માલિક કાટમાળ નીચે દબાઈ ગયા પણ તેના પાલતું કુતરા હજુ છે રાહમાં, વાંચો કરુણ વફાદારી.

મિત્રો, તમે હાલ તો જાણતા જ હશો કે, ઠેર-ઠેર વરસાદનો માહોલ જામી ગયો છે. તેથી હવે પુરની સમસ્યા ખુબ વધતી જાય છે. આ વરસાદના માહોલમાં સૌથી વધુ ભય એ રહે છે કે, જો કોઈ જગ્યા પોલી હશે તો ત્યાં ભૂ-સ્ખલન થવાનો ભય વધુ રહે છે. અને જો ભૂ-સ્ખલન થાય અને ત્યાં આસપાસ રહેણાંક વિસ્તાર હોય  તો ખુબ જાનહાની, તેમજ નુકશાન થવાની સંભાવના રહે છે. તો આવી જ એક ઘટના કેરળના મુન્નાર ગામમાં ઘટિત થઈ છે. મિત્રો આ લેખમાં અમે તમને એક એવી કરુણ કહાની જણાવશું, જેના વિશે જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે. 

કેરળમાં થયેલા ભારે વરસાદને કારણે મુન્નારની સ્થિતિ ખુબ ગંભીર થઈ ગઈ હતી. વરસાદ બાદ અહીં ભૂ-સ્ખલન થયું હતું. જેમાં 80 થી વધુ ચાના બગીચાના કર્મચારીઓ તેમજ તેના પરિવારજનો લાપતા થઈ ગયા છે. આ બધા જ કર્મચારીઓ ટાટા ગ્લોબલ બેવરેજેજ(ટીબીજી)ની સહયોગી કંપની દેવાન હિલ્સ પ્લાન્ટેશન કંપની પ્રાઇવેટ લીમીટેડ(કેડીએચપી)માં કામ કરતા હતા. આ લોકોની તલાશ માટે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. 

આ વિશે વધુ જાણવા મળતી માહિતી મુજબ, શુક્રવાર પછી શ્રમિકોના પરિવારજનોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ચાના બાગાન શ્રમિકોના પાલતું કુતરાઓ પણ કાટમાણ પાસે પોતાના માલિકોની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જ્યારે ઘણા લોકો હવે એ ઉમ્મીદ પણ ખોઈ બેઠા છે કે, તેના પરિવારજનો હવે જીવિત પાછા આવશે. જ્યારે બીજી બાજુ ઘણા એવા લોકો પણ છે જેઓ એ, હજુ પણ ઉમ્મીદ રાખી છે કે તેના પરિવારના સદસ્ય જીવિત પાછા આવશે જ. આ દરમિયાન બે કુતરાઓ પણ જોવામાં આવ્યા, જે ત્યાં આમતેમ ભટકી રહ્યા હતા. પરતું આ પાલતું કુતરાઓ ત્યાંથી જવા માટે તૈયાર નથી. અહીંના લોકોનું કહેવું છે કે, આ કુતરાઓને ભૂ-સ્ખલનમાં વહી ગયેલા અમુક નિવાસીઓ સાથે શુક્રવારે ત્યાં સ્પોર્ટ કરવામાં આવ્યા હતા.

અહીં બચાવની કામગીરી કરતા લોકોએ આ કુતરાઓને ખાવાનું પણ આપ્યું, પરંતુ કુતરાઓએ કશું ખાધું નહિ. જ્યારે ઘણા કર્મચારીઓ આ કુતરાઓને દુર કરવાનો પ્રયત્ન કર્યો પણ આ કુતરાઓ ફરીથી ત્યાં જ આવી જતા હતા, જ્યાં તેના માલિકોનું ઘર હતું. આ કુતરાઓના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. ત્યાર પછી આ કુતરાઓને ઘણા લોકો અપનાવવા માટે તૈયાર થઈ ગયા છે. 

મુન્નારની ઘટનામાં ઘણા લોકો ચપેટમાં આવી ગયા છે. ઘણા લોકો આ ઘટનાની તુલના ગયા વર્ષે થયેલી વાયનાડની ઘટના સાથે કરી રહ્યા છે. જ્યાં એક આદિવાસી વસ્તી ભૂ-સ્ખલનમાં દબાઈ ગઈ હતી. એક મોટા પર્વત નીચે દબાઈને એક આખું  ગામ નષ્ટ થઈ ગયું હતું. હજુ સુધી કેરળમાં એનડીઆરએફ, કેએસડીઆરએફ, કેરળ ફાયર ફોર્સ, પોલીસ તેમાહ સ્થાનીય સ્વયંસેવક ત્યાંના લોકોની તલાશ કરી રહ્યા છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, રાજમલાઈમાં એસ્ટેટ પેટીમૂડી ડિવીઝનમાં 20 પરિવારના લોકો પર એક ખુબ મોટી પહાડી પડી ગઈ છે. જ્યારે ત્યાં પરિવારના લોકો કીચડ અને કાટમાણમાં દબાઈ ગયા છે. અત્યારે સુધીમાં 49 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 12 લોકો જીવિત બહાર આવ્યા છે. 

Leave a Comment