ચિંતા છોડો અને ‘Mother Dairy’ સાથે શરૂ કરો નવો બિઝનેસ, જાણો કેટલી થશે આવક. 

આજે કોરોનાનો જે કહેર ચાલી રહ્યો છે, તેને જોતા કરોડો લોકો બેરોજગાર બની ગયા છે. કરોડો લોકોની નોકરી ચાલી ગઈ છે. ઘણા લોકોના ધંધા બંધ થઈ ગયા છે. જેના કારણે આજે ગરીબ તેમજ મધ્યમવર્ગના લોકોને ઘણી તકલીફ થઈ રહી છે. પરંતુ નવી નોકરી કે ધંધો શરૂ કરવો એ પણ સહેલો નથી. ધંધામાં થતી પૈસાની તકલીફને કારણે નવો બિઝનેસ શરૂ કરવો એ પણ ખુબ કઠિનાઈ ભરેલું કામ છે. 

જો તમે આ કોરોના કહેરને કારણે પોતાની નોકરી કે ધંધાથી હાથ ધોઈ ચુક્યા છો, અને તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે અમે એક એવો ઓપ્શન લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે એક નવો બિઝનેસ શરૂ કરી શકો છો અને પહેલાં જ દિવસે ઘણી સારી એવી કમાણી પણ કરી શકો છો. જો તમે કોઈ ડેરી ઉદ્યોગ સાથે બિઝનેસ કરવા માંગો છો, તો તમે મધર ડેરી સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. 

ફ્રૂટ અને વેજિટેબલ પ્રાઇવેટ લીમીટેડ કંપની પોતાની એક ફ્રેન્ચાઈજી ઓફર કરી રહી છે. તેની ફ્રેન્ચાઈજી લઈને તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ ડેરી પ્રોડક્ટ એવા હોય છે જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા હોય છે. તેથી તેમાં નુકસાન થવાની સંભાવના ખુબ ઓછી રહેલી છે. જો તમે ખુબ ઓછા ખર્ચે ફ્રેન્ચાઈજી શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો મધર ડેરી આ માટે તમને ખુબ સારી ઓફર આપી રહી છે. આ બિઝનેસ તમે માત્ર 5 થી 6 લાખના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરી શકો છો. આ એવું નેટવર્ક છે, જે ભારતના કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. હાલમાં જ આ કંપનીએ બેકારી સેંગમેટનો બિઝનેસ શરૂ કરવાના પ્લાનિંગમાં છે, આ કંપનીએ ત્રણ પ્રકારની બ્રેડ લોન્ચ કરી છે. દૂધ અને દૂધથી બનાવેલી પ્રોડક્ટ બનાવે છે, અને વહેંચે છે. આમ ડેરી ઉત્પાદન સિવાય કંપની ફળ, શાકભાજી, ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થ, અથાણું, ફળોના રસ, જામ જેવી પ્રોડક્ટ પણ બનાવે છે. આ કંપનીના લગભગ 2500 જેટલા રીટેલર આઉટલેટ છે. આમ કંપની ધીમે-ધીમે પોતાનું નેટવર્ક વધારવાનું વિચારી રહી છે. 

આમ મધર ડેરીની ફ્રેન્ચાઈજી માટે સારા એવા ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે. જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ પણ તમારી જગ્યા અને લોકેશનના હિસાબે ઓછું અને વધુ હોઈ શકે છે. આથી આ બિઝનેસને શરૂ કરવા માટે 5 થી 10 લાખની જરૂર હોય છે. જેમાં brand ફી ના રૂપે 50,000 રૂપિયા અલગથી ભરવાના હોય છે. જો કે કંપની કોઈ પણ પ્રકારની રોયલટી ફ્રી નથી લેતી.

જ્યારે મધર ડેરી સાથે પહેલાં જ દિવસથી કમાણી થવાની શરૂઆત થઈ જાય છે. આમ મધર ડેરી ફ્રેન્ચાઈજીમાં સામેલ થવા માટે તમારે મધર ડેરી distribyutar શીપ માર્જિન ઘણું મહત્વપૂર્ણ છે. પહેલાં જ વર્ષે 30% રીર્ટન મળી શકે છે. આમ ઇન્વેસ્ટમેન્ટની રકમ નીકળવામાં લગભગ બે વર્ષ લાગી શકે છે. આમ ડેરીમાં રોકાણ કરવાથી દર મહીને લગભગ 44,000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. 

જો તમે મધર ડેરી સાથે બિઝનેસ શરૂ કરવા માંગો છો, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, અથવા વોટર આઈડીની જરૂર પડે છે અને એડ્રેસ પ્રૂફ માટે રાશન કાર્ડ, ઈલેક્ટ્રીસીટી બીલની જરૂર છે. આ સાથે બેંક એકાઉન્ટ ડીટેલ, ફોટોગ્રાફ, ફોન નંબર, પ્રોપર્ટી ડીટેલ અને NOC સર્ટીફીકેટની જરૂર પડે છે. આમ જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો તે માટે મધર ડેરી તમને ખુબ સારી એવી ઓફર આપી રહી છે. આથી જો તમે નવો કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ ઓફર ખુબ સારી અને ઇન્વેસ્ટ કરવા જેવી છે.