કોરોના સામે લડવા પીએમ મોદીએ ફરી કહ્યું , જ્યાં સુધી દવાઓ નહિ, ત્યાં સુધી…..

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, જ્યારથી કોરોના વાયરસ ભારતમાં ફેલાવવા લાગ્યો છે ત્યારેથી આપણા દેશની સરકારે ખુબ જ સાવચેતી સાથે લોકોને ઘરમાં રહેવા અને સંક્રમણથી બચાવવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ હવે લગભગ બધી જ પ્રકારની છૂટ આપવામાં આવી છે. કેમ કે લોકડાઉન હોવાના કારણે બધા જ વ્યવહારો ખોરવાઈ ગયા હતા. માટે હવે બધા જ રોજગાર અને ધંધાને છૂટ આપી દેવામાં આવી છે. તો તેને લઈને હજુ એક વાર પીએમ મોદી દ્વારા ટ્વિટ કરીને એક ખાસ વાત જણાવવામાં આવી છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશમાં કોરોના વાયરસ (Coronavirus In India) સામેના લડતમા લોકોને એકજૂટ કરવા માટે ટ્વિટસ કર્યા છે. ટ્વિટ દ્વારા નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સાવધાન રહેવું અને નિયમોનું ખુબ જ સખ્તાઇથી પાલન કરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘જ્યાં સુધી દવાઓ નહિ, ત્યાં સુધી ઢીલાશ પણ નહિ.’

કેન્દ્ર સરકાર ગુરુવારે કોવિડ-19 સામે એક જન આંદોલન શરૂ કરવાની છે. ઠંડીના મોસમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલા આ જન આંદોલનમાં સીધી ભાગીદારી જનતાની રહેશે. તેને લઈને પ્રધાનમંત્રી દ્વારા ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. તે ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આવો, કોરોના સામે લડવા માટે એકજૂટ થઈએ!’ હંમેશા યાદ રાખો: માસ્ક જરૂર પહેરો. હાથ સાફ કરતા રહો. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. ‘બે ગજની દુરી’ રાખો.’

તેમજ પ્રધાનમંત્રી મોદીએ બીજું પણ ટ્વિટ કર્યું હતું. તેમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, ‘ભારતમાં COVID-19 ની સામેની લડત લોકોને પ્રેરિત કરે છે. આપણા COVID ના યોદ્ધાઓથી વધુ તાકાત મળી છે. આપણા બધાના સામૂહિક પ્રયાસોએ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. આપણે આ લડતને ચાલુ રાખવાની છે અને આપણા નાગરિકોને વાયરસથી બચાવવાના છે.’ 

જ્યારે ભારતમાં કોરોના વાયરસ ફેલવા લાગ્યો ત્યારથી પ્રધાનમંત્રી મોદીએ દેશના દરેક ખૂણે ચુસ્ત બંદોબસ્ત કરી દીધો હતો. કોરોનાને રોકવા માટે દેશમાં ઘણા લોકો ખુબ જ સહયોગી રહ્યા છે. તેમજ આગળ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આપણે મળીને આ કાર્ય કરવાનું છે અને કોરોનાને હરાવવાનો છે. આ કાર્યમાં આપણે જરૂર સફળ થઈશું.

Leave a Comment