કોઈ પણ દવા વગર માત્ર ભોજનથી ડાયાબિટીસ થઈ શકે છે કંટ્રોલ ! જાણો કેવી રીતે…..

ડાયાબિટીસ(Diabetes) ની બીમારીમાં ખાન-પાન (Diet) નું નિયંત્રણ ખુબ જ જરૂરી હોય છે. તેમાં અમુક ખાદ્ય વસ્તુઓનો ત્યાગ કરવો ખુબ જ જરૂરી હોય છે, તો ઘણી વસ્તુઓનું સેવન કરવું પણ જરૂરી હોય છે. ખાન-પાનમાં સંતુલન જાળવી રાખવા માટે ઘણી સમસ્યા થતી હોય છે. પરંતુ તેમાં સંતુલન જાળવી રાખવું પણ તેટલું જ જરૂરી છે. ત્યાં ડાયાબિટીસના દર્દીઓના વજન વધવા (Weight Gain) ના કારણે ઘણી મુશ્કેલીઓ થાય છે. 

ખાન-પાનમાં નિયંત્રણ રાખવાથી ડાયાબિટીસ ઓછી કરવાની સાથે સાથે વજન પણ કંટ્રોલ કરે છે. જાણકાર ડોક્ટરના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ત્રણ પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ – નિયમિત વ્યાયામ, બીજી પદ્ધતિ – વજન પર નિયંત્રણ રાખવું અને ત્રીજી પદ્ધતિ – યોગ્ય પ્રમાણમાં આહાર લેવો. ડાયાબિટીસમાં ખાન-પાનમાં ધ્યાનમાં રાખવા જેવી અમુક ખાસ બાબતો હોય છે. જેના વિશે અમે તમને જણાવશું. 

સફેદ રંગના ભોજનથી દૂર રહેવું : બટેટા, ખાંડ, ચોખા, મેંદો, સફેદ બ્રેડ, પાસ્તા વગેરે જેવી વસ્તુઓથી ડાયાબિટીસના દર્દીએ હંમેશા દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને નુકશાન પહોંચાડે છે. કાર્બોહાઇડ્રેટ પણ ભરપુર ખાદ્ય પદાર્થથી ડાયાબિટીસના દર્દીએ ન ખાવો જોઈએ. કારણ કે કાર્બોહાઇડ્રેટ શરીરમાં ગ્લૂકોઝની માત્રાને વધારે છે. જેનાથી લોહીમાં શુગરનું પ્રમાણ વધી શકે છે. બટેટા, ચોખા અને ખાંડમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. તેથી જ તેઓએ આ વસ્તુઓ ન ખાવી જોઈએ. યોગ્ય પ્રમાણમાં અને થોડા થોડા દિવસના અંતરે આ વસ્તુઓ ખાઇ શકાય છે. પરંતુ નિયમિત રીતે આ વસ્તુનો સેવન ન કરવું જોઈએ જોખમી છે. પાસ્તા અથવા પાઉંની વસ્તુમાં નથી હોતું ફાયબર અને પ્રોટીન : અન્ય સફેદ વસ્તુઓની વાત કરીએ તો પાસ્તા અને પાઉંમાં પ્રોટીન અને ફાઇબર બિલકુલ હોતું નથી, ઉપરાંત શુગર કરતા પણ વધારે માત્રામાં હોય છે. આ દરેક વસ્તુઓમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધારવાનું કારણ બને છે. જો કે શરીરમાં ઉર્જા માટે કેલરી જરૂરી છે, પરંતુ વધારે પ્રમાણમાં કેલરી હોય તો ફેટનું પ્રમાણ વધી જાય છે. તેથી સફેદ ચોખા ખાવાના બદલે બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઈએ. 

સફેદ ખાંડ રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે : સફેદ ખાંડ રોગ પ્રતિકારક શક્તિ પર એટલે કે બીમારીઓ સામે લડનારી ક્ષમતાને નબળી બનાવે છે. સફેદ ખાંડનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો કેન્સર કોશિકાઓને વધારવામાં મદદ કરે છે. સફેદ ખાંડના સેવનથી સ્તન કેન્સર, મોટા આતંરડાનું કેન્સર, કોલેસ્ટ્રોલ, હાર્ટએટેક, સ્ટ્રોક વગેરે જેવી બીમારીઓનો ભય વધે છે. ખાવામાં ખુબ જ ઓછી માત્રામાં ખાંડ ખાવી જોઈએ. તે સાથે જ વસ્તુઓ, જેમાં ખાંડની માત્રા વધારે હોય છે તેથી તેને પોતાના ખોરાકમાં શામેલ ન કરો. 

ફળો તથા શાકભાજીનું સેવન કરો : ડોક્ટરોના મત મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેમાં દરેક પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબર હોય છે. ઘણા લોકો એમ વિચારે છે કે, તેમાં શુગરનું પ્રમાણ હોય છે, તેથી ફળો ખાતા નથી. પરંતુ ફળોમાં પ્રાકૃતિક શુગર હોય છે. જેના ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થતુ નથી. ફળોના રસનું સેવન કરવું જોઈએ. તેમાં ખુબ જ ફાયબર રહેલું હોય છે તથા તેના સેવનથી શુગરનું પ્રમાણ પણ વધતુ નથી. 

Leave a Comment