ધાધર, દાગ અને ખરજવા જેવા હઠીલા ચામડીના રોગો જડમૂળથી થશે ગાયબ… ઘરે બેઠા કરો આ ઈલાજ… ઈન્સ્ટન્ટ મળશે રાહત…

આજનો આહાર મિલાવટ વાળો હોવાના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થાય છે. તેની સાથે જ ઋતુ અને વાતાવરણમાં બદલાવ તથા વધુ પડતું પ્રદૂષણ વધવાના કારણે પણ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. આજ કાલ ચામડીના રોગો પણ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા છે. ચામડીના આવા જિદ્દી રોગોને દૂર કરવા માટે આપણે ગમે તેટલા ટ્યુબ અને મલમ લગાવીએ કે હજારો રૂપિયા ખર્ચીએ, છીએ પરંતુ તો પણ જોઈએ તેવું સારું પરિણામ મળતું નથી.

ચામડીના રોગોને નિયંત્રિત કરવા ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. આજે અમે તમને એવા જોરદાર ઘરેલુ ઉપચાર જણાવીશું જેનાથી તમે જૂનામાં જૂના ચામડીના રોગોને જડમૂળથી નષ્ટ કરી શકશો. પરંતુ અહીંયા જણાવેલી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમને ચોક્કસ તેનું સારું પરિણામ જોવા મળશે તેથી આ લેખને સંપૂર્ણ અને ધ્યાનપૂર્વક વાંચો, નહિ તો ધાર્યા મુજબ પરિણામ મળશે નહીં.1) લીમડાની પેસ્ટ:- ચામડીના રોગો દૂર કરવા માટે લીમડાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. લીમડો આપણને ભારતમાં ગમે ત્યાંથી સરળતાથી મળી રહે છે. આયુર્વેદમાં પણ ઔષધી રૂપે લીમડાનો ઉપયોગ જણાવવામાં આવ્યો છે. ધાધર, ખરજવું જેવા ચામડીના રોગોમાં લીમડો ખૂબ જ અસરકારક છે. સૌપ્રથમ તમારે લીમડાની પેસ્ટ બનાવવી. તેના માટે એક વાડકા જેટલા લીમડાના લીલા પાન લેવાના છે, ત્યારબાદ તે તેને ધોઈને સાફ કરી લેવા. ત્યારબાદ તેમાં જરૂર મુજબ બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને વાટીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

2) કપૂરની ટીકડી કે ગોટી:- કપૂરને પ્રાચીન સમયથી ઔષધીના રૂપે ઉપયોગમાં લેવાય છે. ઋષિમુનિઓ પણ હવન માં કપૂર નો ઉપયોગ કરતા હતા. ચામડીના રોગો દૂર કરવા માટે કપૂર ખૂબ જ ફાયદાકારક  છે. ચામડીના રોગો દૂર કરવા માટે જુના વૈદ્યો પણ તેનો ઉપયોગ કરતા હતા. કપૂરની એક ગોટી ને એકદમ ઝીણી વાટીને તેનો પાવડર બનાવી લેવો.3) એલોવેરાની જેલ:- સૌપ્રથમ તાજુ  એલોવેરા ધોઈને એના ઉપરનું પડ દૂર કરી લો. ત્યારબાદ તેમાંથી જેલ કાઢી લો. ત્રણથી ચાર ચમચી જેટલી જેલ લઈને એક વાડકામાં કાઢી લો. ત્યારબાદ તેને ચમચીથી હલાવીને એકરસ કરી દો અને જેલને લિક્વિડ જેવી બનાવી દો.

ઉપરની ત્રણેય સામગ્રીને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવાની રીત:- સૌપ્રથમ એક વાસણમાં ત્રણ ચમચી એલોવેરા જેલ લો. તેમાં બે ચમચી લીમડાની પેસ્ટ ઉમેરો અને છેલ્લે કપૂરની ગોટી નો પાવડર એમ આ ત્રણેય જરૂરી વસ્તુઓને નાખો. ધીમે ધીમે મિક્સ કરી દો, આ બધી વસ્તુને બે મિનિટ સુધી મિક્સ કરતા રહો જેથી બધું જ  સરસ રીતે મિક્સ થઈ જાય.આ મિશ્રણ ઉપયોગ કરવાની રીત:- આ મિશ્રણને તમારે ચામડીના ભાગમાં જ્યાં પણ ખરજવું, દાદર કે કોઈપણ સમસ્યા હોય તો તેની પર કોટનના રૂની મદદ થી લગાવો. અને જો રૂ ન હોય તો હાથથી પણ લગાવી શકો છો. પરંતુ હાથને પહેલા સરસ રીતે ધોઈ લેવો. અને અસરગ્રસ્ત જગ્યા સંપૂર્ણ રીતે કવર થાય એવી રીતે આ મિશ્રણને લગાવવું. ત્યારબાદ તમારા હાથ સારી રીતે ધોઈ લેવા. આ પેસ્ટને સુકાવા માટે આમ જ રહેવા દો. ત્યારબાદ તેને ધોવા માટે ગરમ કે ઠંડા પાણીનો ઉપયોગ કરવા કરતા નોર્મલ પાણીનો ઉપયોગ વધુ સારો રહેશે. અને પાણી સ્વચ્છ લેવું.

જો તમે નિયમિત રૂપે આ પેસ્ટનો ઉપયોગ કરશો તો ચામડીનો ગમે તેવો હઠીલો રોગ હશે તો પણ જડથી દૂર થઈ શકશે. એના સિવાય તો ચામડીના ઇન્ફેક્શનના ડાઘ હશે તો પણ દૂર કરી શકાશે. અને આ ચામડીના રોગો મટીયા બાદ તમારી સ્કિન પર લાગે જ નહીં કે અહીંયા આવો કોઈ રોગ થયો હતો 

ધ્યાન રાખવા જેવી બાબત:- જ્યાં સુધી તમે આ ઉપચાર કરો છો ત્યાં સુધી દાદર અને ખરજવા વાળી જગ્યા પર સાબુ, શેમ્પૂ કે કોઈપણ પ્રકારની ક્રીમ જેવા કેમિકલ વાળા ઉત્પાદનો નો ઉપયોગ કરવો નહીં. નહિતર આ મિશ્રણની અસર થશે નહીં. જો માથાના ભાગમાં તમને આ પ્રકારના ચામડીની સમસ્યા થઈ હોય તો આ પેસ્ટ લગાવતા પહેલા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment