લીધેલી લોનના વ્યાજને લઈને સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ, એકાઉન્ટમાં જ પાછા આવશે પૈસા !

કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજ પર છૂટ આપવાનો નિર્દેશ જાહેર કર્યો છે. કોવિડ-19 ની મહામારીના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી કર્જ(લોન) ચુકવવાને લઈને સમયગાળો આપવાનું જાહેર કર્યુ છે. જેના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર 6 મહિનાનો સમય આપવા દરમિયાન સંચયી વ્યાજ એટલે કે વ્યાજ પર વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના સમયમાં મુખ્ય લોનની મૂળ રકમની ચૂકવણી સરકાર કરશે.  સુપ્રીમ કોર્ટે કેન્દ્રને RBI તરફથી લોન પરત કરવા માટેના સમયમાં 2 કરોડ રૂપિયા સુધી લોન પર વ્યાજ છૂટની યોજના ઝડપથી લાગુ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. 

આ લાભનો સમયગાળો કેટલો ? ; નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિર્દેશ અનુસાર લેણદાર સંબંધિત લોન પર યોજનાનો લાભ લઈ શકાય છે. આ લાભ એક માર્ચ 2020 થી 31 ઓગષ્ટ 2020 સુધી માટે હતો. તે અનુસાર જે લેણદારો પર 29 ફેબ્રુઆરી સુધી કુલ લોન  2 કરોડ રૂપિયાથી વધારે નથી, તેઓ આ યોજનાનો લાભ ઉઠવી શકશે. 

આ લોન પર મળશે લાભ ; આ યોજના હેઠળ હોમલોન, એજ્યુકેશન લોન, ક્રેડિટકાર્ડ, વ્હિકલ લોન, MSME (નાના-મોટા ઉદ્યોગ માટે લોન) ટકાઉ ગ્રાહક સામાન માટે તેવામાં આવેલી લોન અને ખપત માટે લોન લઈ શકાશે. લોન એકાઉન્ટમાં પાછા આવશે પૈસા ; દિશાનિર્દેશ અનુસાર, બેંક અને નાણાં મંત્રાલય લેણદારના લોનના ખાતામાં આપેલ સમયગાળા દરમિયાન વ્યાજની ઉપર વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના સમયમાં સરકાર નાણાં ચૂકવશે. આ તે દરેક લેણદાર પાત્ર માટે છે, જેણે આરબીઆઇ દ્વારા 27 માર્ચ, 2020 ના રોજ જાહેર કરેલી યોજના હેઠળ પૂર્ણરૂપે અથવા આંશિક રૂપે લોન પરત કરવાને લઈ આપેલ છૂટનો લાભ ઉઠાવ્યો હતો. 

નાણાં મંત્રાલય સંબંધિત લેણદારના ખાતામાં રકમ જમા કરવાની તેની ચૂકવણી માટે કેન્દ્ર સરકાર સામે દાવો કરશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સરકારી ખજાના પર આ યોજનાના ક્રિયાન્વયનમાં 6,500 કરોડ રૂપિયાનો ભાર આવશે.

Leave a Comment