સફેદ વાળને કાળા કરવા મફતમાં ઘરે જ બનાવી લાગવી દો આ હેર ડાઈ, 2 વારમાં જ થઈ જશે એકદમ કાળા ચમકદાર…

વ્યસ્ત જીવનશૈલીમાં યોગ્ય ખાનપાન ન મળવાથી નાની ઉંમરે જ સફેદ વાળ થવા લાગે છે. પોતાના સફેદ વાળ છુપાવવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. ઘણા લોકો સફેદ વાળને છુપાવવા માટે કેમિકલ્સ યુક્ત ડાઈનો ઉપયોગ કરે છે. જ્યારે ઘણા લોકો પોતાના વાળમાં મહેંદી લગાવે છે. જે તમારા વાળનો કલર ખરાબ કરે છે. કેમિકલ્સ યુક્ત ડાઈનો ઉપયોગ કરવાથી ભલે તમારા વાળ થોડા સમય માટે કાળા થઈ જાય, પણ તેનાથી તમને વાળની ઘણી સમસ્યા થઈ શકે છે. 

તેમાં ખાસ કરીને વાળ ખરવાની સમસ્યા પ્રમુખ છે. આથી પોતાના વાળમાં કેમિકલ્સ યુક્ત ડાઈ ન લગાવો. પણ ઘરમાં જ તૈયાર હોમમેડ ડાઈ લગાવો. જેનાથી તમારા વાળને કુદરતી કાળાશ મળે છે. આજે અમે તમને આ લેખમાં કાળા મરીથી ડાઈ બનાવવાની રીત જણાવશું. જેનાથી તમે સફેદ વાળથી છુટકારો મેળવી શકશો. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

ઘરે જ કાળા મરીથી ડાઈ બનાવવાની રીત અને આવશ્યક સામગ્રી : કાળા મરીનો પાવડર – 1 ચમચી, દહીં – 2 ચમચી. 

ડાઈ બનાવવાની રીત : સૌથી પહેલા એક વાટકામાં 1 ચમચી કાળા મરી લો. હવે તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. ધ્યાન રાખો કે તમારે કાળા મરીથી બે ગણું દહીં લેવાનું છે. આ રીતે તમે વાળની લંબાઈ અનુસાર કાળા મરી અને દહીનું પ્રમાણ વધારી ઘટાડી શકો છો. હવે બંને સામગ્રી મિક્સ કરી દો. અને 15 મિનીટ રહેવા દો. 

ત્યાર પછી પોતાના વાળને સારી રીતે ધોઈ નાખો અને સુકાવા દો. સૂકાયેલ વાળમાં કાળા મરી અને દહીંની પેસ્ટ લગાવો. જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય તો સાદા પાણીથી ધોઈ નાખો. આ ડાઈનો ઉપયોગ કર્યા પછી એક દિવસ સુધી વાળમાં શેમ્પુનો ઉપયોગ ન કરો. અઠવાડિયામાં 2 વખત આ ડાઈનો ઉપયોગ કરો. 1 મહિના સુધી આ ડાઈનો ઉપયોગ કરવાથી તમને સારું પરિણામ જોવા મળશે.

શું કાળા મરી લગાવવાથી વાળમાં જલન થાય છે ? : જો તમને એ વાતનો ડર લાગે છે કે કાળા મરીનું હેર પેક લગાવવાથી વાળમાં જલન થશે તો આ વાતની ચિંતા છોડી દો. તેનાથી તમારા વાળમાં જલન નહિ થાય. જો કે સ્કીન પર થોડી જલન થશે. આથી તેને વાળમાં સારી રીતે લગાવો. જો ચહેરા પર ડાઈ લાગી જાય તો તેના પર સરસવનું તેલ અથવા ઓલીવ ઓઈલ લગાવો. 

કાળા મરીથી વાળને થતા ફાયદાઓ : કાળા મરી વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં તેમાં વિટામીન સી રહેલ છે. જે તમારા વાળના સ્કેલ્પને સાફ કરીને ખોડો દૂર કરે છે. આ સિવાય કાળા મરી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે. જે સફેદને ઓછા કરે છે. એટલું જ નહિ કાળા મરીના ઉપયોગથી બેમુખી વાળની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આથી જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ હેર પેકને વાળમાં લગાવો. કાળા મરીમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ખરતા વાળની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી તમારા વાળની જડ મજબુત બને છે.

ક્યાં કારણે વાળ સફેદ થાય છે ? : વર્ક પ્રેશર અને વધતા સ્ટ્રેસના કારણે આજે લોકોના વાળ નાની ઉંમરે સફેદ થવા લાગે છે. આ સિવાય શરીરમાં વિટામીન બી 6 અને વિટામીન બી12 ની કમીથી સફેદ વાળ થાય છે. વાસ્તવમાં આ બંને વિટામીનની કમીથી વાળને ભરપુર ઓક્સિજન નથી મળતું. જેના કારણે તમારા વાળ સફેદ થાય છે. તેવામાં તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો પોતાની ડાયટમાં વિટામીન બી 6 અને વિટામીન બી-12 યુક્ત આહાર લો. જેમાં વિટામીન બી-12 યુક્ત આહાર : દહીં, અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ, કોટેજ ચીઝ, સોયા પ્રોડક્ટ્સ, સાલ્મન માછલી, ઓટમીલ, વગેરે. 

વિટામીન બી-6 યુક્ત આહાર : ટુના માછલી, પાલક, ગાજર, ઈંડા, શક્કરીયા, સાલ્મન માછલી, કેળા, લીલા વટોણા, એવોકાડો, છોલે વગેરે. આમ તમે પોતાની ડાયટમાં હેલ્દી ફૂડસને સામેલ કરો, તેમજ તમને કાળા મરીથી કોઈ એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરો. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે કોઈ ડોક્ટરની સલાહ જરૂર લો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment