કોરોનાકાળમાં આ માણસ એક શેરમાં કમાયો 1500 કરોડ રૂપિયા…! જાણો કેવી રીતે.

મિત્રો, તમે જાણો છો કે, હાલ કોરોનાકાળ શરૂ છે. તેથી સાવધાની રાખવી ખુબ જરૂરી છે. પરંતુ નોકરી ધંધા વગર જીવન કેમ ચાલે ? તેથી લોકોએ સાવધાની રાખી ઘરની બહાર નીકળવું પણ જરૂરી છે. મિત્રો તમે જાણો છો કે ગોલ્ડ એટલે કે સોનું, હાલ સોનાનો ભાવ સાતમાં આસમાને પહોંચી ગયો છે. જ્યારે બીજી બાજુ શેરના ભાવ પણ વધી-ઘટી રહ્યા છે. આમ સોનામાં ભાવમાં રેકોર્ડ થતા ભાવ વધારાને કારણે સોમવારે ઘરેલું બજારમાં ટાઈટન કંપનીના શેરમાં 4% જેટલો વધારો નોંધાયો છે, કંપનીએ 4 રૂપિયા પ્રતિ શેર ડીવીડેન્ડ દેવાની ઘોષણા કરી છે. આમ કોરોનાનો કહેરમાં થતો વધારો અને ઘણી જગ્યા પણ જોવા મળતું આંશિક લોકડાઉન હોવા છતાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બજારમાં વેપારીઓ વચ્ચે પીળી ધાતુની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. 

મિત્રો તમે કદાચ ટાઈટન સ્ટોક્સનું નામ સાંભળ્યું હશે, આ એક શેર કંપની છે. જેના સ્ટોક્સમાં આજકાલ વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ટાઈટન સ્ટોક્સ માટે ખુબ જાણીતું નામ રાકેશ ઝુનઝુનવાલા છે, માર્ચ મહિનામાં ચાલતા કોરોના કાળ દરમિયાન આ કંપનીના શેરમાં લગભગ 50% જેટલો લોસ જોવા મળ્યો હતો. ગયા માર્ચ મહિનાની 24 તારીખે ટાઈટન કંપનીના શેરનો ભાવ 720 રૂપિયા સુધી નીચે આવી ગયો હતો. આમ આ વર્ષે ટાઈટન શેરમાં 9% જેટલી ગિરાવટ આવી છે. જો કે છેલ્લા મહિને તેમાં 8% જેટલી તેજી પણ જોવા મળી છે. આ વિશે વિશેષ વાત કરીએ તો રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા પાસે ટાઈટન કંપનીના 4.90 કરોડના શેર્સ છે. જે 5.53% જેટલા થાય છે. જ્યારે માર્ચ મહિનામાં આ દંપતી પાસે ટાઈટન કંપનીના 3528 કરોડના શેર હતા. તે સમયે શેરના ભાવ ખુબ નીચે ગયા હતા. જ્યારે શુક્રવારે શેર બજાર બંધ થવા સુધીમાં આ કંપનીના શેરનો ભાવ 5112 કરોડ રૂપિયા થઈ ચુક્યા હતા. આ રીતે તેમણે માર્ચ પછી અત્યાર સુધીમાં 1584 કરોડનો લાભ થયો છે. 

જુન મહિનામાં ટાઈટન કંપનીએ જણાવ્યું હતું કે, જ્વેલરી સેગ્મેન્ટમાં અનુમાન કરતા પણ વધુ રીકવરી આવશે. આ સમયે લોકો અન્ય ખર્ચ કરતા જ્વેલરીમાં વધુ ખર્ચ કરતા હશે. જેમ કે તમે જાણો છો કે હાલ સોનાનો ભાવ વધી રહ્યો છે. તેમ છતાં પણ સોનાની ખરીદી થઈ રહી છે. ટાઈટનના પ્રબંધ નિર્દેશક સી. કે. વેંકટરમએ જણાવ્યું છે કે, કોરોના વાયરસને કારણે આજે આઉટ \બ્રેક રૂપે સોનાના ભાવમાં વધરો જોવા મળી રહ્યો છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે બ્રોકરેજ ફર્મ્સ ટાઈટનના સ્ટોકમાં ઉત્સાહ નથી બતાવી રહ્યો. CLSA એ જણાવ્યું છે કે, ટાઈટનના શેરમાં 855 પ્રતિ શેર પર વેચાણની વાત થઈ રહી છે. તેમનું માનવું છે કે, રીકવરીને આજે ટાઈટનના શેરમાં તેજી જોવા મળી રહી છે. આમ કંપનીને હાલનો સ્થિતિને જોતા ભવિષ્યમાં ફાયદો થશે. 

આ સિવાય મોર્ગેન સ્ટેનલી એ જણાવ્યું છે કે, 770 રૂપિયાના ભાવમાં આ સ્ટોકનું વેચાણ કરવાની સુચના આપી છે. આમ ટાઈટન ખુબ તેજીથી પોતાના સ્ટોર્સ ખોલી રહી છે અને સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે 2020 ના અંત સુધીમાં આ રીકવરી કરવી ખુબ મુશ્કેલ થઈ શકે છે. 

Leave a Comment