ત્રીજું પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં છે સરકાર ! માર્ચ સુધી આ બે વસ્તુ મળશે મફત.

દેશભરમાં ફેલાયેલ કોરોના મહામારીના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ 3.0 લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના(PMGKY)ના ફાયદાઓને આવતા વર્ષ માર્ચ સુધી વધારી શકે છે. કેન્દ્ર સરકાર સામાજીક સુરક્ષા માટે આ યોજનાનો સમયગાળો વધારવોની પ્લાન બનાવી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કિમને સરકાર નવેમ્બર સુધી વધારી શકે છે. 

માર્ચ સુધી વધારી શકાશે આ યોજનાના ફાયદા ; ઉલ્લેખનીય છે કે, દેશની ગરીબ લોકોને કોરોના વાયરસ મહામારીથી બચવા માટે સરકારે PMGKY યોજનાની ઘોષણા માર્ચમાં કરી હતી. પહેલા આ યોજનાને જૂન સુધી લાગુ કરવામાં આવી હતી. પરંતુ દેશની સ્થિતિને જોતા સરકારે આ નવેમ્બર 2020 સુધી વધારવાની જાહેરાત કરી છે એકવાર ફરી ખબર આવી રહી છે કે, સરકાર આ યોજનાના ફાયદાને માર્ચ સુધી વધારી શકે છે. 

લાઇવમિંટની ખબર અનુસાર, આ યોજનામાં સરકાર કેશની સાથ-સાથે અનાજ આપવાનો સમયગાળો વધારી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, પ્રોત્સાહન પેકેજ 3.0 માં માંગ વધારનારા અને સામાજીક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોક્સ કરવમાં આવ્યું છે. PMGKY માં કેશ ટ્રાન્સફર સ્કીમને સામેલ કરવામાં આવી શકે છે ; રિપોર્ટ અનુસાર, ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર 20 કરોડ જન-ધન ખાતા, 3 કરોડ ગરીબ સીનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને કેશ ટ્રાન્સફર સ્કીમને સામેલ કરવામાં આવી શકે છે. આ કેશ ટ્રાન્સફર સ્કીમ PMGKY નો ભાગ છે.

PMGKY ના ક્યાં લાભ છે ? ; PMGKY હેઠળ સરકાર એક વ્યક્તિને એક મહિનામાં 5 કિલો ચોખા કે ઘઉં મફત આપે છે. સરકારની આ યોજનાનો ફાયદો દેશના 81 કરોડ લોકોને મળી રહ્યો છે. આ ઉપરાંત 19.4 કરોડ હાઉસ હોલ્ડરને દર મહિને 1 કિલો ચણા મફત આપવામાં આવે છે. નોંધનીય છે કે, આ અનાજ નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ આપવામાં આવે છે.

શું છે PMGKY ? ; નાણા મંત્રી નિર્મલા સીતારમણએ કોરોના વાયરસની મહામારીને રોકવા માટે કરવામાં આવેલા ‘લોકડાઉન’ના પ્રભાવથી લોકોને બચાવવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના(PMGKY)ની જાહેરાત કરી હતી. કુલ 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજ હેઠળ સરકારે ગરીબોને મફતમાં રાશન, મહિલાઓ, ગરીબ વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતને પૈસાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. તેમાં પીએમ ખેડૂત યોજના હેઠળ 8 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર થઈ હતી.

શા માટે આગળ વધી શકે છે PMGKY ની તારીખ ? ; આ મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે દેશની જનતાને વચન આપ્યું છે કે, અનાજની અછતના કારણે આવતા પાંચ મહિનામાં કોઈ પણ પરિવાર ભૂખ્યુ ન રહેવું જોઈએ. માનવામાં આવે છે કે, ધ્યાનમાં રાખો કે સરકાર આ સ્કીમની તારીખને હજી આગળ વધારી શકે છે.

Leave a Comment