આ ટુકડા ખાવાથી લોહીની એકેએક નસોને કરી દેશે ચોખ્ખી, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી સારા કોલેસ્ટ્રોલમાં કરશે વધારો… જાણી લો ખાવાની રીત…

કોલેસ્ટ્રોલ લેવલ વધવું એ એક ગંભીર સમસ્યા બની રહી છે. ઘણા બધા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. જેના કારણે હૃદયથી જોડાયેલા વિવિધ રોગોનો સામનો કરવો પડે છે. આ મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે જે લોહીની નસોમાં ઉપલબ્ધ હોય છે. આનું નિર્માણ તમારા દ્વારા ખાવામાં આવેલા ખાદ્ય પદાર્થોથી થાય છે સાથે જ તમારું લીવર પણ આને બનાવે છે. મિત્રો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના નુકશાન એ છે કે તેનાથી લોહીની નસો બ્લોક થઈ જાય છે જેનાથી લોહીનો પ્રવાહ અટકી શકે છે અને તમને હૃદયના વિકારોની સાથે હૃદય નો હુમલો અને સ્ટ્રોકના જોખમો ઉભા થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા ના ઉપાયો કયા છે?:- નસોમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલ ને ઘટાડવાની સૌથી સારી રીત હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ છે. જોકે મેડિકલમાં ઘણી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. પરંતુ જો તમારે દવાઓ ન ખાવી હોય તો જામફળ જેવા ફાઇબરથી ભરપૂર ફળો ખાઇને પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો, આવો જાણીએ કેવી રીતે.1) કોલેસ્ટ્રોલ ઘટાડે છે જામફળ:- NCBI ના એક રિસર્ચ પ્રમાણે શિયાળાની ઋતુ હોય અને આ દિવસોમાં જામફળ માર્કેટમાં ખૂબ જ જોવા મળે છે. તો કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે તમારે જામફળનું સેવન કરવું જોઈએ. આ ફળ સરળતાથી કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. સૌથી સારી વાત એ છે કે શરીરમાં સારા કોલેસ્ટ્રોલ ના વિકાસને વધારો આપે છે

આજ અધ્યયનમાં એ વાતનું પ્રમાણ છે કે ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેમ કે ઓટ્સ, ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં જામેલા ફેટને ઘટાડવામાં મદદ મળે છે. એટલું જ નહીં ફાઇબરથી બ્લડ લિપિડને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

2) રિસર્ચમાં થયો ખુલાસો:- કોલેસ્ટ્રોલમાં જામફળના ફાયદાઓ પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સહભાગીઓએ 12 અઠવાડિયા સુધી જામફળનું સેવન કર્યું હતું. જેમાં રિસર્ચકર્તાઓને માલુમ પડ્યું કે આટલા દિવસો બાદ હાઈ ડેન્સીટી વાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (8.0%), સીરમ કુલ કોલેસ્ટ્રોલ (9.9%), ટ્રાયગ્લિસાઇડ્સ (7.7%) અને બ્લડ પ્રેશર (9.0/8.0 mm Hg ) સુંધી ઓછું થઈ ગયું હતું.

3) જામફળ ના પોષક તત્વ:- જોવામાં આ સામાન્ય ફળ છે પરંતુ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે તેના ઘણા બધા ફાયદા છે. આ આહાર ફાઇબર, વિટામીન એ, વિટામિન સી, નિયાસીન, થીયામીન, રાઇબો ફ્લેવિન, કેરોટીન અને લાયકોપીન જેવા એન્ટિઓક્સિડન્ટ અને  કેલ્શિયમ,ફોસ્ફરસ અને આયર્ન જેવા ખનીજો થી ભરપૂર છે.

4) પાન પણ છે ફાયદાકારક:- જો તમને જામફળ પસંદ ન હોય પરંતુ તેના ફાયદા હેરાન કરવાવાળા છે. સૌથી મોટી વાત એ છે કે આ ફળના પાન, છાલ અને ફૂલ પણ અનેક ગુણોથી ભરપૂર છે. આનો પારંપરિક રૂપથી અનેક બીમારીઓ ઠીક કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

ખાવાની રીત : ઘણી વાર આપણને અમુક ફળો સીધા ભાવતા નથી હોતા, તેવી જ રીતે જામફળ પણ ઘણા લોકોને સીધા ન ભાવતા ન હોય, તો તેમણે જામફળના ટુકડા કરી તેના પર ચટણી મીઠું અથવા અમચુર પાવડર લગાવીને પણ સેવન કરવું જોઈએ. તેનાથી સ્વાદ બેગણો થઇ જશે અને શરીરને પણ ફાયદો થશે. બને ત્યાં સુધી સીધું જ જામફળનું સેવન કરવું જોઈએ. પરંતુ એ રીતે ન ખાવું હોય તો ઓપ્શનમાં તમે ટુકડા કરીને પણ ખાઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

1 thought on “આ ટુકડા ખાવાથી લોહીની એકેએક નસોને કરી દેશે ચોખ્ખી, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી સારા કોલેસ્ટ્રોલમાં કરશે વધારો… જાણી લો ખાવાની રીત…”

Leave a Comment