ગણેશ ચતુર્થીની રાત્રે ભૂલથી પણ ન જોતા ચંદ્રમાં , જાણો તેની પાછળનું ખાસ કારણ.

દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષ ચતુર્થીના રોજ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. તો આ વર્ષે 22 ઓગસ્ટ, 2020 ના શનિવારના રોજ ગણેશ ચતુર્થી માનવવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી સંકટ, કષ્ટ અને દરિદ્રતાથી મુક્તિ મળે છે. તો આ દિવસે ભૂલથી પણ ચંદ્રના દર્શન ન કરવા જોઈએ. તો તેની પાછળનું શું કારણ છે એ આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

આ વર્ષે 22 ઓગસ્ટના ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથીના રોજ ગણેશ ચતુર્થી મનાવવમ આવશે. આ તિથીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીને લઈને આમ તો ઘણી માન્યતાઓ છે. તેમાં એક માન્યતા એવી પણ છે કે, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન ન કરવું જોઈએ. જો એ દિવસે ચંદ્રનું દર્શન કરવામાં આવે તો પાપ લાગે છે. એવી લોક માન્યતા છે કે, આ દિવસે ચંદ્રનું દર્શન કરવાથી વ્યક્તિ પણ ખોટો આરોપ લાગે છે. 

ભગવાન શ્રી ગણેશજી એ સૌથી પહેલા પૃથ્વીની પરિક્રમા કરી તો પૂજામાં પહેલું સ્થાન મળ્યું. પહેલા પરિક્રમા કરી હોવાના કારણે બધા જ દેવતાઓ ગણેશજીની વંદના કરી, પરંતુ ત્યારે ચંદ્ર મંદ મંદ હાસ્ય કરી રહ્યો હતો. કેમ કે ચંદ્રને ત્યારે પોતાના સૌંદર્ય પર ઘમંડ હતો. ચંદ્રએ અન્ય દેવતાઓની જેમ ગણેશજીની પૂજા ન કરી, આ કારણે ગણેશજીને ચંદ્ર પર ગુસ્સો આવ્યો. ગણેશજીએ ગુસ્સામાં આવીને ચંદ્રને શ્રાપ આપી દીધો કે, આજથી તમે કાળા થઈ જશો. ત્યાર બાદ ચંદ્રને સમજાય ગયું કે, તેણે ખુબ જ મોટી ભૂલ કરી નાખી છે. ચંદ્રએ માફી માંગી તો ગણેશજીએ કહ્યું કે, જેમ જેમ સૂર્યના કિરણો તેના પર પડશે, ચમક પાછી આવી જશે, પરંતુ ભાદરવા શુક્લ ચતુર્થીના આ દિવસે તમને દંડ આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. 

તેની સાથે જ ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે, જે વ્યક્તિ આ તિથીના રોજ ચંદ્રનું દર્શન કરશે, તેના પર ખોટો આરોપ લાગશે અને તેણે દુઃખોનો સામનો કરવો પડશે. આ દિવસે ભૂલથી પણ ચંદ્રના દર્શન થઈ જાય તો મંત્રનો જાપ કરવો જોઈએ. 

મિત્રો આ આપણે બધા જ જાણીએ છીએ કે, આ વર્ષે કોરોના વાયરસનો કહેર છે. તેના કારણે લગભગ મોટાભાગની જગ્યાઓ પર મોટા પંડાલનું આયોજન નહિ થાય. પરંતુ તેમ છતાં અમુક સાવધાની સાથે ગણપતિજીની પૂજા અને અર્ચન કરી શકાશે. ગણપતિ ઉત્સવ 22 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 1 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશી છે.  

Leave a Comment