પાણીમાં ફક્ત 1 ચપટી મિક્સ કરી પી લ્યો આ પાવડર, પગથી લઈ માથા સુધીના 8 રોગો ભાગશે ઉભી પૂછડીએ, વજન અને ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં…

મિત્રો આપણા રસોડામાં એવા જાદુઈ ખાદ્ય પદાર્થો હોય છે જે આપણી મોટાભાગની બીમારીઓને દૂર કરવામાં અસરકારક હોય છે. પરંતુ આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. આવી વસ્તુઓમાં એક હિંગનો સમાવેશ થાય છે. હા મિત્રો હિંગ. આજે આપણે હિંગના પાણીના ફાયદા વિશે જાણીશું. સાથે જ તેના નુકસાન પણ જાણી લઈએ.

મિત્રો હિંગના ફાયદાઓ જોઈએ તો તેનો ઉપયોગ મોટેભાગે ખાવાના પદાર્થોમાં કરાય છે. તેવી જ રીતે હિંગનું પાણી પણ ખૂબ જ લાભદાયક હોય છે. પ્રાચીન સમયથી જ લોકો ઘણી સમસ્યાઓથી બચવા માટે હિંગના પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે. હિંગના પાણીમાં એવો કયો ગુણ હોય છે જે આપણને ફાયદાકારક હોય છે. જાણવા માટે આ લેખને વાંચો. અહીં હિંગના પાણીને પીવાના ફાયદા જ નહીં પરંતુ હિંગના પાણીને  બનાવવાની રીત અને વધુ હિંગના પાણીને પીવાના નુકશાન વિષય પર માહિતી આપવામાં આવી છે.હિંગનું પાણી પીવાના આઠ ફાયદા:-

1) પાચન માટે:- પાચન સાથે જોડેલી કોઈપણ પ્રકારની સમસ્યા હોય રાહત મેળવવા માટે હિંગનું પાણી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. NCBE ની એક વેબસાઈટ પર  પ્રકાશિત એક રિસર્ચ માં પણ આ વાત પ્રમાણિત થઈ છે. સંશોધન મુજબ હિંગમાં ડાયજેસ્ટિવ સ્ટીમ્યુલેટ પ્રભાવ હોય છે. જે લાળ સ્ત્રાવ અને લાળ એમીલેઝ એટલે કે એન્ઝાઇમ ની ગતિવિધિને વધારી શકે છે.

આ બાઈલ ફ્લો એટલે કે પિત્તના પ્રવાહને ઉત્તેજિત કરી ડાયટરી લિપિડના પાચનમાં મદદ કરી શકે છે. એટલું જ નહીં બાઈલ એસિડના સિક્રિશન પણ હિંગના પાણી થી વધી શકે છે, જે ભોજન ને પચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. બસ તેના માટે હિંગને ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરીને ઉપયોગ કરવો.

2) ચયાપચનમાં સુધારો:- હિંગના પાણીને પીવાના ફાયદામાં ચયાપચનમાં સુધારો પણ સામેલ છે. એક વૈજ્ઞાનિકના સંશોધન મુજબ હિંગમાં મેટાબોલિક ગતિવિધિ હોય છે. આ ગતિવિધિ ચયાપચનને ખૂબ જ સારું રાખવામાં મદદ કરે છે. એટલા માટે હિંગને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવું.  જણાવવામાં આવ્યું છે કે હુંફાળા હિંગ ના પાણીને પીવાથી મેટાબોલિક ગતિવિધિ ખૂબ સારી થઈ શકે છે.3) વજન ઘટાડવા માટે:- વજન ઓછું કરવા માટે પણ હિંગનું પાણી પીવાથી ફાયદો થઈ શકે છે. એક વૈજ્ઞાનિક અધ્યયન મુજબ હિંગમાં એન્ટી ઓબેસિટી અને ફેટ લોવરીગ પ્રભાવિત થાય છે. તેની મદદથી શરીરના વજનની સાથે ફેટને પણ ઓછું કરી શકાય છે. તેનાથી વજનમાં પણ નિયંત્રણ લાવવામાં મદદ મળી શકે છે 

4) બ્લડ શુગર ના સ્તરનું નિયંત્રણ:– હિંગનું પાણી બ્લડ શુગરને બેલેન્સ કરી શકે છે. એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, હિંગને પાણીમાં મિક્સ કરીને પીવાથી બ્લડ શુગરનું સ્તર ઓછું થઈ શકે છે. હકીકતમાં, તેની હાઈપોગ્લાયસેમિક અસર છે, જે બ્લડ શુગરને ઘટાડવા માટે ઓળખાય છે. આનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થઈ શકે છે.5) કેન્સરથી બચાવ:- કેન્સર થી બચવા માટે હિંગનું પાણી કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે. આ સંબંધમાં કરવામાં આવેલ એક વૈજ્ઞાનિક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે હિંગ એક રીતે એન્ટી કેન્સરનું કામ કરે છે. તેની મદદથી પેટ સંબંઘી કેન્સરથી બચી શકાય છે. સાથે જ હિંગમાં કીમોપ્રિવેન્ટીવ એજન્ટ હોય છે.તેનાથી કેન્સરને વધતા રોકી શકાય છે તેથી હિંગના પાણીનું મિશ્રણ પી શકાય છે. 

6) શરદી માં રાહત:- હિંગનું પાણી પીવાના ફાયદામાં શરદીથી રાહત મેળવવાને પણ સામેલ છે. એક વૈજ્ઞાનિક શોધ પ્રમાણે હિંગને શરદી માં પારંપરિક ઈલાજ ના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. વળી હિંગમાં એન્ટી એમ્ફલૂએંઝા અને એન્ટિવાયરલ પ્રભાવ હોય છે જે વાયરલ ઇન્ફેક્શનને રોકવાનું કામ કરે છે. શરદી પણ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન જ હોય છે. તેથી હિંગ ના પાણી ને શરદી માં લાભદાયક માનવામાં આવે છે.7) માથાના દુખાવાથી છુટકારો:- હિંગ ના પાણી પીવાના ફાયદામાં માથાના દુખાવાને પણ ગણી શકાય છે. તેનાથી જોડાયેલ એક મેડિકલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે હિંગને યોગ્ય પ્રમાણમાં પાણીમાં મેળવીને સેવન માઇગ્રેન અને માથાના દુખાવાથી રાહત મળી શકે છે. એ વાતનું ધ્યાન રાખવું કે જો વધુ પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો માથાનો દુખાવો થઈ શકે છે આ કારણે હિંગના પ્રમાણ નું જરૂર ધ્યાન રાખવું.

8) પિરિયડ્સ ના દુખાવાથી છુટકારો:- માસિક ધર્મના સમયે વધારે દુખાવો થવા પર હિંગ ના પાણી નો ઉપયોગ કરી શકાય છે એક વૈજ્ઞાનિક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે ડિસમેનોરીયા એટલે કે માસિક ધર્મ દરમ્યાન થતા દુખાવામાં અસરકારક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હિંગના પાણી પીવાના ફાયદામાં માસિક ધર્મના દુખાવાથી રાહત મેળવવાનું પણ સામેલ છે. તો મિત્રો આવો હવે જાણી લઈએ કે હિંગ નું પાણી કેવી રીતે બનાવાય.

હિંગનું પાણી બનાવવાની રીત અને સામગ્રી:- એક ચપટી હિંગ પાવડર અને અડધો ગ્લાસ પાણી. સૌથી પહેલા પાણીને હૂંફાળું ગરમ કરી લો. ત્યારબાદ પાણીમાં હિંગ નો પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરો. હવે થોડું ઠંડુ થાય એટલે તેનું સેવન કરી શકો છો.ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ:- લીંબુ નાખીને હિંગનું પાણી પી શકાય છે. હિંગના પાણીમાં મધ નાખીને સેવન કરી શકાય છે. આ પાણીમાં ગોળ સરસ રીતે મેળવીને પી શકાય છે. હિંગમાં નોર્મલ પાણીની જગ્યાએ હુંફાળા ગરમ પાણી સાથે સેવન કરી શકાય છે.

હિંગ નો કેટલો ઉપયોગ કરવો:- અડધા ગ્લાસ પાણીમાં ચપટી હિંગનો પાવડર નાખી શકાય છે. તેની યોગ્ય માત્રા જાણવા માટે ડાયટીશિયન ની મદદ જરૂર લેવી કારણ કે તેનું પ્રમાણ ઉંમર અને લિંગના આધાર પર અલગ અલગ રીતે થઈ શકે છે.

હિંગના પાણીના નુકસાન:- હિંગ હંમેશા યોગ્ય પ્રમાણમાં જ લેવી જોઈએ તેનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે જેમ કે… હિંગના પાણીનું વધુ સેવન કરવાથી મોઢામાં સોજો આવી શકે છે. કેટલાક લોકોને આનાથી પેટ ફુલવાની અને ઝાડા જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. હિંગના પાણીનું સેવન કરવાથી એંગ્જાઈટી એટલે કે ચિંતા અને માથાના દુખાવાનું કારણ બની શકે છે. ગર્ભવતી મહિલાઓને હિંગ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

હિંગ નો ઉપયોગ અનેક સમસ્યાઓમાં ઔષધી રૂપે કરવામાં આવે છે. આને ઉપયોગ કરવાનો સૌથી સરળ અને અસરકારક રીત હિંગના પાણીનું સેવન છે. માત્ર હિંગ અને પાણીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ત્યારે જ આના ફાયદા થાય છે. આનું વધુ પડતું સેવન કરવાથી તેના નુકસાન પણ થઈ શકે છે તેથી હિંગના પાણીનું સેવન કરતાં પહેલાં કોઈ જાણકાર કે ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment