ગૃહ મંત્રી અમિત શાહ દિલ્લીની AIIMS હોસ્પિટલમાં ભર્તી, હાલમાં જ થયા હતા સ્વસ્થ.

કેન્દ્રીય  ગૃહ મંત્રી અમિત શાહ મંગળવારના  રાષ્ટ્રીય રાજધાની દિલ્લી સ્થિત અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન (AIIMS) ભરતી કરવામાં આવ્યા. એમ્સના સુત્રો અનુસાર જાણકારી આપવામાં આવી છે કે, શાહને સોમવાર-મંગળવાર દરમિયાન રાત્રે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા અને એમ્સના નિદેશક રણદીપ ગુલેરિયાએ નેતૃત્વમાં ડોકટરોની એક ટીમ તેની નિગરાની કરી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા દિવસોમાં અમિત શાહ કોરોના પોઝિટીવ હતા અને હાલમાં જ સ્વસ્થ થઈને ઘરે પાછા આવ્યા હતા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રી આ પહેલા હોમ આઈસોલેશનમાં હતા અને પછી તેને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. 

એમ્સના મીડિયા અને પ્રોટોકોલ ડિવીઝનના ચેરપર્સન ડોક્ટર પ્રોફેસર આરતી વિજએ  એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે, ‘છેલ્લા 3 થી 4 દિવસોમાં અમિત શાહના શરીરમાં દુઃખાવો અને થકાન થવાની શિકાયત હતી. તેઓ કોવિડ-19 ની તપાસમાં નેગેટિવ હતા. તેને એમ્સના પોસ્ટ કોવિડ કેરમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ ઠીક છે અને અત્યારે હોસ્પિટલમાંથી પોતાનું કામ કરી રહ્યા છે.’તમને જણાવી દઈએ કે, કોવિડ-19 નો ઈલાજ કરાવી રહેલ ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારના રોજ કહ્યું હતું કે, તેની તપાસ રિપોર્ટ નેગેટિવ આવી છે. 55 વર્ષના અમિત શાહે એ પણ કહ્યું કે, ડોક્ટરોની સલાહ પર તે આવનાર અમુક દિવસો સુધી ઘરમાં પૃથક-વાસમાં જ રહેશે. 

તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘આજ મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો ધન્યવાદ કરું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્યલાભ માટે શુભકામનાઓ દઈને મને અને મારા પરિજનોને સાંત્વના આપી, તે બધા જ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડોક્ટરોની સલાહ પર હું હજુ થોડા દિવસ સુધી ઘરમાં પૃથક-વાસમાં રહીશ. 

અમિત શાહે ગુડગાંવમાં મેદાંતા હોસ્પિટલના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને પણ ધન્યવાદ કહ્યું છે. તેઓ આ હોસ્પિટલમાં ભરતી હતા. અમિત શાહે 2 ઓગસ્ટના રોજ ખુદ ટ્વિટર જણાવ્યું હતું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. 

Leave a Comment