જાણો લાલ અને લીલા રંગના ટમેટા વચ્ચેનો તફાવત, ક્યાં રંગના ટમેટામાં હોય છે વધુ ગુણો અને ફાયદા… લાલ ટમેટા ખાતા લોકો જરૂર જાણો આ માહિતી…

મિત્રો આપણા ભારતીય ઘરોમાં ટામેટાનો વપરાશ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ટામેટા વગરની રસોઈ પણ અધૂરી માનવામાં આવે છે. તેનો ઉપયોગ ન કેવળ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ આ ખૂબ જ ફાયદાકારક હોય છે. ટામેટામાં હાજર પોષક તત્વો ના કારણે તેની ગણતરી સુપરફુડ રૂપે કરવામાં આવે છે. પરંતુ કેટલીક વાર બજારમાં જ્યારે આપણે ટામેટા ખરીદવા જઈએ છીએ તો મનમાં એ પ્રશ્ન થાય છે કે સ્વાસ્થ્ય માટે લાલ ટામેટું વધારે ફાયદાકારક હોય છે કે લીલું ટામેટું. તો આવો જાણીએ સાચું શું છે?

જ્યારે પણ આપણે સલાડ કે શાક માટે ટામેટા ખરીદીએ છીએ તો મીઠા અને પલ્પ વાળા લાલ ટામેટા ની પસંદગી વધારે કરીએ છીએ. તેમાં મીઠાશ પણ રહે છે અને સાઈટ્રિક ટેસ્ટ પણ. તેનો ઉપયોગ આપણે અનેક રીતે ખાવા માટે કરીએ છીએ. ઉદાહરણ રૂપે તમે તેનું શાક પણ બનાવી શકો છો સલાડ, ચટણી અને સૂપ પણ બનાવી શકો છો.જ્યારે વાત લીલા ટામેટાની આવે છે તો તેનો ઉપયોગ શાક અને દાળ માટે સારો માનવામાં આવે છે. વિશેષ રૂપે જ્યારે તમે કોઈ પ્રકારની કરી બનાવતા હોય તો તે પોતાની ખટાશ ના લીધે શાકમાં એક નવો સ્વાદ લાવે છે. રસોયા પ્રમાણે લીલા ટામેટાને પકવીને ખાવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેમાં સોલનિના નું પ્રમાણ વધારે હોય છે જેને માણસો માટે ઓળખવું મુશ્કેલ બની શકે છે.

તેની અસરને ઓછી કરવા માટે તમે તેને પકવીને ખાઓ એ સારું રહેશે.જો લાલ અને લીલા ટામેટામાં ન્યુટ્રિશનલ વેલ્યુ ની વાત કરીએ તો લાલ ટામેટા માં બીટા કેરોટીન ઉચ્ચ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. લાલ ટામેટામાં લાઈકોપીન એન્ટિઓક્સિડન્ટ પણ વધારે ઉપલબ્ધ હોય છે જે કેન્સરને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લાઈકોપીનના કારણે જ ટામેટાનો રંગ લાલ અને બ્રાઇટ હોય છે. આ લીલા ટામેટામાં ઉપલબ્ધ નથી હોતું.જોકે લાલ અને લીલા બંને ટામેટામાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ લાલ ટામેટામાં તેનું પ્રમાણ લીલા ટામેટાની તુલના એ વધારે હોય છે. પરંતુ જ્યારે આપણે તેને પકવી દઈએ છીએ તો વિટામીન સી નું પ્રમાણ ઓછું થઈ જાય છે. અને લાયકોપીનનું પ્રમાણ વધી જાય છે. ફાઇબરના કિસ્સામાં પણ લાલ ટામેટા વધારે ફાયદાકારક હોય છે.

લીલા ટામેટા ના ફાયદા ની વાત કરીએ તો તેમાં લાલ ટામેટાની તુલનાએ એનર્જી, પ્રોટીન, કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. એટલું જ નહીં વિટામિન કે,થીયામીન, કોલાઇન, આયર્ન, વિટામીન સી પણ તેમાં વધારે હોય છે. જ્યારે લાલ ટામેટામાં લીલા ટામેટાની તુલના એ ડાયટરી ફાઇબર વધારે હોય છે. જ્યારે વિટામીન એ, વિટામિન ઈ, ફોલેટ, મેગ્નેશિયમ ઝીંક લીલા ટામેટાની તુલનામાં વધારે ઉપલબ્ધ હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment