આ છે ભીષણ ગરમી અને હીટ વેવથી બચવાના 100% કારગર ઉપાય… ગમે તેવા તડકામાં પણ નહિ લાગે લૂ… એકવાર અજમાવો આખો ઉનાળો શરીર રહેશે ઠંડું ગાર…

માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનું ઉગ્ર વલણ દર્શાવવાનું શરૂ કર્યું છે. દિવસમાં તેજીથી ચડતો તાપનો પારો  લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં તો ઉગ્ર ગરમી શરૂ પણ થઈ ચૂકી છે. એવામાં આ ઋતુમાં સૌથી વધારે જરૂરી છે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આકરી ગરમી પોતાની સાથે અનેક બીમારીઓને પણ લઈને આવે છે. અને આ આકરી ગરમી મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેથી તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ગરમીને 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે અને તેને જ ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ચથી મેં સુધી ચાલવા વાળી હીટ વેવ માટે એડવાઈઝરી પણ શરૂ કરી દીધી છે. 

માર્ચથી મે મહિનામાં તાપમાનમાં મોટો ઉછાળો આવતો જાય છે અને હીટ વેવ પણ શરૂ થઈ જાય છે. હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાનું જોખમ પણ ઘણું વધી જાય છે. એવામાં શરીરને સ્વાસ્થ્યમંદ રાખવા માટે યોગ્ય તાપમાન અને યોગ્ય લાઇફ સ્ટાઇલ ની કાળજી કરવી જોઈએ. એડવાઈઝરીની  વાતોને લઈને ડોક્ટર કહે છે કે આ ઋતુમાં બાળકો અને વૃદ્ધોએ બચવાનું ખૂબ જ વધારે જરૂરી છે કારણ કે તેઓ જલ્દી બીમાર પડે છે. આટલી વાતોનું પાલન કરીને લૂ થી થઈ શકે છે બચાવ:-

1) સૌથી વધારે જરૂરી છે કે બપોરે 12 થી 3 સુધી બહાર ન નીકળવું આ સમયે સૂર્ય સૌથી વધારે ગરમ હોય છે. જો ઓફિસ કે દુકાને જવાનું હોય તો સવારમાં વહેલું જતા રહેવું અને સાંજ ઢળ્યા પછી ઘરે આવવું.

2) તમારી પાસે મોસમની અપડેટ રાખવી અને એવા પ્રવાહી લેવાના જેથી તમારી એનર્જી જળવાયેલી રહે. જેમાં તમે લીંબુ પાણી, છાસ,લસ્સી, સારા ફળનું સેવન કરી શકો છો.

3) તળેલું, મસાલેદાર, ફેટી ખાવાથી બચવાનું છે. ચા, કોફીનું પ્રમાણ ઓછું કરી દેવું અને જો વધારે ગરમી હોય તો તે સમયે ખાવાનું પણ ન બનાવો.

4) ગરમીથી થતી બીમારીઓને જોતા જરૂરી દવાઓનો સ્ટોક રાખી લેવો તેના સિવાય ઓઆરએસ ના પાઉચ અને બાકી સામાન હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ભેગો કરી લેવો.

5) ઉનાળામાં શરીરમાંથી પરસેવો ખૂબ જ નીકળે છે. તેનાથી બોડીમાં પાણીની કમી થઈ જાય છે. તેથી તમારે હાઇડ્રેશન લેવલનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ઉનાળાના દિવસોમાં વધુમાં વધુ પાણી પીવું. જો તમે તાપમા નીકળતા હોય તો એક બે ગ્લાસ પાણી પીને જ બહાર નીકળવું. નહીં તો લૂ લાગવાનું જોખમ વધી જાય છે.

6) ઉનાળામાં પણ ડાયટ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પૌષ્ટિક,હળવો અને પ્રવાહી ખોરાક લેવો. જ્યુસ ઓઆરએસ, દહી, લસ્સી, છાસ, ઠંડાઈ નું સેવન વધુમાં વધુ કરવું સીઝનલ શાકભાજી અને ફળ ખાવા. તરબૂચ, કાકડી, ટામેટા, સંતરા જેવા વધુ રસદાર ફળોનું સેવન કરવું. આમલીનું પાણી અને કાચી ડુંગળીનું સેવન કરવું. કાચી કેરીનો બાફલો પીવો. આનાથી લૂ લાગવાનું જોખમ ઓછું રહે છે.7) ઘરેથી બહાર નીકળતી વખતે કોટનના હળવા કપડાં પહેરવા તમારા શરીરને કવર કરીને રાખવું. આખી બાય વાળા કપડા પહેરવા. મોઢા પર રૂમાલ કે સ્કાફ બાંધી લેવો.

8) તાપમાં બહાર ન નીકળવું ખાસ કરીને બપોરે ત્રણ વાગ્યા સુધી ઘરમાં જ રહેવું. તો પણ એવી કોઈ મજબૂરી હોય કે જવું જ પડે તો બહાર નીકળતી વખતે ટોપી, ટુવાલ કે છત્રી નો ઉપયોગ કરવો. 

9) ઉનાળાના દિવસોમાં સૌથી વધારે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આપણે અચાનક થી ઠંડી કે ગરમ જગ્યા પર ન જવું જોઈએ. જો તમે ઘરમાં કુલર કે એસીમાં બેઠા હોય અને અચાનક તાપમાં નીકળી રહ્યા હોય તો હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.તેથી એ સારું રહેશે કે કુલર કે એસી બંધ કરીને થોડા સમય બાદ બહાર નીકળવું તેનાથી શરીર પર તાપમાનની એકદમ અસર નહીં થાય. આ જ રીતે જો તમે બહાર તાપમાં રહીને ઘર કે ઓફિસની અંદર આવી રહ્યા હોય તો સીધા જ એસી કે કુલરની પાસે ન બેસવું. થોડીવાર પરસેવો સુકાયા બાદ જ ઠંડી જગ્યા પર જવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment