શિયાળા તંદુરસ્ત રહેવા માટે ઘરે જ બનાવી પીવો આ પીણા, ઇમ્યુનિટી વધારી સુધારી દેશે પાચનક્રિયા. વાયરલ ઇન્ફેકશન નજીક પણ નહિ આવે…

મિત્રો હવે શિયાળાના દિવસો શરુ છે આથી જરૂરી છે તમે પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવો. આ માટે તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે તમારી ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવે. જેનાથી તમે અનેક રોગો સામે રક્ષણ મેળવી શકો. 

આમ શિયાળામાં વાયરલ રોગો સામે રક્ષણ મેળવવા માટે પોતાની ઇમ્યુનિટી મજબુત બનાવવી ખુબ જ જરૂરી છે. આથી પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવવા માટે ઘણી હેલ્દી વસ્તુઓનું સેવન કરવું ખુબ જ જરૂરી બની જાય છે. તેમજ આપણા શરીરમાં વિટામીન સી પણ પૂરતા પ્રમાણમાં હોવું ખુબ જ જરૂરી છે. શિયાળામાં લોકો ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવવા માટે ઉકાળો પીવે છે. જો કે ઉકાળો એ શરીર માટે ખુબ સારો છે. પરંતુ તેનું વધુ સેવન શરીરને નુકશાન પણ કરી શકે છે. આ સમયે તમે ઉકાળાની સાથે ઘણા હેલ્દી ડ્રીન્કસનું સેવન પણ કરી શકો છો. આ ડ્રીન્કસ તમને શિયાળામાં હેલ્દી રાખવાની સાથે અનેક બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. ચાલો તો આ હેલ્દી ડ્રીન્કસ વિશે વધુ જાણી લઈએ.

ખજૂર અને બદામનું દૂધ : ખજૂર અને બદામ એવા ડ્રાયફ્રુટ્સ છે જેને સામાન્ય રીતે ઘરે બનાવાતા કોઈ પણ વ્યંજનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેને લોકો ડ્રાય ફ્રુટ્સના રૂપમાં એકલા પણ ખાઈ શકાય છે. આમ જો તમે પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવા માંગતા હો તો તમે તમારા માટે ખજૂર અને  બદામનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જયારે ખજૂર અને બદામને દુધમાં મિક્સ કરીને પીવાથી શિયાળામાં ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ મળે છે. 

લીલોતરી શાકભાજીનું જ્યુસ : લીલા પાન વાળી શાકભાજી ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું નિયમિત રૂપે સેવન કરી શકાય છે. આ સિવાય એ તમારો વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. તમે પાલક, મેથી, બ્રોકોલીની સાથે તેનું જ્યુસ બનાવો, આ ડ્રીંક તમને વિભિન્ન પોષક તત્વો પ્રદાન કરવાની સાથે તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં પણ મદદ કરે છે.

નાળિયેર પાણી : લો કેલેરીથી ભરપુર નાળિયેર પાણી પીવાથી શરીરને અનેક પોષક તત્વો મળે છે. તેમજ તે તમારી પાચન ક્રિયા પણ હેલ્દી રાખે છે. તે વજન કંટ્રોલ કરવામાં પણ તમારી મદદ કરે છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ મળે છે. વિટામીન સી ઇમ્યુનિટીને મજબુત બનાવે છે અને શરીરને અનેક રોગોથી પણ બચાવે છે. 

ગરમ પાણી : ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળે છે. તે વજનને પણ કંટ્રોલમાં રાખે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરીનો પાવડર, હળદર મિક્સ કરીને પીવાથી શરીરની ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. 

કોકમનું જ્યુસ : સૌથી પહેલા તો એક વાસણમાં કોકમ, અંજીર, જીરાનો પાવડર અને કાળું મીઠું મિક્સ કરો. બધું સારી રીતે મિક્સ થઇ ગયા પછી તેમાં થોડું ઠંડુ પાણી નાખી શકો છો. આમ આ ડ્રીંકને દરરોજ પીવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે.

હળદર વાળું દૂધ : હળદર પોતાના એન્ટી સેપ્ટિક અને એન્ટી બાયોટીક ગુણો માટે ઓળખાય છે અને દૂધ કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત છે આથી જ તે શરીર અને મગજ માટે અમૃત માનવામાં આવે છે. જો આ બંનેને મિક્સ કરી દેવામાં આવે તો તમારી ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવી શકાય છે. 

બીટ, લીંબુ અને ગાજરનું જ્યુસ : બીટ, લીંબુ અને ગાજરને શરીર માટે ખુબ જ સારા માનવામાં આવે છે. જો તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં લોહીની કમીને પૂરી કરી શકાય છે. સાથે જ શિયાળામાં તેનાથી ઇમ્યુનિટી પણ મજબુત બને છે. લીંબુ એ પેટને લગતી બીમારી દુર કરવામાં મદદ કરે છે.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment