બ્લેક ફંગસ આવી રીતે કરે છે શરીર પર હુમલો, જાણો મ્યુકરમાઈકોસિસ લક્ષણો અને બચવાના ઉપાય.

મિત્રો કોરોના આજે આખા દેશમાં તબાહી ફેલાવી રહ્યો છે. લોકોના જીવ જોખમમાં છે. તેવામાં દરેક માણસે પોતાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે કે, માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે અને વેક્સીન લે. આમ તે પોતાને સુરક્ષિત કરી શકે છે. જ્યારે હાલ તો કોરોનાનો એક નવો રોગ લોકોમાં ડર ફેલાવી રહ્યો છે. તે છે મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ. જો કે આ બીમારી વધવાના કારણો તપાસવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ લોકોને બ્લેક ફંગસના શરૂઆતના લક્ષણોની જાણકારી આપીને તેનાથી બચવાની સલાહ આપી છે. આ કેસો મુખ્ય રૂપે મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. ડો. હર્ષવર્ધનએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, આપણી જાગૃતતા અને શરૂઆતના લક્ષણોને ઓળખીને તેના ખતરાને અટકાવી શકાય છે. 

શું છે મ્યુકરમાઈકોસિસ ? : મ્યુકરમાઈકોસિસ એક એવું ફંગલ ઇન્ફેક્શન છે જેને કોરોના વાયરસ ટ્રિગર કરે છે. કોવિડ-19 ટાસ્ક ફોર્સ એક્સપર્ટ કહે છે કે, આ એ લોકોમાં સહેલાઈથી ફેલાઈ છે જે પહેલેથી જ કોઈને કોઈ બીમારીથી લડી રહ્યા છે. અને તેની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. આ લોકોમાં ઇન્ફેક્શનથી લડવાની ક્ષમતા ઓછી હોય છે. 

ક્યાં લોકોને સૌથી વધુ ખતરો છે ? : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર અમુક ખાસ સ્થિતિમાં જ કોરોના દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનો ખતરો વધી જાય છે. અનિયંત્રિત ડાયાબિટીસ, સ્ટેરોઈડના કારણે નબળી ઇમ્યુનિટી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવું અથવા હોસ્પિટલમાં દાખલ રહેવું, કોઈ અન્ય બીમારી હોવી, પોસ્ટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર અથવા વોરીકોનાઝોલ થેરાપી (ગંભીર ફંગલ ઇન્ફેકશનનો ઈલાજ) ના કેસમાં બ્લેક ફંગસનો ખતરો વધી શકે છે. 

તેના લક્ષણ ક્યાં છે ? : બ્લેક ફંગસમાં મુખ્ય રૂપથી ઘણા લક્ષણો જોવામાં આવે છે. આંખ લાલ થવી અથવા દુઃખાવો થવો, તાવ, માથાનો દુઃખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટીમાં લોહી અથવા માનસિક સ્થિતિમાં બદલાવથી તેના લક્ષણ જાણી શકાય છે. આથી આ લક્ષણોને ધ્યાનથી જોવા જોઈએ. 

કંઈ રીતે શિકાર બને છે ? : એક્સપર્ટના કહ્યા અનુસાર હવામાં ફેલાયેલ રોગાણુઓના સંપર્કમાં આવવાથી કોઈ માણસ ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બની શકે છે. બ્લેક ફંગસ દર્દીની સ્કિન પર પણ વિકસિત થઈ શકે છે. સ્કીન પર ઈજા, ઘસારો અને બળેલા ભાગ પરથી તે શરીરમાં દાખલ થઈ શકે છે. 

મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે બચી શકાય છે ? : બ્લેક ફંગસથી બચવા માટે ધૂળ વાળી જગ્યાઓ પર માસ્ક પહેરીને રાખો. માટી, ખાતરની નજીક જતી વખતે બુટ, મોજા, ફૂલ સ્લીવ શર્ટ અને ટ્રાઉઝર પહેરો, સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ડાયાબિટીસ પર કંટ્રોલ, ઈમ્યુનો મોડ્યુલેટીંગ ડ્રગ, અથવા સ્ટેરોઈડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાથી તેનાથી બચી શકાય છે. 

બ્લેક ફંગસથી બચવા માટે શુ કરવું જોઈએ ? : બ્લડ શુગરને કંટ્રોલમાં રાખો, કોવિડ-19 થી રિકવરી પછી પણ બ્લડ ગ્લુકોઝનું લેવલ મોનીટર કરો. સ્ટેરોઈડનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરો. ઓક્સિજન થેરાપી દરમિયાન હ્યુમિનીટી ફાયર માટે સાફ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. એન્ટી બાયોટીક અથવા એન્ટીફંગલ દવાઓનો ઉપયોગ જરૂર પડવા પર જ કરવો. 

શું ન કરવું જોઈએ ? : બ્લેક ફંગસથી બચવા માટે તેના લક્ષણોને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ. બંધ નાક વાળા બધા કેસને બેક્ટેરીયલ સાઈનસાઈટીસ સમજવાની ભૂલ ન કરો. ખાસ કરીને કોવિડ-19 અને ઈમ્યુનો સપ્રેશનના કેસમાં આવી ભૂલ ન કરો. 

ફંગલ એટીયોલોજીની તપાસ માટે KOH ટેસ્ટ અને માઈક્રોસ્કોપની મદદ લેવાથી બચવું જોઈએ, જો ડોક્ટર તેનો તરત જ ઈલાજ કરવાની સલાહ આપે છે તો તેને અવગણશો નહિ. રિકવરી પછી પણ જણાવેલ લક્ષણની અવગણના ન કરો. કારણ કે ઘણા કેસમાં રિકવરી પછી એક અઠવાડિયા પછી અથવા તો એક મહિના પછી પણ આ લક્ષણ જોવા મળ્યા છે. 

તમને જણાવી દઈએ કે મ્યુકરમાઈકોસિસના કેસ હવે મહારાષ્ટ્ર સિવાય બીજા રાજ્યોમાં પણ આવી રહ્યા છે. આ સમયે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, અને રાજસ્થાનમાં પણ બ્લેક ફંગસના કેસ જોવા મળી રહ્યા છે. આ દર્દીની આંખ, નાકનું હાડકું અને જડબાને પણ ખુબ નુકશાન પહોંચાડી શકે છે.

Leave a Comment