પતિ-પત્નીએ પૂજા અને તીર્થ યાત્રા કરવી જોઈએ સાથે, જાણો છે તેનું મહત્વનું કારણ.

મિત્રો આપણે ત્યાં પતિ-પત્નીના સંબંધોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, લગ્ન બાદ સ્ત્રી અને પુરુષનો અવતાર હોય છે. કેમ કે લગ્ન ઘરને ટકાવી રાખવા માટેનું એક મહત્વનું પાસું છે. જેમાં બંને પાત્રો એકબીજાના આજીવન સહારા બને છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એક ખાસ વાત જણાવશું, જેમાં પતિ-પત્ની એ બંનેએ એ કાર્યને સાથે કરવું જોઈએ, તેનાથી ઘણા આંતરિક લાભો થાય છે. 

આપણે હોઈએ છીએ કે પતિ કે પત્ની અલગ અલગ ભગવાનની પૂજા કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ક્યારેય પણ પતિ કે પત્નીએ અલગ અલગ ભગવાનની પૂજા કે યાત્રા ન કરવી જોઈએ. તેની પાછળ ખુબ જ મહત્વનું કારણ છે, તો ચાલો જાણીએ એ કારણ વિશે, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એજ પૂજા કરે તો તેનું સંપૂર્ણ ફળ નથી મળતું. તો પતિ-પત્નીએ પૂજા-પાઠ અને તીર્થ યાત્રા ક્યારેય એકલા ન કરવી. જો તેનું પૂર્ણ ફળ મેળવવું હોય તો બંનેએ એક સાથે જ કરવું જોઈએ. જો સાથે પૂજા-પાઠ કે તીર્થ યાત્રા કરવામાં આવે તો બંનેમાં આપસી પ્રેમ વધે છે, સાથે લગ્નજીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. 

લગ્નના સમયે વર અને વધુ એકબીજાને સાત વચન આપે છે. તે વચનોમાં એક વચન આ પણ હોય છે કે, પતિ-પત્ની બધી જ પ્રકારના પૂજન કર્મ અને તીર્થ યાત્રા સાથે જ કરશે. જો પત્ની કે પતિ એકલા કોઈ પૂજા કે તીર્થ યાત્રા કરે તો તેનું વધુ મહત્વ નથી માનવામાં આવતું. પત્નીને પતિની આર્ધંગિની કહેવામાં આવે છે, એટલે કે પત્ની પતિનું અડધું અંગ હોય છે. જો પતિ કે પત્ની અલગ અલગ પૂજા કરે તો તેનું અડધું જ ફળ મળે છે અને મનોકામના પૂરી નથી થતી. 

પતિ-પત્ની જો એક સાથે પૂજા-પાઠ કરે, તીર્થ યાત્રા અને અન્ય ધાર્મિક કર્મ કરે તો તો બંનેને સાથે રહેવાનો મોકો મળે છે. એકબીજાની ભાવનાઓને સમજવાનો મોકો મળે છે. પૂજા-પાઠની ક્રિયાઓમાં સાથે બેસવાથી પરસ્પર પ્રેમ અને તાલમેલ વધે છે. વાળ વિવાદ અને કલેશ થવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે. 

પૂજન કર્મ અને તીર્થ ક્ષેત્રમાં પતિ-પત્ની બંને સાથે રહે તો એકબીજા પ્રત્યે સમર્પણનો ભાવ પણ જાગે છે. વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ બનાવી રાખવા માટે શિવજી અને માતા પાર્વતીજીની પૂજા પતિ-પત્નીએ એક સાથે કરવી જોઈએ. શ્રાવણ મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે, જો આ મહિનામાં પતિ-પત્ની દ્વારા શિવજી અને પાર્વતીજીની પૂજા કરવામાં આવે તો ખુબ જ જલ્દી સકારાત્મક ફળ મળી શકે. માટે હંમેશા તીર્થ યાત્રા અને પૂજા-પાઠ પતિ-પત્નીએ સાથે જ કરવા જોઈએ. 

Leave a Comment