પૂર્ણ થઈ રહ્યો છે સૂર્ય અને શનિનો અશુભ યોગ, થશે આ 8 રાશિઓના જાતકોને લાભ.

સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. રવિવાર, 16 ઓગષ્ટના રાજ સૂર્ય સાંજે 7 વાગીને 27 મિનિટ પર સિંહ રાશિમાં દાખલ થઈ ગયો છે. જ્યોતિષિઓનું કહેવું છે કે, 16 જુલાઈના રોજ સૂર્યનો કર્ક રાશિમાં આવવાથી સૂર્ય-શનિના સંબંધથી દ્રષ્ટિ દોષ બની ગયો હતો. આ અશુભ યોગથી ઘણી રાશિના જાતકોના મોટી મુશ્કેલી થઈ રહી છે. સૂર્યની રાશિ બદલતા જ આ અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જશે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જે જાતકોને સમસ્યા હોઈ શકે છે. તેમને 16 ડિસેમ્બર સુધી લાભ મળશે. 

મેષઃ સૂર્યના રાશિ પરિવર્તન બાદ મેષ રાશિવાળા લોકોને થોડી મુશ્કેલી થઈ શકે છે, નોકરી-ધંધામાં થોડી મુશ્કેલી વધી શકે છે. ઓફિસના લોકો સાથે મતભેદ થવાની શક્યાતા છે. સ્વાસ્થ્યને લગતી ચિંતા થઈ શકે છે. રોમેન્ટિક લાઈફમાં પણ ખલેલ ઉત્પન્ન થઈ શકે છે. દાંપત્ય જીવનમાં જુઠું બોલવાના કારણે નુકશાન થઈ શકે છે. 

વૃષભઃ સૂર્યનો સિંહ રાશિમાં આવવાથી વૃષભ રાશિના જાતકોને લાભ મળવાના શરૂ થશે. પ્રોપર્ટીના મામલામાં લાભ થઈ શકે છે અને તેનાથી મન સંતુષ્ટ થશે. વૈવાહિક જીવન અને પરિવારમાં પણ બધું સારું વાતાવરણ રહેશે. નોકરી અને વ્યાપાર કરનારા લોકોને લાભ થવાની સંભાવના રહેશે. ધન લાભમાં આવતી અડચણ દૂર થશે. 

મિથુનઃ સૂર્યનો આ ગોચર મિથુન રાશિવાળા માટે પણ સારું છે. સરકારી યોજનાઓથી મોટો લાભ થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે, સમાજમાં માન-સન્માન વધશે, નેતૃત્વ કરવાનો યોગ બનેલો રહેશે, વ્યસ્તતા જરૂર વધશે, પરંતુ તેનું પરિણામ સારું આવશે. નેતૃત્વ કરવાનો યોગ બનશે. વ્યસ્તતા જરૂર વધશે, પરંતુ તેના સારા પરિણામ મળશે, કલાના ક્ષેત્રથી જોડાયેલા લોકોના ભાગ્યનો ઉદય થશે. 

કર્કઃ સૂર્યનું આ રાશિ પરિવર્તન કર્ક રાશિવાળા લોકો માટે ખુબ જ શુભ છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે, ધન લાભના યોગ છે, નોકરી-ધંધા તથા કમાણીમાં વૃદ્ધિ થવાના યોગ છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાનો લહાવો મળશે. દાંપત્ય જીવનમાં બધું કુશળ-મંગળ થશે. લાઈફ પાર્ટનરના સાથથી સારા દિવસો આવશે. 

સિંહઃ સૂર્ય દેવના ગોચર તમારી જ રાશિ તથા તમારા લગ્ન ભાવમાં હશે. વ્યક્તિત્વ, સ્વાસ્થ્ય, ચરિત્ર, બુદ્ધિ અને સૌભાગ્યના મુદ્દે આવતો એક મહિનો તમારા માટે સારો રહેશે. સહયોગિયોના મદદની સંપૂર્ણ આશા રહેશે. પ્રમોશનનો યોગ છે. દરેક મોટા કાર્યમાં તમને સફળતા મળશે, આત્મવિશ્વાસ વધશે, રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. 

કન્યાઃ કન્યા રાશિવાળા લોકો માટે સૂર્યનો આ ગોચર યોગ થોડી તકલીફ આપી શકે છે. કામ-કાજમાં સંઘર્ષ કરવો પડે છે. ફાલતુના ખર્ચથી રાહતનો શ્વાસ નહી મળે. બહારના વ્યક્તિને ઉધારના પૈસા ન આપવા. માનસિક તણાવ રહશે, આંખો સાથે જોડાયેલી મુશ્કેલી રહ્યા કરશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો. આળસ રહ્યાં કરશે, જેના કારણે સફળતા મેળવવામાં અળચણ આવી શકે છે. 

તુલાઃ શનિના દ્રષ્ટિદોષમાં આ રાશિના જાતકોને રાહત મળશે, દોસ્તો અને સહયોગિયોની મદદ મળશે. નોકરી-ધંધો કરનારા લોકો માટે સારો સમય છે. અધિકારી વર્ગ તમારા કાર્યથી પ્રસન્ન થશે. નવી નોકરી મળવા અને સ્થાનાંતરણ કરવાના યોગ બનશે. દાંપત્ય જીવન માટે સારો સમય છે.

વૃશ્ચિકઃ શનિ દ્રષ્ટિ દોષ પૂર્ણ થવા પર વૃશ્ચિક રાશિવાળાને મુશ્કેલીઓ દૂર થવાની છે. પ્રોપર્ટીમાં કરેલું રોકાણ દ્વારા ફાયદો થવાની શક્યા છે. રોકાયેલુ ધન પાછુ મળશે. ઘરમાં સુખનો પ્રવેશ થશે. બિઝનેસમાં ફાયદો થશે. નોકરીમાં નવી જવાબદારી મળશે. 

ધનઃ ધન રાશિમાં શનિની સાડા સાતી ચાલી રહી છે. પરંતુ સૂર્યના આ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને પણ મુશ્કેલી થશે. નસીબનો સાથ મળશે. નવા કામ શરૂ કરશો તો તેમાં સફળતા મળશે. દોસ્તો તથા સંબંધીઓની મદદ મળી શકે છે. મહેનત કરવાથી સફળતા મળશે તથા નોકરીમાં સહકર્મચારીની મદદ મળી રહેશે. 

મકરઃ શનિ અત્યારે મકર રાશિમાં બિરાજમાન છે. મકર રાશિવાળા લોકોએ મહિનામાં સંભાળીને રહેવાની જરૂર છે. તમારા દુશ્મન તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી સાવચેતી રાખવી. જીવનમાં અણધાર્યા બદલાવ આવી શકે છે. અત્યારના સમયે કરવામાં આવતી યાત્રા નુકશાન કરી શકે છે. તેથી બહાર નીકળવાનું ટાળવું. 

કુંભઃ કુંભ રાશિવાળા લોકોએ આ મહિનામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાર્ટનર સાથે સંબંધમાં મતભેદ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે પણ બોલવાનું થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખો, તથા રોજિંદા કાર્યમાં તણાવ વધશે. 

મીનઃ સૂર્યનો સિંહ રાશિમાં ગોચર મીન રાશિના જાતકો માટે શુભ છે. સમાજમાં તમારા માતા-પિતાનું સન્માન વધશે. કોર્ટ-કચેરીનું કોઈ કાર્ય હશે તો તે સફળતા પૂર્વક પૂર્ણ થશે. નોકરી બદલવા ઇચ્છતા હશો તો સારી ઓફર આવવાની શક્યતા છે. તથા જે બેરોજગાર છે તેમને રોજગાર મળવાની શક્યતા છે.

Leave a Comment