વાત્ત, પિત્ત અને કફના કારણે નાની ઉંમરમાં જ સફેદ અને ખરી જતા વાળનો અકસીર ઈલાજ, ત્રીરોગના પ્રભાવને દુર કરી વાળને બનાવી દેશે કાળા, સિલ્કી અને લાંબા…

આયુર્વેદ અનુસાર શરીર પાંચ તત્વોનું બનેલું છે અને જયારે તેમાં અસંતુલન થાય ત્યારે બીમારી થાય છે. આયુર્વેદમાં જણાવવામાં આવેલા દોષોના લોકોની ત્વચા અને વાળ પર અસર પડે છે. આયુર્વેદમાં જણાવવામાં આવેલા દોષો વાત, પિત અને કફ એક પ્રકારે આપણા શરીરની એનર્જી છે અને તેની સાથે આપણા વાળનું સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે. માટે વાળની સમસ્યાના ઈલાજ માટે આ ત્રણ દોષને બેલેન્સ રાખવા જરૂરી છે. આજે અમે તમને આયુર્વેદ અનુસાર અલગ અલગ દોષ માટે અલગ અલગ તેલ ઉપયોગ કરવાના ફાયદા અને  ક્યાં તેલનો ઉપયોગ કરવો તેના વિષે માહિતી આપીશું. 

આયુર્વેદના અલગ અલગ દોષો અનુસાર વાળનું સ્વાસ્થ્ય : આયુર્વેદ અનુસાર આપણી માથાની ખોપરીમાં અલગ અલગ બિંદુઓ આવેલા છે, જયારે આપણે વાળમાં તેલ લગાવીએ ત્યારે તે દોષને ઘટાડે છે તેમજ સંતુલન જાળવી રાખે છે. જયારે ત્રણે દોષો સંતુલિત હોય ત્યારે વાળની લગતી ઘણીબધી સમસ્યાથી બચવામાં ફાયદો મળે છે જેમ કે વાળનું સફેદ થવું, વાળ ખરવા અને ખોડો વગેરે.

આયુર્વેદ અનુસાર વધેલા દોષોના લક્ષણો : 1) વાત દોષ વધવાના લક્ષણો : વાંકડિયા વાળ, વાળ સાવ પાટળા થઈ જવા, વાળનું ફાટી જવું, માથાની ચામડી સૂકાય જવી.
2) પિત્ત દોષ વધવાના લક્ષણો : નાની ઉમરમાં વાળનું સફેદ થવું, વાળમાં દુખાવો, માથું ખોડો અને તેલ વાળું થઈ જવું.
3) કફ દોષ વધવાના લક્ષણો : વાળમાં ખૂબ ખજવાળ આવવી, વાળ ચીકણા થઈ જવા, તેલવાળા વાળ.

દોષો અનુસાર વાળમાં ઉપયોગી તેલ : 1) વાત દોષમાં ઉપયોગી તેલ : જો તમારા વાળમાં વાત દોષના લક્ષણો જોવા મળે છે તો તમારે બદામનું તેલ, તલનું તેલ, ઓલીવનું તેલ અથવા એરંડાનું તેલ નાખવું જોઈએ.

આ તેલ તમારા વાળ માટે ફાયદાકારક છે, અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી ફાયદો મળે છે. વાત દોષમાં વાળ વધારે પડતા સુકા અને પાતળા બને છે. તમે વાળને મજબૂત કરવા ભૃંગરાજ, અશ્વગંધા, શતાવરી વગેરે જેવી ઔષધીનો ઉપયોગ કરી શકો છો. વાત દોષ ઠંડો દોષ છે માટે તમારે તેમાં ગરમ અને પૌષ્ટિક વસ્તુનું સેવન કરવું જોઈએ.

2) પિત દોષમાં ઉપયોગી તેલ : જો તમારે પિત દોષ પ્રધાન છે તો નાળિયેરનું તેલ પિત દોષ શાંત કરે છે. પિત દોષમાં ગરમીના કારણે નાની ઉમરમાં વાળ સફેદ અને પાતળા થવા લાગે છે. આ માટે તમારે વાળમાં આમળા, જાસુદ અને કલોંજી જેવી ઠંડી જડીબુટ્ટી નો ઉપયોગ કરવો અને તેમાં નાળિયેરનું તેલ મેળવવું. તમે બ્રાહ્મીના તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પિતૃદોષ ધરાવતા લોકોએ મસાલેદાર ભોજનથી બચવું ઠંડી તાસીરવાળી વસ્તુનું સેવન વધુ કરવું.

3) કફ દોષમાં ઉપયોગી તેલ : કફ દોષમાં ઓલીવનું તેલ સૌથી સારો વિકલ્પ છે, જો તમે ખોડાની સમસ્યાથી પરેશાન છો તમારે લીમડાના તેલનો ઉપયોગ કરવો. આયુર્વેદમાં કફના દોષમાં ઉપચાર તરીકે અઠવાડિયામાં 2-3 વાર ત્રિફળા, અરીઠા અને શિકાકાઈના પાવડરનો ઉપયોગ વાળ સાફ કરવા કરવો. કફ દોષ વાળા લોકોએ આહારમાં હલકું ગરમ ભોજન લેવું.

વાળમાં તેલ ક્યારે અને કેવી રીતે લગાવવું : આયુર્વેદ અનુસાર અઠવાડિયામાં એકવાર વાળ ધોઈ લેવા. જયારે તમારા વાળ વધુ પડતા સૂકાય ગયેલા હોય ત્યારે 2-3 વાર તેલ લગાવવું. આયુર્વેદ અનુસાર વાળમાં તેલ રાતે લગાવવું જોઈએ ત્યારબાદ આખી રાત વાળમાં રહેવા દેવું અને સવારે નવશેકા ગરમ પાણીથી શેમ્પુથી ધોઈ લેવા.

સુવાના એક પહેલાં તેલ લગાવી દેવાથી ઊંઘ પણ સારી આવી છે, ધ્યાનમાં રાખવું કે આયુર્વેદમાં નાહ્યા બાદ તેલ લગાવવાની સલાહ આપવામાં આવતી નથી કારણ કે જયારે તડકામાં બહાર નીકળો છો ત્યારે ધૂળ માથામાં ચોટે છે અને ગંદકીના કારણે ખોડો અને ઇન્ફેકશની સમસ્યા થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment