ગુજરાતના આ શહેરમાં મળે છે દેશની સૌથી મોંઘી મીઠાઈ, તેની કિંમત જાણીને પણ દંગ રહી જશો.

મિત્રો લગભગ લોકો મીઠાઈ તો ભાવતી જ હોય છે. તેમાં પણ ખાસ કરીને કાજુકતરી, મોહનથાળ, મેસુર વગેરે. પણ શું તમે જાણો છો કે ઘણી એવી મીઠાઈ પણ છે જેના ભાવ જાણીને તમારા હોશ ઉડી જશે. આ મીઠાઈ એવી છે જેને કદાચ તમે ફોટોમાં જ જોઈ હશે. અથવા તો કોઈક જગ્યાએ તેનું નામ સાંભળ્યું હશે. તો આજે અમે તમને એવી મીઠાઈ વિશે વાત જેની કિંમત પ્રતિ કિલો 10 હજાર રૂપિયા આસપાસથી શરૂ થાય છે. 

જો કે દરેક સ્થળની મીઠાઈનું અલગ જ મહત્વ હોય છે. પણ જે લોકો મીઠાઈ ખાવાના શોકીન હોય તેઓ કોઈ પણ સ્થળે પોતાને ભાવતી મીઠાઈ મંગાવી ખાઈ લે છે. અને મીઠાઈ ખાવાના શોકીન મીઠાઈ માટે સામાન્ય કરતા પણ વધુ ખર્ચ કરતા હોય છે. આવી જ એક મીઠાઈની દુકાન ગુજરાતના સુરત શહેરમાં આવેલી છે. ત્યાં જે મીઠાઈ વહેંચાય છે તેની ચર્ચા આખા દેશમાં થાય છે. હવે તમે વિચારશો કે, એવું તો શું હશે આ મીઠાઈમાં કે જેની ચર્ચા આખા ભારતમાં થાય છે ? આમ જો કે આ મીઠાઈની ખાસિયતનો અંદાજ તેની કિંમત પરથી જ લગાવી શકાય છે. સુરતમાં આવેલ આ મીઠાઈની દુકાનનું નામ “24 કેરેટ મીઠાઈ મેજિક છે” જ્યાં મીઠાઈની કિંમત 9000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. 

આ મીઠાઈનો આટલો ભાવ હોવા છતાં તેને ખરીદવા માટે પૈસાદાર લોકોની લાઈન લાગે છે. આમ આ મીઠાઈની કિંમત 9000 રૂપિયા પ્રતિ કિલો છે. આ મીઠાઈનું નામ “24 કેરેટ ગોલ્ડ સ્વીટ્સ” એવું રાખવામાં આવ્યું છે. એવું નથી કે આ દુકાનમાં માત્ર 24 કેરેટ મેજીક શોપમાં માત્ર આ એક જ મીઠાઈ વેચાય છે. આ સિવાય અન્ય મીઠાઈ પણ અહીં વેચાય છે. જેની કિંમત બીજી મીઠાઈ જેટલી જ છે. પણ આ દુકાનના માલિકનું કહેવું એવું છે કે 24 કેરેટ ગોલ્ડ સ્વીટ્સની વાત જ અનોખી છે. એવું પણ તમે કહેશો કે 24 કેરેટ ગોલ્ડ સ્વીટ્સ મીઠાઈમાં એવી તે કંઈ ખાસ વાત છે. જેના કારણે તે એટલી મોંઘી છે. દુકાન પર લોકોએ કહ્યું કે, આ મીઠાઈ તંદુરસ્તી માટે ખુબ સારી છે. ગ્રાહકોએ ઉમ્મીદ કરી છે આ મીઠાઈથી લોકોને ફાયદો થશે. 

આ દુકાનના માલિક રોહન મીઠાઈ વાળાએ જણાવ્યું કે અમે 1932 માં આ દુકાનમાં માત્ર 4 આઈટમ સાથે દુકાન શરૂ કરી હતી. પરંતુ આજે અહિયાં 132 જેટલી મીઠાઈ વેચાય છે. દુર દુરથી લોકો આ મીઠાઈ લેવા માટે આવે છે. લોકોને જ્યારે એવી જાણ થઈ કે સોનાનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે, ત્યારથી લોકો આ મીઠાઈ ખરીદવા માટે લાઈન લગાડે છે. સ્પેશીયલ મીઠાઈને ડ્રાયફ્રૂટ અને ગુલકંદથી તૈયાર કરવામાં આવે છે. ચાંદીની જગ્યાએ સોનાની વરખનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ સિવાય એવું જાણવા મળ્યું છે કે, આ મીઠાઈમાં યુઝ થતી ઘણી સામગ્રી સ્પેનથી મંગાવવામાં આવે છે. તેમાં ઉપયોગમાં લેવાતી બધી જ વસ્તુઓ પ્યોર હોય છે. આ મીઠાઈને હવે ચોકલેટ, સ્ટ્રોબેરી, મેંગો વગેરે સહિત 17 અલગ અલગ ફ્લેવરમાં બનાવવામાં આવે છે. 

Leave a Comment