જાણો આ સ્પેશિયલ ઉનાળુ ડાયટ પ્લાન, 99% લોકોને ખબર નહિ હોય કે, ઉનાળામાં શું ખાવું અને શું ન ખાવું…. આખો ઉનાળો બીમાર ન પડવું હોય તો ખાસ જાણો…

મિત્રો ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. અને એવામાં તમારે તમારા ખાન પાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત હોય છે. ઉનાળામાં ખાવામાં આવતી વસ્તુઓ શરીરની અંદર ગરમીને વધારી દે છે. જે કબજિયાત, અપચો, પેટનો દુખાવો અને ઊંઘમાં ખરાબી નું કારણ બને છે.

ઉનાળામાં ખાવાથી તમને ઉલટી, ચક્કર, આવવા પણ સામાન્ય બાબતો થઈ જાય છે. તેથી ઉનાળામાં તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને અંદરથી ઠંડક આપે. તાપમાન વધવાથી શરીરની ઉર્જા પણ ઓછી થઈ જાય છે તેથી તમારે એવા સમયમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સૌથી પહેલા તમારે તમારા ખાવા પર ધ્યાન આપવું જરૂરી છે. તેથી આજે અમે તમને જણાવીશું ઉનાળાના દિવસોમાં તમારે શું શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. તેથી તમારુ સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે અનેક બીમારીઓથી બચી રહેશો.

 ઉનાળામાં શું ખાવું:-

1) ફળ-શાકભાજી:- મોસમી ફળ અને શાકભાજીનું સેવન કરો. ઉનાળામાં મોસમી ફળ અને શાકભાજીનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત અને તરોતાજા રહે છે.તેથી તરબૂચ, શક્કરટેટી, કાકડી, ફાલસા, અનાનસ, મોસંબી અને લીચી ખાવું ફાયદાકારક છે. આના સેવન થી શરીરમાં પાણીની કમી નહીં થાય. તેના સિવાય દુધી, તુરીયા,ભીંડા, ટીંડોળા જેવા શાકભાજી ખાવા જોઈએ તેનાથી ગરમીમાં સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વોની પણ પૂરતી થાય છે.

2) સલાડ:- ઉનાળામાં હળવું ભોજન કરવું જોઈએ જેથી સલાડને જરૂર સામેલ કરવું જોઈએ કેટલાક લોકો ઉનાળામાં ભોજનમાં સલાડ ખાવાનું વધારે પસંદ કરે છે. સલાડમાં તમે કાકડી, ટામેટાને સામેલ કરી શકો છો.

3) વિટામીન બી થી ભરપૂર આહાર:- ઉનાળામાં વિટામીન બી થી ભરપૂર આહાર લેવો જોઈએ જેથી શરીર તંદુરસ્ત અને ચુસ્ત રહે છે. સાથે જ માસ પેશીઓનો દુખાવો અને થાકમાં પણ રાહત મળે છે.4) સ્પ્રાઉટેડને પણ કરો સામેલ:- ઉનાળાની ઋતુમાં જેટલું વધારે ફાઇબર ખાશો તેટલું જ તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. ખાવામાં સલાડ, સ્પ્રાઉટેડ જરૂર સામેલ કરો.તેનાથી માસ પેશીઓ મજબૂત થાય છે અને પેટની સમસ્યા પણ નહીં થાય.

5) પ્રવાહી પદાર્થનું કરો સેવન:- ગરમીના પ્રકોપથી બચવા માટે નારીયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. સાથે જ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે લીંબુ પાણી, શેરડીનો રસ વગેરેનું સેવન કરી શકો છો. શરીરમાં પાણીની યોગ્ય માત્રા જાળવી રાખવાથી પૂરતા મિનરલ અને વિટામિન મળે છે.

 ઉનાળામાં શું ન ખાવું:- 

1) મસાલા:- ઉનાળામાં વધારે મસાલેદાર ભોજનનું સેવન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. જેથી તમે અનેક બીમારીઓનો શિકાર બની શકો છો, તેથી ગરમીમાં મરચા, આદુ,કાળા મરી, તજ અને જીરા જેવા મસાલાનું સેવન ઓછું કરવું કે ન કરવું.2) ચા અને કોફી:- ચા અને કોફી પીવાના શોખીન લોકો તો આની કોઈપણ ઋતુમાં પરેજી નથી કરતા. તેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન વધે છે. ઉનાળામાં જો તમે હેલ્ધી રહેવા ઈચ્છતા હોય તો આજથી જ આનાથી દૂર રહેવું.

3) રેડ મીટ:- ઘણા બધા લોકો ઉનાળાની ઋતુમાં રેડમીટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. તેનું સેવન શરીરમાં ગરમી વધારી દે છે.

4) ઓયલી અને જંક ફૂડ:- શિયાળો હોય કે ઉનાળો હોય જંકફૂડનું સેવન દરેક ઋતુમાં શરીર માટે હાનિકારક હોય છે. પરંતુ ઉનાળામાં આનું સેવન કબજિયાત અને પેટની ખરાબી જેવી સમસ્યાઓને વધારે ઉત્પન્ન કરી શકે છે.5) ડ્રાયફ્રૂટ્સ:- આમ તો ડ્રાયફ્રુટ નું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ ઉનાળામાં તેને પ્રમાણસર જ ખાવું જોઈએ. ડ્રાયફ્રૂટની તાસીર ગરમ હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.

6) ઠંડુ પાણી પીવાથી બચો:- ઉનાળામાં જેટલું બની શકે નોર્મલ પાણી પીવાની કોશિશ કરવી. ફ્રીજના પાણી ની જગ્યાએ ઘડા નું કે માટલાનું પાણી પીવો. ઉનાળામાં લુ થી બચવા માટે નોર્મલ પાણી પીવું જોઈએ ઠંડુ પાણી પીવાથી વજન વધવાનો પણ ડર રહે છે.

અન્ય ટીપ્સ:- ઉનાળામાં ખાન પાન સિવાય એક્સરસાઇઝ કે યોગા પણ જરૂરી છે. જો તમારી પાસે એક્સરસાઇઝ કે યોગા કરવાનો સમય ન હોય તો સવારે અને સાંજે ચાલવાનું ન ભૂલવું. ઉનાળામાં વધુ સમય સુધી ખાલી પેટ રહેવાથી શરીરમાં પૌષ્ટિક તત્વોની કમી આવી જાય છે. જેથી કમજોરીની સાથે સાથે અનેક બીમારીઓ થવાનો ડર પણ રહે છે. તેથી વધારે લાંબા સમય સુધી ખાલી પેટ ન રહેવુ .ઉનાળાની ઋતુમાં પાણી ખૂબ જ પીવું જોઈએ. કારણકે ગરમીમાં આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, જેથી ડિહાઇડ્રેશન નું જોખમ વધી જાય છે. દિવસભર કોશિશ કરવી કે વધુમાં વધુ પાણી પીવું. ઉનાળામાં ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ વધારે રહે છે તેથી ફ્રેશ ખાવાનું જ ખાવું.

ઉનાળાની ઋતુમાં ચક્કર, ઉલટી જેવી સમસ્યાઓ વધારે થાય છે. તો જરૂરી દવાઓ પોતાની સાથે હંમેશા રાખવી. આપણા શરીરને વધુ પાણીની આવશ્યકતા હોય છે તેથી ક્યાંય બહાર જતી વખતે પોતાની પાસે પાણી જરૂર રાખો. તેના સિવાય એવા કપડાં પસંદ કરવા જે હળવા હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment