ઉનાળાનું અમૃત આવા લોકો માટે છે ઝેર સમાન, આડેધડ શેરડીનો રસ પીતા પહેલા જાણી લ્યો આ માહિતી… નહિ તો ફાયદાને બદલે થશે નુકશાન….

મિત્રો આપણા દેશમાં શેરડી સૌથી મીઠી કુદરતી પેદાશ છે. આનાથી મીઠું કદાચ જ કંઈક હોય. મીઠું હોવા છતાં શેરડી અનેક બીમારીઓમાં ઉપયોગમાં લઇ શકાય છે. જોન્ડિસ,હિપેટાઇટિસ ની બીમારીઓમાં શેરડીનો રસ દર્દીઓને ખૂબ પીવડાવવામાં આવે છે. પેટને સાફ કરવા માટે પણ શેરડીના રસનું સેવન ફાયદાકારક છે. શેરડીમાં વધુ પ્રમાણમાં આયર્ન હોય છે જે લોહીને સાફ કરવા માટે પણ ઓળખાય છે.

શેરડીનો રસ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. આટલો ફાયદાકારક હોવા છતાં શેરડીનો રસ કેટલીક બીમારીઓમાં ખૂબ જ જોખમકારક બની શકે છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે શેરડીનો રસ ઇન્સ્યુલિનને વધારે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શેરડીનો રસ બ્લડ સુગર સ્પાઇકને જોખમકારક સ્તર પર પહોંચાડે છે. તેના સિવાય અનેક પરિસ્થિતિઓમાં શેરડીનો રસ નુકસાન પહોંચાડે છે.આટલી બીમારીના લોકોએ શેરડીના રસથી દૂર રહેવું:- 

1) ડાયાબિટીસ:- જો તમને ડાયાબિટીસ હોય તો શેરડીના રસનું બિલકુલ પણ સેવન ન કરવું. હેલ્થ લાઈનની ખબર પ્રમાણે હાઈ સુગર ડ્રીંકની તુલના એ શેરડીનો રસ ખૂબ જ મીઠો હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસનું સેવન કોઈ પણ હલતમાં ન કરવું જોઈએ. શેરડીનો રસ પીતા જ બ્લડ સુગર જોખમકારક સ્તર પર પહોંચી શકે છે. જોકે નાના સ્તર પર થયેલા એક અધ્યયનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શેરડીના રસમાં પોલીફેનોલ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે જે પેનકિયાઝ (સ્વાદુપિંડ) માં ઇન્સ્યુલિનના પ્રમાણને વધારે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આ રિસર્ચને નકારી છે અને ડાયાબિટીસના દર્દીઓને શેરડીના રસથી દૂર રહેવાનું કહ્યું છે.

2) હૃદયના રોગ:- વેબ એમડી ની ખબર પ્રમાણે શેરડીના રસને લઈને 2014માં જામા ઇન્ટર્નલ મેડિસિનમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કેજે લોકો પોતાની એનર્જીની 20 ટકા ઉર્જા ખાંડથી પ્રાપ્ત કરે છે, તેમાં હૃદય રોગથી મરવાની આશંકા 38% સુધી વધી જાય છે. કારણ કે શેરડીના રસમાં વધારે પ્રમાણમાં ખાંડ હોય.છે તેથી હૃદયના દર્દીઓએ શેરડીના રસથી દૂર રહેવું જોઈએ.3) બ્લડ પ્રેશર:- વેબ એમડી પ્રમાણે શેરડીના રસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. કારણ કે વધારે ગળ્યું બીપી ને વધારે હાઈ કરી દે છે, તેથી હાઈ બીપી ના દર્દીઓએ શેરડીનો રસ ન પીવાની સલાહ આપવામાં આવે છે. 

4) કોલેસ્ટ્રોલ:- શિરડી નો રસ કોલેસ્ટ્રોલ  પણ વધારી શકે છે. તેથી જે વ્યક્તિઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધેલો હોય તેમણે શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ. તેમજ શેરડીના રસથી ફેટી લીવરના રોગનું પણ જોખમ હોય છે.

5) સ્થૂળતા:- શેરડીના રસનું જો તમે સતત સેવન કરી રહ્યા હોય તો તમારું વજન અચાનક વધી શકે છે. વજન વધવા માટે સુગરનું ઘણું મોટું યોગદાન હોય છે. તેથી સ્થૂળતાથી બચવા માટે પણ શેરડીના રસનું સેવન કરવાથી બચવું જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment