વેન્ટીલેટર પર છે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, જાણો કેટલી ગંભીર છે સ્થિતિ.

મિત્રો જેમ કે તમે જાણો છો કે, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત અત્યારે ખુબ જ નાજુક છે, અને તેમની સારવાર પણ શરૂ છે. ડોક્ટરોનું કહેવું એવું છે કે, હાલ તો તેમની તબિયત અંગે કંઈ પણ કહી શકાય તેમ નથી. પરંતુ તબિયત ખુબ જ નાજુક મોડ પર છે. હાલ તેમની તબિયતમાં કોઈ સુધારો નથી જોવા મળ્યો. ડોક્ટરો દ્વારા શું કહેવામાં આવ્યું છે એ વિશે આ લેખમાં અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વિશે. 

આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં હાલ તો કોઈ પણ પ્રકારનો સુધારો મળી રહ્યો નથી. પરંતુ તેમની તબિયત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. તેમના વાઈટલ અને ક્લિનિકલ પેરામીટર સ્થિર છે. તેથી તેમને વેન્ટીલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આમ વેન્ટીલેટર પર હોવાથી તેમની તબિયત ગંભીર છે એમ પણ કહી શકાય છે. જ્યારે તેમની તબિયત અંગેની જાણકારી રિચર્સ રેફરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે. 

હાલ જાણવા મળતી માહિતી મુજબ, પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષ છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, રવિવારે પણ તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. દિલ્હી સ્થિત સૈન્ય હોસ્પિટલ દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, પ્રણવ મુખર્જી પહેલેથી જ ઘણી બીમારીઓના શિકાર રહી ચુક્યા છે. તેથી તેમને વેન્ટીલેટર પર રાખવાની જરૂર ઉભી થઈ હતી. આ ઉપરાંત તેમની સ્વાસ્થ્ય સ્થિતિ પર વિશેષજ્ઞ દ્વારા ખુબ જ કડકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જ્યારે પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખર્જી એ આ અંગે જણાવતા કહ્યું છે કે, ‘મારા પિતાજી પહેલાંની તુલનામાં અત્યારે તેમની તબિયતમાં ઘણો સુધારો તેમજ સ્થિર છે. તેમના બધા વાઈટલ પેરામીટર સ્થિર છે. આ સિવાય તેમના પર કરવામાં આવી રહેલા ઉપચારથી ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે તેઓ જલ્દી અમારી વચ્ચે સ્વસ્થ થઈને પાછા આવી જશે.’ 

આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે, 84 વર્ષના પ્રણવ મુખર્જીને સોમવારે સેનાના રિસર્ચ એંડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના મસ્તિષ્કની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલાં તેમનો કોવિડ-19 રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે અંગે હોસ્પિટલનું કહેવું આ પ્રકારે છે કે, ‘માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત આજે સવારે પણ પૂર્વવત રહી છે. તેઓ હજુ પણ જીવનરક્ષા પ્રણાલી પર જીવી રહ્યા છે. એમની હાલત હજી સ્થિર છે. જ્યારે વિશેષજ્ઞઓની એક ટીમ તેમનું ખાસ ધ્યાન રાખી રહી છે.’ 

Leave a Comment