તકલીફ થાય છે. શું તમને પણ સવારમાં પેટ સાફ કરવામાં તકલીફ મહેસુસ થાય છે? મોટાભાગે આવું તમારું ખોટું ખાન પાન અને  શારીરિક રૂપે નિષ્ક્રિય રહેવાના કારણે થાય છે. તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો તમે સવારમાં સાચી રીતે ફ્રેશ ન થઈ શકતા હોવ તો તમારો આખો દિવસ આળસ અને મન કોઈ પણ કામ કરવામાં નહીં લાગે. તેથી સવારના સમયમાં ફ્રેશ થવું ખૂબ જ જરૂરી છે જેના કારણે તમારો દિવસ સારો પસાર થઈ શકે.

1) કેમ જરૂરી છે ડિટોક્સીફીકેશન:- ખરાબ જીવનશૈલીની સાથે સાથે ખાનપાનની ખરાબ આદતો તમારાં શરીરને બીમારીઓનું ઘર બનાવવાનું કામ કરે છે. તમારી ખાણી પીણી જ તમને બીમાર બનાવવાનું કામ કરે છે તળેલો તીખો ખોરાક, ઉમેરેલી ખાંડ અને ચરબીયુક્ત ખોરાકનો ઉપયોગ તમારા શરીરમાં ગંદકી વધારવાનું કામ કરે છે, આ ગંદકી જ તમારા આંતરડામાં જમા થવા લાગે છે, જેના કારણે વિવિધ પ્રકારની સમસ્યાઓ જન્મ લે છે. શરીરમાં જામેલી આ ગંદકીને બહાર કાઢવા માટે તમારે કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે જે તેને તુરંત જ બહાર કાઢી શકે. તો આવો જાણીએ કેવી રીતે તમે આ ગંદકીને બહાર કાઢી શકો છો.2) આંતરડામાં જામેલી ગંદકીથી પરેશાન:- જ્યારે તમારા શરીરમાં ગંદકી જમા થવા લાગે છે તો તમારા માટે એ જરૂરી છે કે તેને બહાર કાઢો અને એવી રીત અપનાવો જેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ ન થાય. તો આવો જાણીએ શરીરમાં થતી આવી સમસ્યાઓ જેના કારણે તમારા શરીરમાં ગંદકી જામે છે. તેમાં સ્થૂળતા, પેટની સમસ્યા, હાઈ બીપી, કબજિયાત અને શરીરમાં સોજો વગેરેનો સમાવેશ થાય છે.

3) તજ અને મધ નું ડ્રિંક:- તજ અને મધ બંને પોતાના ડિટોક્સીફાઈ ગુણો ના કારણે ઓળખાય છે. જો તમારું પેટ સાફ ન થતું હોય તો તમારે આ બંને થી બનેલા ડ્રીંકનું સેવન કરવું જોઈએ, જે શરીરમાંથી ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. તજ એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટીફંગલ ગુણોથી સમૃદ્ધ હોય છે જે આપણા શરીરમાં આંતરડામાં છુપાયેલી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. તેના સિવાય મધ એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને જો તમે સવારમાં ખાલી પેટે આ ડ્રિંક્સનું સેવન કરો છો તો તમારું પેટ ખૂબ જ જલ્દી સાફ થાય છે.4) ફુદીનો અને કાકડી નું ડ્રીંક:- સવારમાં પેટ સાફ ન થવાની ફરિયાદ કરતા લોકોને ખાલી પેટે ફુદીનો અને કાકડીના બનાવેલા ડ્રીંકનું સેવન કરવું જોઈએ. જે તમને ખુલાસીન મળ ત્યાગ કરવામાં મદદ કરશે. કાકડી પાણીનો ભંડાર છે જે તમને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે સ્વસ્થ પણ રાખે છે. તેના સિવાય ફુદીનાના પાન એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર હોય છે જે તમારું પેટ સાફ કરવામાં મદદરૂપ થાય છે.

5) દહીં અને ઇસબગુલ ની ભૂકી:- સવારમાં ખુલાસીન શૌચ ન કરી શકતા લોકોએ સવારમાં ઉઠીને ખાલી પેટે દહીંમાં ઇસબગુલ મેળવીને સેવન કરવું જોઈએ. આ રીત ન માત્ર તમારા પેટને સાફ કરશે પરંતુ તમને ખુલાસીન શૌચ કરવામાં પણ મદદ મળશે. દહી પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે અને ઇસબગુલમાં હાજર ગુણ તમારા આંતરડાને આરામ પહોંચાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment