અનિલ અને મુકેશ અંબાણી જેમ નહિ થાય રિલાયન્સમાં વિવાદ, મુકેશ અંબાણીએ બનાવી યોજના.

મુકેશ અંબાણી બનાવશે ફેમિલી કાઉન્સિલ, પછીથી ઉત્તરાધિકારીને લઈને કોઈ વિવાદ ન થાય. 

મિત્રો તમે મુકેશ અંબાણી સફળતા વિશે તો જાણતા જ હશો. ખુબ જ મહેનતથી અંબાણી પરિવાર આજે પોતાના પગ પર ઉભું છે અને દેશને પણ અંબાણી પરિવાર પર ખુબ જ ગર્વ છે. પરંતુ ક્યારેક વિચાર આવે કે મુકેશ અંબાણી પછી તેમના ઉત્તરાધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે ? આ વિચાર સાથે જ મુકેશ અંબાણીએ એક રસ્તો શોધી કાઢ્યો છે. જે મુજબ મુકેશ અંબાણી હવે એક ફેમિલી કાઉન્સિલ બનાવવા જઈ રહ્યા છે. ચાલો તો આ અંગે વિસ્તારથી વાત કરીએ. 

રિલાયન્સ કંપનીના ચેયરમેન મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવવા જઈ રહ્યા છે. ફેમિલી કાઉન્સિલ એટલે કે પારિવારિક  પરિષદ. આ પારિવારિક પરિષદ બનાવવા પાછળનું કારણ પછીથી તેમના કારોબારને સહેલાઈથી ટ્રાન્સફર કરી શકાય. એક રિપોર્ટ અનુસાર આ ફેમિલી કાઉન્સિલમાં મુકેશ અંબાણીના ત્રણ સંતાનો ઈશા, આકાશ અને અનંતની સાથે પરિવારના એક વડીલ વ્યક્તિ સાથે રહેશે. જો કે આ અંગે રિલાયન્સએ કોઈ આધિકારિક જવાબ નથી આપ્યો. 

આ ઉપરાંત આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, આ ફેમિલી કાઉન્સિલમાં અંબાણી પરિવારના ત્રણ સંતાનો અને એક વયસ્ક વ્યક્તિ સાથે હશે અને બહારનો વ્યક્તિ પણ આ કાઉન્સિલમાં સામેલ થશે. આ બહારનો વ્યક્તિ મેટોર અને સલાહકાર તરીકે કામ કરશે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણી વચ્ચે રિલાયન્સની વિરાસતને લઈને ઘણો લાંબા સમય સુધી વિવાદ ચાલુ રહ્યો હતો. કદાચ આ વાતને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણીએ આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હશે.જેમ કે તમે જાણો છે કે, આવનાર ભવિષ્યમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન મુકેશ અંબાણીના સંતાનોએ સંભાળવી પડશે. તેથી સ્વાભાવિક છે કે, આટલી મોટી સંપત્તિને લઈને ઘણી વખત વિવાદ પણ થઈ શકે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ 80 અરબ ડોલર આસપાસ છે. આ ઉપરાંત જાણકારી એવી પણ મળે છે કે, મુકેશ અંબાણી આવતા વર્ષ સુધીમાં પોતાના બિઝનેસ એમ્પાયરનો વારસદાર પણ નક્કી કરી લેશે. માટે આગળ ઉત્તરાધિકારી માટે કોઈ વિવાદ થાય તો આ કાઉન્સિલ દ્વારા તેનો રસ્તો કાઢી શકાય, અને સહેલાઈથી ટ્રાન્સફરની કોશિશ સફળ થઈ શકે. 

2002 માં ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વિરાસતને લઈને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ઘણા લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. ઘણા વર્ષની ટક્કર અને માતા કોકિલાબહેનની દખલગીરી પછી કંપનીને બે ભાગોમાં વહેંચવામાં આવી હતી. અંતે મુકેશ અંબાણીના ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આવ્યો અને અનિલ અંબાણીના ભાગમાં કોમ્યુનિકેશન, પાવર, અને ફાઇનાન્સિયલ બિઝનેસ આવ્યો હતો. આ મુદ્દો ફરીવાર રિલાયન્સ પરિવારમાં ન આવે માટે મુકેશ અંબાણીએ અત્યારથી જ તજવીજ શરૂ કરી દીધી છે. 

Leave a Comment