એડીઓ ફાટતી હોય તો જરૂર અપનાવો આ દેશી ઈલાજ, એડિઓના સોજા અને તિરાડોની સમસ્યા દુર કરી, પગની એડીઓને કરી દેશે સોફ્ટ, સુંદર અને એકદમ મુલાયમ.

મોટા ભાગની મહિલાઓ એડી ફાટવાની ફરિયાદ કરે છે. આ ફરિયાદને દૂર કરવા માટે અનેક પ્રયત્નો પણ કરતી રહે છે. તો મિત્રો આ ફરિયાદને દૂર માટે અમે એક અસરકારક ઉપચાર લઈને આવ્યા છીએ. ફાટેલી એડીઓ માટે લીંબુ રામબાણ છે. તેના ઉપયોગથી તમે થોડાક જ દિવસોમાં ફાટેલી એડીઓની સમસ્યાને દૂર કરી શકો છો. લીંબુ માં હાજર એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ફાટેલી એડીઓની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. તેની સાથે જ આ એડિયો માં સોજો, તિરાડોને દૂર કરી શકે છે. આજે આપણે આ લેખમાં ફાટેલી એડીઓ માટે લીંબુના ફાયદા વિશે જાણીશું. સાથે જ પગ માં કેવી રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તે જાણીશું.

ફાટેલી એડીઓ માં કેવી રીતે કરવો લીંબુ નો ઉપયોગ?

1) આખી રાત મોજામાં લીંબુ નાખીને સુઓ:- જો તમે ઘણા દિવસોથી ફાટેલી એડીઓની સમસ્યાથી હેરાન થઈ રહ્યા હોવ તો આ ઉપચાર તમારા માટે અસરકારક બની શકે છે. તેના માટે માત્ર તમને એક લીંબુનો નાનો ટુકડો મોજા માં નાખીને પહેરીને સૂવાની જરૂર છે. આખી રાત મોજામાં હાજર લીંબુ તમારા પગમાં મોઇશ્ચરાઇઝ કરીને પગમાં નમી બનાવશે. જે પગની શુષ્કતાને દૂર કરે છે. તમે ઈચ્છો તો લીંબુ ને મોજા માં નાખતા પહેલા તમારા પગના તળિયામાં ઘસો. આનાથી તમારા આખા પગમાં ફાયદો થશે સાથે જ પગની સુંદરતા પણ વધશે. 2) લીંબુ અને પેટ્રોલિયમ જેલી:- ફાટેલી એડીઓની સમસ્યાને દૂર કરવા માટે લીંબુ અને પેટ્રોલિયમ જેલી તમારા માટે ગુણકારી બની શકે છે. આ બંન્નેનું મિશ્રણ તમારા પગને સોફ્ટ બનાવી શકે છે. આનો ઉપયોગ કરવા માટે રાત્રે સુતા પહેલા લીંબુ અને પેટ્રોલિયમ જેલીનું મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને સુતા પહેલા તમારા પગ પર લગાવી લો. સવારમાં ઉઠીને તમારા પગને ધોઈ લો. નિયમિત રૂપે આ રીતે પગમાં લીંબુ લગાવવાથી ફાટેલી એડીઓની સમસ્યા દૂર થઈ શકે છે. 

3) સીધુંજ એડીઓ પર ઘસો લીંબુ:- રાત્રે સુતા પહેલા લીંબુનો રસ તમારી એડીઓ પર ઘસો. સવારમાં ઉઠીને તમારા પગને ગરમ કે નવશેકા પાણીથી સરસ રીતે ધોઈ લો. નિયમિત રૂપે આમ કરવાથી તમારાં પગની સુંદરતા વધશે. સાથે જ આ ફાટેલી એડીઓની સમસ્યાને પણ દૂર કરશે.4) નારિયેળ તેલ અને લીંબુ અસરકારક:- ફાટેલી એડીઓની સમસ્યાને દૂર કરવા માટે લીંબુ અને નારિયેળ તેલ ને મેળવો આ તમારા માટે અત્યંત ફાયદાકારક બની શકે છે. તેના માટે રાત્રે સુતા પહેલા નારિયેળ તેલ અને લીંબુના રસના કેટલાક ટીપાં મિક્સ કરી લો. હવે આ મિશ્રણને તમારા પગ પર ઘસો. ત્યારબાદ પગનો હળવો શેક કરો. થોડીક વાર સુધી પગની મસાજ કરવાથી થાક દૂર થશે. ત્યારબાદ મોજા પહેરીને સુઈ જાવ. સવારમાં ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઈ લો. આનાથી તમારા પગ સોફ્ટ અને મુલાયમ થશે, સાથે જ ફાટેલી એડીઓની સમસ્યા પણ દૂર થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment