લગ્ન પછી દીકરીઓનો પિતાની સંપત્તિ પરના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો

મિત્રો એવી કહેવત છે કે દીકરો હંમેશા લગ્ન સુધી જ દીકરો રહે છે. જયારે દીકરીઓ લગ્ન પછી પણ દીકરી જ રહે છે. આપણા સમાજમાં દીકરીઓને એ સ્થાન નથી મળ્યું જે મળવું જોઈએ. તેમજ એવું પણ કહેવાય છે કે લગ્ન પછી દીકરીઓનો બાપની સંપત્તિ પર કોઈ અધિકાર નથી રહેતો. જયારે આ અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ચાલો આ અંગે વિગતે ચર્ચા કરીએ. 

હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય બહાર પાડ્યો છે. જે મુજબ હવે દીકરીઓનો પણ પિતાની કે પિતૃક સંપત્તિ પર બરાબર હક રહેશે. જયારે જસ્ટીસ અરુણ મિશ્રા ની બેચમાં આ સાફ કહેવામાં આવ્યું છે કે આ ઉત્તરાધિકારી કાનુન 2005 માં સંશોધનની વ્યાખ્યા છે. 

જયારે આ અંગે જાણવા મળતી વિગત મુજબ કોર્ટે પોતાના આ મહત્વના નિર્ણય વિશે જાણવતા કહ્યું છે કે, ‘દીકરીઓ હંમેશા દીકરીઓ રહે છે. એટલે કે 2005 માં થયેલા સંશોધન પહેલા પણ કોઈ પિતાની મૃત્યુ પછી તેમની સંપત્તિ પર દીકરાઓ ને બરાબર જ દીકરીઓને હક મળશે.’ 

આમ સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં જણાવ્યું છે કે 5 સપ્ટેમ્બર 2005 માં સંસદએ અવિભાજિત હિંદુ પરિવાર ના ઉત્તરાધિકાર અધિનિયમ માં સંશોધન કરવામાં આવ્યું છે. જેના દ્રારા દીકરીઓને પિતૃક સંપત્તિમાં બરાબર ભાગ રહેશે. આવા સમયે 9 સપ્ટેમ્બર 2005 માં આ સંશોધન લાગુ થયા પહેલા જો કોઈ માણસનું મૃત્યુ થઈ જાય તો  સંપત્તિના ભાગ પાડતી વખતે દીકરીઓને પણ બરાબર હક મળશે. 

આ બાબતે ઇતિહાસમાં તપાસ કરતા જણાય છે કે 1985 માં આંધ્રપ્રદેશ ના મુખ્ય મંત્રી એન.ટી. રામારાવ હતા. તે સમયે તેમણે પિતૃક સંપત્તિમાં દીકરીઓની બરાબર ભાગીદારી કરી હતી. ત્યાર પછી લગભગ 20 વર્ષ બાદ સમગ્ર દેશમાં પિતૃક સંપત્તિ પર દીકરા ને બરાબર જ ભાગ દીકરીઓને મળશે. એવો કાનુન બનાવવામાં આવ્યો છે. આ બાબત આખી બહેન અને ભાઈ વચ્ચે સંપતિની ભાગદારી પરનો હતો. આ અંગે જયારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવ્યો ત્યારે ભાઈઓને એમ કહી બહેન ને સંપત્તિ આપવા માટે ઇનકાર કર્યો કે પિતાની મૃત્યુ 2005 9 સપ્ટેમ્બર પહેલા જ થઈ હતી. આથી આ ફેસલો આ મામલે લાગુ નહિ પડે. 

જયારે અંગે સુપ્રીમ કોર્ટે સાફ કહી દીધું હતું કે 9 સપ્ટેમબર 2005 પહેલા કોઈ પિતાનું મૃત્યુ થઈ ગયું હોય તોપણ પિતાની સંપત્તિમાં દીકરીઓની બરાબરની ભાગીદારી રહેશે. આ વિશે સુપ્રીમ કોર્ટની દલીલ એવી હતી કે દીકરીઓ આખી જીંદગી માતા-પિતાને પ્રેમ કરે છે, એક દીકરી જન્મ થી લઈને મૃત્યુ સુધી માતા-પિતાને અતિશય વ્હાલી હોય છે. જયારે લગ્ન પછી દીકરાઓના વ્યવહારના બદલાવ આવે છે પણ દીકરીની નિયતમાં બદલાવ નથી આવતો. વિવાહ પછી દીકરીઓના પ્રેમમાં વધારો થાય છે પણ ઘટાડો નથી થતો. 

આ મામલે આ નિર્ણય એટલે મહત્વનો છે કે જયારે આખી દુનિયામાં છોકરીઓ છોકરાઓને બરાબર પોતાને સાબિત કરી રહી છે. તો માત્ર સંપત્તિને મામલે તેની સાથે અન્યાય કરવો યોગ્ય નથી. આમ જસ્ટીસ રામારાવ મિશ્રાની બેચમાં આ મહત્વનો નિર્ણય લીધો છે કે હવેથી દરેક દીકરીઓને પિતૃક સંપત્તિમાં દીકરાઓને બરાબર જ ભાગીદારી મળશે. આ નિર્ણય દ્રારા સ્ત્રીઓને મજબુત કરવા માટેનો વધુ એક રસ્તો મળી જશે. 

Leave a Comment