સ્વાસ્થ્ય મંત્રાલયએ કરી ગંભીર આગાહી ! ભારતના આ 5 રાજ્યોમાં કોરોના વાયરસ સૌથી વધારે ભય.

ભારતના ઘણા રાજ્યોમાં ફેસ્ટિવલ સિઝનના કારણે કોરોના વાયરસથી સંક્રમણનો ભય ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રોજ મંગળવારે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોના કારણે કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ થવાના આંકમાં ઘટાડો થયો છે. 

ફક્ત 5 રાજ્યોમાં 49.4% કેસ ; હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકોમાં કોરોનાના 49.4% કેસ તો ફક્ત કેરળ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં નોંધાયા છે. ફેસ્ટિવલ સિઝનનું સૌથી મોટું કારણ છે. હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું કે, આ ખુબ જ ચિંતાનો વિષય છે અને આ રાજ્યોની સરકાર સાથે સતત વાત કરીએ છીએ. કોવિડ-19 ના કુલ એક્ટિવ કેસના 78% તો દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. 

5 અઠવાડિયાથી મૃત્યુઆંકમાં ઘટાડો ; છેલ્લા 24 કલાકોમાં કોવિડ-19 થી થયેલા મૃત્યુમાં 58 % કિસ્સા પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશોમાં જોવા મળ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક સામેલ છે. જો કે, છેલ્લા પાંચ અઠવાડિયાથી કોવિડ-19 થી મૃત્યુ આંક ભારતમાં નીચે ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના સંક્રમણ થતા અત્યાર સુધી 1 લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં કોરોનાથી પહેલા કરતા વધારે હાલત ગંભીર ; કોરોના વાયરસ(Corona virus) ના કારણે એક વખત ફરી યુરોપિયન દેશોમાં હાલત ગંભીર થઈ રહી છે. યૂરોપના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા કોરોના કેસમાં અચાનક તેજી વધી રહી છે. નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વી.કે. પોલએ એકવાર ફરી જાણકારી આપતા કહ્યું કે, મહામારી યૂરોપના ઘણા દેશોમાં તેજીથી વધતી જોવા મળી રહી છે. 

નીતિ આયોગના ડોક્ટરે કહ્યું કે, યુરોપિયન દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પહેલા આવેલી તબાહીથી વધારે જોવા મળી રહી છે. લોકો પર બીમારીના સંકટ મંડરાઇ રહ્યું છે. અહીં મહામારી એકવાર ફરી ચરમસીમાએ પહોંચી છે. અમેરિકામાં તો લોકો કોરોનાની ત્રીજી વખતનો કહેર વરસી રહ્યો છે. અમેરિકામાં અત્યારના સમયે કોરોનાથી 28 લાખથી વધારે એક્ટિવ કેસ છે. 

ડો.વી. કે. પોલે કહ્યું કે, કોરોના વાયરસના સુપર સ્પ્રેડ નાની સંખ્યામાં થઈ શકે છે. જો ઇન્ફેક્શન ફક્ત 2-4 લોકો સંક્રમિત કરે છે. પરંતુ આ કિસ્સા વાયરસના મોટા સ્તર પર ફેલાવાનો પડકાર પેદા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક્સપર્ટ પહેલા જ કોરોના વાયરસના ટ્રાસમિશન રેટને લઈને પરેશાન છે, જે હવે ઝડથી કોરોના ફેલાવાનું મુખ્ય કારણ છે.

Leave a Comment