માત્ર એક ચપટી આનું સેવન શરીરને ઘણી બીમારીઓથી કરી દેશે મુક્ત, આવી રીતે કરો તેનું સેવન…

આપણા આયુર્વેદમાં ઘણી બધી એવી સામગ્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે આપણા ઘરમાં જ મળી રહે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી થાય છે. તો આપણા ઘરના રસોડામાં જ એવી અમુક વસ્તુઓ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. તો દરેક ઘરના રસોડામાં હિંગ અવશ્ય હોય છે. કેમ કે ભારતીય મસાલાઓમાં હિંગનું પ્રમુખ સ્થાન માનવામાં આવે છે. 

તો હિંગ ભોજનમાં સ્વાદ અને સુગંધ બંને ફેલાવે છે. પરંતુ હિંગ આપણા પેટ માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. એટલા માટે હિંગનો ઉપયોગ આપણા ભોજનમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હિંગ એન્ટી-વાયરલ, એન્ટી-ઈમ્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણમાં હિંગ ભરપુર માત્રામાં હોય છે. હિંગ સ્વાદની સાથે આપણી સેહ્દનું પણ ખુબ જ ધ્યાન રાખે છે.

હિંગથી આપણી પાચન શક્તિ પણ વધે છે. હિંગનું પાણી પીવાથી ઘણી પ્રકારના ફાયદા થાય છે. હિંગનું પાણી આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે હિંગનું પાણી કેમ બને અને સાથે તે પાણી કંઈ કંઈ સમસ્યાઓમાં રાહત આપે છે. માટે આ લેખને અંત સુધી વાંચો. 

હિંગનું પાણી આ રીતે બનાવો : હુંફાળા પાણીમાં એક ચપટી હિંગ મિક્સ કરવાની, તેનાથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. તમે આ પાણીને ખુબ જ આસાનીથી બનાવી શકો છો. હુંફાળા પાણીમાં એક ચમચી હિંગ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવું જોઈએ. તેનાથી અમુક ખાસ બીમારીઓમાં રાહત મળે છે. ભોજન પચાવવા માટે હિંગનું પાણી ખુબ જ લાભકારી હોય છે. શરદી અને માથાના દુઃખાવામાં આપે છે રાહત : હિંગમાં એન્ટીઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુઃખાવાને દુર કરવા માટે સહાયક બને છે. એક ગ્લાસ હિંગનું પાણી માથાના દુઃખાવા માટે ખુબ જ ઉપયોગી છે. શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય અને આ પાણી પીવામાં આવે તો શરદી પણ નથી થતી. 

ઉધરસ અને અસ્થમામાં રાહત મળે છે : કોરી ઉધરસ, અસ્થમા જેવી બીમારીઓમાં પણ રાહત આઓએ છે. તેમાં એન્ટી-વાયરલ અને એન્ટીબાયોટિક ગુણ હોય છે. જે આ બીમારીઓને દુર કરે છે. છાતીમાં દબાણ અને કફ જેવી ગંભીર સમસ્યાઓમાં પણ રાહત આપે છે. હિંગ, સુંઠ અને મધને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો શ્વાસ સંબંધી દરેક સમસ્યામાં રાહત મળે છે.

Leave a Comment