ફક્ત 4 અઠવાડિયામાં વાળની તમામ સમસ્યાઓ માંથી મળી જશે છુટકારો, ઘર બેઠા જ કરો આ કામ…

જાડા અને મજબૂત વાળ માટે હેર સ્પેશિયલ હેલ્દી ડાયટ એટલું જ જરૂરી છે, કે જેટલી હેલ્દી શરીર માટે પૌષ્ટિક આહારની. જ્યારે ભોજન લગભગ આ પ્રકારનું હોતું નથી. આપણામાંથી ઘણા લોકો જાણતા નથી કે વાળ માટે પણ ઘણી કેર લેવી જરૂરી હોય છે.

તો આજે અમે તમને વાળ માટે અમુક ખાસ ટીપ્સ જણાવશું. આ ટિપ્સથી તમારા વાળ જાડા પણ થશે અને મજબૂત પણ થશે. આ માટે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ટીપ્સને અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જો તમે આ ટીપ્સને પૂરી ગંભીરતાથી ફોલો કરશો, તો તમે વિશ્વાસ કરો કે 4 અઠવાડીયામાં તમારા વાળમાં ખુબ જ સારું પરિણામ જોવા મળશે.

તમારા વાળની પહેલી જરૂરિયાત : તમારા વાળ ઝડપથી ઊગી શકે, આ માટે વાળમાં ફોલિક્લ્સ ઉર્જાની જરૂર હોય છે. હેર ફોલિક્લ્સને આ ઉર્જા પ્રોટીન અને કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ માંથી મળે છે. તેને મેળવવા માટે તમારે તમારા ડાયટમાં બ્રાઉન રાઈસ, ઓટમીલ અને સાબૂત અનાજ સામેલ કરવા પડે છે.

વાળની બીજી મહત્વપૂર્ણ જરૂરિયાત : સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે, વાળના વિકાસ માટે આયરનની જરૂર પડે છે. પરંતુ આપણે ભૂલી જઇએ છીએ કે આયરનને એબ્જોર્બ કરવા માટે વિટામિન-સીની પણ જરૂર પડે છે. તેના વગર વાળને પર્યાપ્ત માત્રામાં પોષણ મળતું નથી. પરંતુ જો તમે વધારે માત્રામાં આલ્કોહોલનું સેવન કરો છો, તો તમારા શરીરમાં રહેલ વિટામિન-સીના સ્તરને ખુબ જ નુકશાન થાય છે. આ કારણથી તમારા શરીરમાં આયરનની પર્યાપ્ત માત્રા મળતી નથી અને વાળનો ગ્રોથ ઓછો થઈ જાય છે અથવા તો વાળ ઉતરવા લાગે છે.

સપ્લીમેંટ્સની અસર : વાળ એ આપણા શરીરની આવશ્યક જરૂરિયાત છે, તેથી તેમને ઉચ્ચ પોષણ મૂલ્યની જરૂર હોય છે. તેવામાં ભોજનથી જ તમારા વાળની જરૂરત પૂરી થતી નથી. આ માટે જ, આ સપ્લીમેંટ્સ તમને કામ આવી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ સપ્લીમેન્ટસ કોઈના કહેવાથી અથવા તો કોઈનું અનુસરણ કરીને ન લેવી જોઈએ. ડોક્ટરની સલાહ લઈને પછી જ શરૂ કરવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં અલગ-અલગ વસ્તુઓની જરૂર હોય છે અને અલગ ડોઝની જરૂર હોય છે.

લાંબા અને જાડા વાળ માટે જરૂરી પોષકતત્વોની જરૂર : વાળને લાંબા-જાડા અને મજબૂત બનાવવા માટે તમારે અન્ય ઘણા પોષકતત્વોને પણ તમારા ડાયટમાં શામિલ કરવા પડે છે. જેમ કે, અહી બતાવેલ ખાસ પોષકતત્વોને સાચી માત્રામાં તમારા ભોજનમાં શામિલ કરો અને પછી જુઓ જાદુ. જેમાં બાયોટિન, ઝીંક, વિટામિન- બી 12, વિટામિન-ડી, એમીનો એસિડ.

આ રીતે વધારી શકો છો હેર ગ્રોથ : જેમાં સપ્લીમેંટ્સ, બૈલેન્સ ડાયટ, હેર કેર ટ્રીટમેન્ટ. આ ત્રણેય રીતો દ્વારા તમે તમારા વાળના ગ્રોથને વધારી શકો છો અને વાળની દરેક જરૂરિયાતને પૂરી કરી શકો છો. હેર કેર પ્રોડક્ટ વિશે અને ઘરેલુ ઉપાયો વિશે તો અમે તમને લગભગ જણાવતા જ હોઈએ છીએ. સપ્લીમેંટ અને ડાયટ પર જો તમે ધ્યાન આપશો તો, તમારા વાળનો ગ્રોથ જરૂરથી ઝડપથી વધી જશે અને વાળ જાડા થશે. 

આમ તમે લાંબા અને મજબુત વાળ માટે તેમજ ખરતા વાળ અટકાવવા માટે શરીરને આવશ્યક પોષક તત્વો આપવા ખુબ જ જરૂરી છે. જે તમારા વાળનો ગ્રોથ વધારે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment