આ દેશમાં પત્નીના વજન જેટલું બિયર મળે છે મફત ! જાણો ત્યાંની જાહોજલાલી વિશે.

આખી દુનિયામાં 200 થી પણ વધુ દેશ છે, જેમાં અમુક જ દેશ પૈસા અને ડેવલપમેન્ટના મામલે આગળ છે. પરંતુ આજે અમે વાત કરવાના છીએ ખુશીઓના દેશની, એ દેશો જે સપના કરતા પણ ખુબ જ બહેતર છે. તે દેશનું નામ છે ફિનલેન્ડ. જેની આબાદી માત્ર 55 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ દેશમાં રહેતા લોકોનું નામ આખા વર્લ્ડમાં ફેમસ છે. 

ફિનલેન્ડે આખી દુનિયાને જીવન જીવવાની એક નવી પદ્ધતિ શીખવી છે. આ એક એવો દેશ છે જ્યાં બધું જ મફતમાં મળે છે. આખા વિશ્વમાં આ દેશ એવો છે જ્યાં ભગવાને અને કુદરતે દિલ ખોલીને બક્ષિશ આપી છે. આ દેશને આખી દુનિયા કંટ્રી ઓફ લેકના નામથી જાણે. કેમ કે ત્યાં ખુબ જ સુંદર ઝરણાઓ જોવા છે. જેની સુંદરતા આપણને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. આ દેશને સૌથી વધુ ઝરણા વાળો દેશ કહેવામાં આવે છે કારણ કે ત્યાં ઝરણાની સંખ્યા બે લાખ કરતા પણ વધુ છે એટલા માટે તેને લેક ઓફ સિટી પણ કહેવામાં આવે છે. 

આ દુનિયાનો સૌથી ખુશ મિજાજ દેશ છે, જ્યાં બધા જ લોકો સમાન રહે છે. ત્યાંના લોકોનો એક નારો છે, ‘બધા કમાઓ અને બધા ખાઓ.’ ફિનલેન્ડ ખુબ જ નાનો દેશ છે, પરંતુ ત્યાંના લોકોનું દિલ ખુબ જ મોટું છે. એ દેશમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યું નથી સુતું, ત્યાં કોઈ પણ બેરોજગાર નથી. ત્યાં કોઈ વ્યક્તિ દુઃખી પણ નથી. આ દેશમાં એક ખાસ કોમ્પિટિશન થાય છે, જેમાં તમારી પત્નીનો જેટલો વજન થાય એટલા લીટર બિયર તમને મફતમાં મળે છે. તેમજ ત્યાં એક બીજું પણ ખુબ જ અજીબ કોમ્પિટિશન થાય છે, જેનું નામ છે ‘કિંગ ઓફ મોસ્કિટો કિલર.’ આ ઇનામી પ્રતિયોગીતામાં લોકો મળીને પોતાની કોલોનીના મચ્છરોને મારે છે. ત્યાર બાદ તેને ઇનામ મળે પણ મળે છે. ભણતર મફતમાં : ફિનલેન્ડમાં આ એજ્યુકેશન સિસ્ટમ પૂરી દુનિયાથી અલગ છે. કેમ કે ત્યાં ખુબ જ ઓછી પ્રાઈવેટ સ્કુલ છે. કેમ કે ત્યાંના લોકો માટે બુક્સથી સ્કુલ ફી સુધીનું બધું જ સરકાર આપે છે. ત્યાં અભ્યાસ સંપૂર્ણ રીતે ફ્રી છે. જ્યારે ફિનલેન્ડમાં કોઈ પણ વ્યક્તિ પોતાની પીએચડી પૂરી કરે તો તેને આખું શહેર બધાઈ આપવા માટે આવે છે. 

ત્યાં તમે કોઈ પણ વ્યક્તિ સાથે પોતાના મનની વાત કરી શકો છો, જે લોકો પાસે પોતાનો પરિવાર નથી અને અનાથ છે તેના માટે આ દેશ ખુબ જ સારો છે. ત્યાંના લોકોને કોફી ખુબ જ પસંદ છે. એટલા માટે ત્યાં વર્ષભરમાં દર વ્યક્તિએ 12 કિલો કરતા પણ વધુ કોફીની ખપત થાય છે. આ દેશમાં 75 કરતા પણ વધુ પ્રકારની કોફી બનાવવામાં આવે છે. ત્યાંના લોકો મ્યુઝિક પ્રત્યે ખુબ જ ઉત્સાહિત થાય છે. આ દેશમાં દરેક પ્રકારના મ્યુઝિકને પસંદ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગે ત્યાં હેવી મેટલ અને રોક મ્યુઝિકલ સાંભળવામાં આવે છે જે દુનિયામાં ખુબ જ પોપ્યુલર છે. 

Leave a Comment