પાલકના રસ સાથે કરો આ 1 વસ્તુનું સેવન, તમારા વધતા વજનને કંટ્રોલ કરી આજીવન રાખશે ફીટ અને સ્વસ્થ.

મિત્રો દરેક લોકો પોતાનું વજન ઓછુ કરવા માંગે છે. અને વજન ઓછુ કરવા માટે તેઓ અનેક ઉપાયો કરતા હોય છે. પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. ક્યાં પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ, ક્યાં પ્રકારના નહિ. તેમજ તેઓ ખાસ કરીને ફાઈબર યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. આજે અમે તમને આ લેખમાં કિવિના સેવનથી વજન કઈ રીતે ઓછુ કરી શકાય છે તેના વિશે માહિતી આપીશું. 

શરીરના વધતા વજન ને કંટ્રોલ કરવા માટે આપણા માંથી ઘણા લોકો ખુબ મહેનત કરતા હોય છે. આ માટે યોગ્ય ડાયટની સાથે કસરત કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આ સાથે જ વજન ઓછુ કરવા માટે તમારે ઘણી વસ્તુઓ ખાવાનું કહેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હેલ્દી હોય. તેમાંથી જ એક કીવી છે. કીવી એક એવું ફળ છે જેના સેવનથી તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો. સાથે તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. આથી જ કીવી સ્વસ્થ શરીર માટે જરૂરી છે. જો તમે કીવીનું સેવન એક પ્રકારે કરીને થાકી ગયાં છો તો ચાલો જાણી લઈએ વજન ઓછુ કરવા માટે કિવિને અન્ય કેવી રીતે ખાઈ શકાય છે. વજન ઓછું કરવા માટે કીવીનું કેવી રીતે સેવન કરવું?

1) કીવી સ્મુદી:- વજન ઓછો કરવા માટે કિવિની સ્મુદી બનાવી શકાય છે. તેનું સેવન કરવા માટે 1 થી 2 તાજી કીવી ની છાલ કાઢી લો. હવે તેમાં દહીં, બદામ અને મધ ના થોડા ટીપા નાખો. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આમ તમારી સ્મુદી તૈયાર થઇ જશે. આ સ્મુદીનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેનાથી શરીરના વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. 

2) સલાડ પ્લેટર:- કીવીનું સેવન તમે સલાડ રૂપે પણ કરી શકો છો. આ માટે તમે સલાડ ની વસ્તુઓ સાથે કીવીને પણ સામેલ કરો. તે વિટામીન સી થી ભરપુર હોય છે. સાથે જ એન્ટી ઓક્સીડેંટ નો પણ સારો એવો સ્ત્રોત છે. જે વજન ઓછુ કરવામાં અસરકારક છે. 3) કીવી ડ્રીંક:- કિવિની છાલ કાઢીને તેને સમારી લો. ત્યાંર પછી 1 મધ્યમ આકારની કાકડી પણ સમારી લો. બંનેને પીસવા માટે ગ્રાઈન્ડર માં નાખો. ત્યાર પછી આ પેસ્ટમાં થોડું પાણી નાખો અને એક ગ્લાસમાં કાઢી લો. ઉપરથી તેમાં ધાણાજીરા નો પાવડર નાખો. આ ડ્રીંકને તમે સવાર સાંજ પીવો. તેનાથી શરીરના વધતા વજનથી છુટકારો મળે છે. 

કીવી પાલકનું જ્યુસ:- કીવી અને પાલકનું મિશ્રણ શરીરના વધતા વજનને કંટ્રોલ કરે છે. સાથે જ આ શરીરને પોષક તત્વ પણ પ્રદાન કરે છે. આ જ્યુસને બનાવવા માટે 2 કીવી લો. હવે તેને સમારી લો. ત્યાર પછી તેમાં 100 ગ્રામ પાલકના પાન પીસી નાખો. હવે તેમાં થોડું પાણી મિક્સ કરો અને એક ગ્લાસમાં કાઢી લો. તમે ઈચ્છો છો તો ઉપરથી થોડું મધ અને ફ્લેક્સ સીડ્સ ઉમેરી શકો છો. ત્યાર પછી તેને પીવો. તેનાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે. 

કીવી વિટામીન સી થી ભરપુર ફળ છે. જેના સેવનથી શરીરના વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ તે શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. પણ જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા થાય છે તો એક્સપર્ટની સલાહ અનુસાર તેનું સેવન કરવું. આમ કીવી એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કીવી એ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

 

Leave a Comment