ખાદ્ય પદાર્થોના પેકેટથી કોરોના સંક્રમણ થવાનો ખતરો કેટલો ? જાણો WHO એ શું આપ્યો જવાબ. 

મિત્રો, હાલ એવો સમય આવી ગયો છે કે, આપણી આસપાસ રહેલા લોકો કોરોના સંક્રમિત છે કે નહિ તે કહી શકાતું નથી. જો આપણી આજુબાજુમાં પણ કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ પસાર થઈ જાય તો પણ એમ ન કહી શકાય છે તે કોરોના પોઝિટીવ હશે. તેથી સાવચેત રહેવું ખુબ જરૂરી છે. હવે હાલ તો લોકડાઉન ખુલી ગયું છે એટલે લોકોનું જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. આમાં જો તમે બહારથી તૈયાર કોઈ ખાદ્ય પદાર્થ મંગાવો છો તો તેમાં કોરોનાનો સંકટ રહેલો છે કે કેમ તે કહેવું ખુબ જ મુશ્કેલ છે. તેથી WHO એ આ અંગે જવાબ આપતા કંઈક આ પ્રમાણે કહ્યું છે. 

આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ જણાવતા કહ્યું છે કે, અત્યાર સુધીમાં ભોજન, ખાદ્ય પદાર્થ અથવા તો ભોજનના પેકેટમાંથી કોરોના વાયરસ ફેલાવાનાં કોઈ પણ સબુત હજી સુધી મળ્યા નથી. તેથી સંગઠને અપીલ કરી છે કે, લોકો ભોજનથી સંક્રમિત થવાની ચિંતાથી ડરવાની જરૂર નથી. 

આ ઉપરાંત WHO ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઈક રયાને આ વિશે જણાવતા કહ્યું છે કે, લોકો ખાદ્ય પદાર્થની ડિલીવરી, અથવા તો પ્રોસેસ ફૂડ પેકેટના ઉપયોગથી ડરવાની જરૂર નથી. WHO મહામારીના વિશેષજ્ઞ મારિયા વેન કેરખોવે એ એમ પણ જણાવ્યું છે કે, ચીને લાખો પેકેટની તપાસ કરી છે અને ખુબ જ ઓછા આવા કેસ સામે આવ્યા છે. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, ચીનનું કહેવું એવું પણ છે કે ચીનના બે શહેરોમાં જ્યારે બ્રાઝિલથી આયાત કરેલ ફ્રોજેન ચીકનની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી વાયરસની પુષ્ટિ થઈ હતી. આ સિવાય ઇક્વાડોરથી આવેલ ભોજનના સામાનમાં પણ વાયરસ મળ્યો હતો. 

આ સિવાય અમે તમે જણાવી દઈએ કે, પહેલાં દુનિયાભરના વિશેષજ્ઞ એ એવું કહ્યું હતું કે, કોરોના વાયરસ હવામાં પણ રહી શકે છે. આ પછી WHO એ પણ માન્યું હતું કે, કોરોના વાયરસના કણો હવામાં પણ રહી શકે છે. એવી પણ જાણકારી મળે છે કે, આજે આખી દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 13 લાખથી વધુ થઈ ગઈ છે. જ્યારે તેની સામે 7 લાખ 63 હજારથી વધુ લોકોની મોત થઈ ચુકી છે.