21 હજારથી ઓછા પગાર વાળા લોકોને થશે લાભ, સરકાર કરશે મોટું એલાન ! જાણો સ્કીમ વિશે.

કેન્દ્ર સરકારે ગુરુવારના રોજ 41 લાખ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સને ESIC સ્કિમ દ્વારા લાભ આપવા માટે નવા નિયમોમાં છૂટ આપી છે. કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીના કારણે નોકરી જનારા માટે આ છૂટ 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020 સુધી લાગુ થશે. આ પ્રસ્તાવને એમ્પ્લોઇ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) બોર્ડે મંજૂરી આપી છે, જેની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાર કરી રહ્યાં છે. ESIC એ કેલ્ક્યુલેટ કર્યો છે કે, માર્ચથી ડિસેમ્બરની વચ્ચે લગભગ 41 લાભાર્થિઓને રાહત મળી શકે છે. ESIC એક સોશિયલ સિક્યુરિટી સંસ્થા છે જે શ્રમ મંત્રાલયને આધિન છે. 

ESIC બોર્ડના અમરજીત કૌરે આ મંજૂરી આપ્યા બાદ કહ્યું કે, ESIC હેઠળ આવનારા યોગ્ય વર્કર્સને પોતાની સેલેરીનો 50% કેશ બેનિફિટ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયની મંજૂરી મળી ચૂકી છે અને વર્કર્સના એક સેગ્મેન્ટને તેનાથી લાભ મળી શકશે. જો કે, તેઓએ એમ પણ કહ્યું છે કે, જો ક્રાઇટેરિયામાં હજુ થોડી રાહત મળશે તો તેનાથી લગભગ 75 લાખ વર્કર્સને સીધો લાભ મળશે. 

શું છે ESIC સ્કિમ ? : દર મહિને 21,000 રૂપિયા કે તેનાથી ઓછો પગાર પ્રાપ્ત કરનારા ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ ESIC સ્કિમ હેઠળ આવે છે. દર મહિને તેમની સેલેરીનો એક ભાગ કપાય છે. જેનાથી ESIC ના મેડિકલ બેનિફિટ દ્વારા ડિપોઝિટ કરવામાં આવશે. વર્કર્સની સેલેરીમાંથી દરમહિને 0.75 ટકા અને નિયોક્તાની તરફથી 3.25% દર મહિને ESIC કિટીમાં જમા થશે. વર્કર્સ જાતે કરી શકશે ક્લેમ : બોર્ડના નિર્ણય અનુસાર, હવે આ માટે વર્કર્સના ક્લેમને નિયોક્તાની તરફ કરવાની જરૂર રહેશે નહીં. મીટિંગની યોજના અનુસાર, ક્લેમને સીધી રીતે ESIC ની શાખા કાર્યાલયમાં જમા કરવામાં આવશે અને શાખા કાર્યાલય સ્તર પર જ નિયોક્તા દ્વારા ક્લેમનું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર બાદ વર્કર્સના ખાતામાં સીધા ક્લેમની રકમ જમા કરવામાં આવશે. 

નોકરી જવાના 30 દિવસ બાદ કરી શકાશે ક્લેમ : નોકરી જવાની તારીખના 30 દિવસ બાદથી જ આ રકમ માટે ક્લેમ કરી શકાશે. પહેલા આ યોજનામાં ક્લેમ કરવા માટે 90 દિવસનો સમય હતો. ક્લેમમાં આઇડેન્ટિફિકેશન માટે વર્કર્સના 12 ડિજિટનો આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. આ અટલ બિમલ વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવશે. 

કેન્દ્ર સરકારે 2018 માં આ સ્કિમને લોન્ચ કરી હતી. જેમાંથી 25% બેરોજગારી લાભ આપવાનો પ્રસ્તાવ હતો. જો કે, તે દરમિયાન તેમાં અમુક ટેકનિકલ ઉણપ હતી. પરંતુ મંત્રાલય દ્વારા આ યોજનાને લાગતું એક ઔપચારિક નિવેદન આવવાનું હજુ બાકી છે.

Leave a Comment