ક્રિકેટમાંથી સન્યાસ બાદ ધોની કરશે આ કામ, બાળપણમાં જ કર્યો હતો પ્લાન.

મિત્રો તમે જાણતા હશો કે ગઈ કાલે આપણી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એ ક્રિકેટથી નિવૃત્તિ  લેવાની ઘોષણા કરી છે. પોતાની ઇનિંગમાં ખુબ શાનદાર પરફોર્મન્સ આપનાર ધોનીનું આ રીતે ક્રિકેટમાંથી સન્યાસ લેવો, એ સમાચાર તેના ફેન્સ માટે આઘાતજનક પણ કહી શકાય છે. પરંતુ તેઓ એ પણ વિચાર્યું છે કે હવે તેઓ ક્રિકેટથી સન્યાસ લીધા બાદ શું કરવા માંગે છે. ધોનીએ આ અંગેનો વિચાર બાળપણથી જ નક્કી કરી લીધો હતો. તો ચાલો જાણીએ નિવૃત્તિ બાદ મહેન્દ્રસિંહ ધોની શું કરવા માંગે છે. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.  

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મેહન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. તેમણે આ ઘોષણા પોતાના instragram એકાઉન્ટમાં પોસ્ટ કરીને પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લેવાની વાત કહી દીધી છે. જો કે એ વાત નક્કી છે કે ધોની IPL મેચો જરૂરથી રમશે. જ્યારે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની વાત કહી, ત્યાર પછી હવે એવી અટકળો કરવામાં આવી રહી છે કે હવે ધોની શું કરશે ? પરંતુ ધોનીએ એ વિશે બાળપણથી વિચારી રાખ્યું હતું કે, તેઓ ક્રિકેટથી સન્યાસ લીધા બાદ શું કરશે. ચાલો તો જાણી લઈને કે ધોની શું કરવા માંગે છે અને તેઓ અભ્યાસમાં કેવા હતા. 

જાણવા મળતી માહિતી મુજબ ધોનીએ શ્યામલીના રાંચી જવાહર મંદિરથી ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેઓ રાંચીના ગોસ્સનર કોલેજથી કોમર્સમાં ઇન્ટરની ડીગ્રી મેળવી હતી. પરંતુ તેઓ પોતાનું કરિયર ક્રિકેટમાં બનાવવા ઈચ્છતા હતા, તેના કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા. આ સિવાય એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, ધોનીએ 2008 માં રાંચી સ્થિત સેંટ ઝેવીયર્સ કોલેજમાં વોકેશનલ સ્ટડીઝ નીચે ઓફીસ એડમિનિસ્ટેશન એન્ડ સેક્રેટેરીયલ પ્રેક્ટીસ કોર્સમાં બેચરલ ડીગ્રી મેળવવા માટે એડ્મિશન લીધું હતું. પરંતુ પોતાની ક્રિકેટની વ્યસ્તતાના કારણે છ માંથી એક પણ સેમેસ્ટર પાસ કરી શક્યા ન હતા. જ્યારે એક વખતની કોઈ વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં તેઓ એ એમ જણાવ્યું હતું કે, તેઓ ભણવામાં સારા ન હતા. તેમને ધોરણ 10 માં 66 % અને ધોરણ 12 માં  56 % જ પ્રાપ્ત થયા હતા. ધોનીએ એમ પણ જણાવ્યું હતું કે, તેણે અગિયારમાં ધોરણમાં પહેલી વખત ક્લાસ બંક કરી હતી. આ સિવાય તેઓ બોર્ડ પરીક્ષામાં પણ રાંચીની બહાર ક્રિકેટ રમવા જતા હતા. 

આ સિવાય ધોની વિશે જાણવા મળતી અન્ય માહિતી અનુસાર ધોનીને 2011 માં ઇન્ડિયન ટેરીટોરીયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો ત્યાર પછી ધોનીએ એવું કહ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ આ જવાબદારી પૂરી રીતે નિભાવવા માટે તૈયાર છે. તેના દ્વારા તેનું આર્મીમાં કામ કરવાનું સપનું પૂરું થશે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યૂમાં ધોનીએ એમ પણ કહ્યું હતું કે તેઓ બાળપણથી જ ફોજી બનવા માંગતા હતા. તેઓ રાંચીના કેંટ એરિયામાં વારંવાર ચાલ્યા જતા હતા. પરંતુ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું અને તેઓ ફોજી ન બની શક્યા અને એક ક્રિકેટર બની ગયા.  જો કે હવે તમે જાણો છો કે, ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે અને ઇન્ડિયન ટેરીટોરીયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ પણ છે. તેથી હવે તેઓ ભવિષ્યમાં પોતાની આ જવાબદારી નિભાવીને પોતાનું બાળપણનું સપનું સાકાર કરી શકે છે. 

Leave a Comment