ચા ના શોખીનો માટે આવ્યા માઠા સમાચાર, ચા થશે મોંઘી ! જાણો શું છે તેનું કારણ.

મિત્રો, તમે જાણો છો કે, કોરોનાની અસર દરેક ઉદ્યોગ ધંધા પર પડી છે. તેમાં પણ ખાસ કરીને ખેત પેદાશો પર વધુ અસર જોવા મળી છે. આમ હજુ પણ કોરોનાના કેસ વધતા જાય છે. તેવામાં હાલ મોટાભાગના દેશના વિસ્તારમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલ ખેડૂતોને ડબલ માર પડી રહ્યો છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી બાજુ ભારે વરસાદ. બન્ને વચ્ચે ખેડૂતો ભારે નુકસાન થઈ રહ્યું છે. જેની અસર ચા ના ઉત્પાદનમાં પણ જોવા મળી છે. 

જેમ અગાઉ વાત કરી તેમ કોરોનાને કારણ આ વર્ષે ચા ના ઉત્પાદનમાં એટલે કે 2020 માં ચા ના ઉત્પાદનમાં લગભગ 37% જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે. આમ ચાના ઓછા ઉત્પાદનને કારણે આવનાર દિવસોમાં લોકોને ચા ખુબ મોંઘી મળી શકે છે. આમ કોરોનાની અસર ચા પર પણ જોવા મળી છે.  ચા ના ઓછા ઉત્પાદન માટે એક તરફ કોરોનાને કારણે ચાલેલા લાંબા લોકડાઉન અને બીજું કે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે આ વર્ષે ચા નું ઉત્પાદન ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. તેથી ભવિષ્યમાં ચા ની પત્તી મોંઘી થઈ શકે છે. 

2020 માં લાંબા લોકડાઉનને કારણે માર્ચ થી મે સુધીમાં ચા ના ઉત્પાદનમાં ઘણી વિપરીત અસર જોવા મળી રહી છે. આ સમય દરમિયાન દેશભરના ટી-ગાર્ડનમાં અને મેન્યુફેક્ચરિંગના ઉત્પાદનમાં ઘણી ઊંડી અસર જોવા મળી રહી છે. માર્ચ મહિના દરમિયાન ચા ના ઉત્પાદનમાં લગભગ 41.4% જેટલું ઓછું ઉત્પાદન થયું છે. જ્યારે એપ્રિલમાં 53.8% જેટલું ઓછું ઉત્પાદન થયું છે. જ્યારે મે મહિનામાં 28.3% અને જુનમાં 8% જેટલું ઓછું ઉત્પાદન થયું છે. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, મે મહિના પહેલા ઓકશનમાં ગુવાહાટીમાં ચા ની પત્તીની કિંમતમાં 52% વધારો એટલે કે 217 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. જ્યારે આખા દેશમાં ચા ની કિંમત 40 થી 60% જેટલી મોંઘી થઈ ગઈ છે. તેથી જાહેર છે કે, આવનાર દિવસોમાં ચા ની પત્તીની કિંમતમાં વધારો થઈ શકે છે. આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ જુનથી છ મહિના સુધીમાં ચાનું ઉત્પાદન 26% ઘટીને માત્ર 348.2 હજાર ટન થયું છે. કોરોનાના સંકટમાં ચાલેલા લોકડાઉનના પુરા થયા પછી કંપની ચા ના ઉત્પાદનમાં વધારો કરવાનું વિચારી રહી હતી. ત્યાં જ આસામ વગેરેમાં ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો જેવી સમસ્યા ઉભી થઈ ગઈ. આમ આસામમાં મે, જુન, જુલાઈમાં ભારે વરસાદ થયો. જો કે જુલાઈ મહિનામાં જ ચા નું ઉત્પાદન વધુ થાય છે અને આ સમયે જ બેસ્ટ ક્વોલિટીની ચા નું ઉત્પાદન થાય છે. 

આ વર્ષે ભારે વરસાદને કારણે આસામના દીબુગઢ, જોરહટ અને ગોલાઘાટ જેવા વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં ચા ના છોડ નષ્ટ થઈ ગયા. જ્યારે ભારતમાં ચા નું કુલ ઉત્પાદનના 50 % જેટલું ઉત્પાદન આસામમાં જ થાય છે. પરંતુ  જાન્યુઆરીથી જુન મહિના સુધીમાં ચા ના ઉત્પાદનમાં ભારે નુકસાન થયું છે. આ છ મહિના દરમિયાન આસામમાં કુલ 132.8 હજાર ટન જ ચાનું ઉત્પાદન થયું છે.  

Leave a Comment