ત્વચાને સ્વસ્થ, સુંદર, યુવાન અને ગુલાબી બનાવવા માટે ખાવ આ પીળી વસ્તુ, આંખોથી લઈને શરીરની અનેક સમસ્યાઓમાં લાભદાયક… જાણો ખાવાની રીત..

મિત્રો ડ્રાયફ્રુટનું સેવન આપણને અનેક રીતે મદદરૂપ થાય છે. ત્વચા ને ગુલાબી બનાવી રાખવા માટે જરદાળું ખૂબ જ સરસ રીતે કામ કરે છે. જરદાળું માં પર્યાપ્ત પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી ઉપલબ્ધ હોય છે. જે ત્વચાને કરચલી થી બચાવે છે તેની સાથે જરદાળું આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચા આપણા શરીરનો સૌથી મોટો બાહ્ય ભાગ છે. ત્વચા ના કારણે આપણા શરીરના બાહ્ય રોગોથી બચાવ થઈ શકે છે. તેની સાથે જ ત્વચા આપણી સુંદરતામાં ચાર ચાંદ પણ લગાવે છે. આ જ કારણે મહિલાઓને પોતાની ત્વચાની સૌથી વધારે ચિંતા હોય છે. ઉંમર વધવા સાથે ત્વચાની ડલનેસ થવી સામાન્ય વાત છે પરંતુ આપણી નિષ્કાળજી આજકાલ ત્વચાને સમયથી પહેલા વૃદ્ધ બનાવી દે છે.જોકે આપણે પોતાની લાઈફ સ્ટાઈલમાં સારી વસ્તુઓને સામેલ કરીએ તો આપણી ત્વચા હંમેશા જ વાન દેખાશે. ત્વચામાં ગુલાબી ચમક લાવવા માટે જરદાળું ચમત્કારિક ડ્રાયફ્રુટ છે. જરદાળુ પોષક તત્વોનો ખજાનો છે જરદાળુમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, સોડિયમ, આયર્ન,કેલ્શિયમ, ફાઇબર, વિટામિન એ, વિટામીન સી વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે સ્વાસ્થ્ય ને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

👉જરદાળુ ના ફાયદા:- 

1) હૃદય રોગો અને સ્થૂળતા માટે:- એક ખબર પ્રમાણે જરદાળું માં ક્લોરોજેનિક એસિડ, કેટેચીન અને ક્લિરસેટિન નામના કમ્પાઉન્ડ ઉપલબ્ધ હોય છે. અમેરિકન બાયોટેકનોલોજી ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે આ ત્રણેય કમ્પાઉન્ડ શરીરમાં ફ્રી રેડીકલ્સ નો નાશ કરે છે. જે આપણા શરીર માટે ખૂબ જ નુકશાનદાયક હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને વધારે છે, જેના કારણે અનેક બીમારીઓ થાય છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસના કારણે સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ પણ વધે છે. આ રીતે જો તમે જરદાળું નું નિયમિત સેવન કરો છો તો હૃદય રોગ અને સ્થૂળતા થી દૂર રહી શકો છો.2) ત્વચા માટે ફાયદાકારક:- જરદાળુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂરજની રોશની,પ્રદૂષણ, ધુમ્રપાન વગેરેના કારણે ત્વચા ને ખૂબ જ વધારે નુકસાન પહોંચે છે પરંતુ તમે સ્વસ્થ ડાયટથી આ નુકસાનોથી બચી શકો છો. જરદાળું માં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. જે સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. તેની સાથે જરદાળું માં વિટામિન સી અને વિટામિન ઈ બંને હાજર હોય છે જે ત્વચા પર કરચલીઓ બનવા નથી દેતું. જોરદાળું ના સેવનથી પર્યાવરણના કારણે ત્વચાને થતા નુકસાનથી પણ બચાવી શકે છે.

3) આંખોની રોશની વધારે:- જરદાળુના સેવનથી આંખોની રોશની તેજ કરી શકાય છે. જોરદાળું માં પુષ્કળ પ્રમાણમાં વિટામીન એ અને વિટામીન ઈ ઉપલબ્ધ હોય છે. વિટામીન એ રાત્રે આંધત્વ થી બચાવે છે જે આંખોમાં લાઈટ પીગમેન્ટના કારણે થાય છે. વિટામિન ઈ વસાના કારણે દ્રવ્યશીલ વિટામિન છે જે સીધુ આંખો સુધી પહોંચે છે અને આંખોને ફ્રી રેડીકલ ના કારણે થતા નુકસાનથી બચાવે છે. તેની સાથે જ જરદાળું માં બીટાકેરોટીન ઉપલબ્ધ હોય છે જે શરીરમાં વિટામીન એ માં બદલાઈ જાય છે.4) પાચનની સમસ્યા દૂર કરે:- જરદાળુ આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. એક કપ છોલેલું જરદાળું માં 3.3 ગ્રામ ફાઇબર હોય છે, જે કોઈપણ વ્યક્તિ માટે પાચનને સારું બનાવવા માટે ફાયદાકારક હોય છે. જરદાળું માં દ્રવ્યશીલ અને અદ્રવ્યશીલ બંને પ્રકારના ફાઈબર હોય છે. દ્રવ્ય શીલ ફાઇબર પાણીમાં ઓગળી  જાય છે અને તેમાં પેક્ટિન, ગમ અને પોલિસેકરાઇડ્સ નીકળે છે. જ્યારે અદ્રવ્યશીલ ફાઇબર પાણીમાં ઓગળતા નથી અને તે સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ અને લિગ્નિન નામના રસાયણો બનાવે છે. આ બધાથી પાચન શક્તિ મજબૂત થાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment