એક સાથે 4 મોબાઈલમાં ચલાવી શકાશે whatsapp ! જાણો નવા ફીચરની આખી પ્રોસેસ.

મિત્રો લગભગ આજના સમયમાં દરેક લોકો  whatsapp નો ઉપયોગ કરતા જ હોય છે. આજના સમયમાં લગભગ કોઈક એવું માણસ હશે જે whatsapp નો ઉપયોગ ન કરતું હોય. આજે દરેક લોકો પાસે સ્માર્ટ ફોન મૌજુદ હોય જ છે. દરેક વ્યક્તિ fb, instragram, whatsapp અને twiter વગેરેનો ઉપયોગ કરે છે. તો આ બધી જ એપમાં સમયે સમયે  નવા નવા ફીચર આવતા હોય છે અને આ નવા ફીચર દ્વારા લોકોને નવી સુવિધાઓ પણ મળતી હોય છે.  ત્યારે જો whatsapp ની વાત કરવામાં આવે તો તેમાં પણ સમયાંતરે નવા ફીચર આવે છે. તો હાલમાં જ whatsapp માં એક નવું ફીચર સામે આવ્યું છે. જે વિગત આ લેખમાં આપવામાં આવી છે. જો તમે પણ આ નવા ફીચર અંગે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

હાલ જાણવા મળતી માહિતી અનુસાર હાલ whatsapp એક એવા ફીચર પણ કામ કરી રહ્યું છે, જે મુજબ તમે એક એકાઉન્ટને એક સાથે 4 ડીવાઈસમાં ચલાવી શકાય છે. આ ફીચરનું નામ મલ્ટી ડીવાઈસ સપોર્ટ છે. જેમ કે તમે જાણો છો કે હાલ તો whatsapp માત્ર એક જ ડીવાઈસમાં કામ કરતુ હતું.  પરંતુ રીપોર્ટ અનુસાર કંપની આ નવા ફીચર પર હાલ કામ કરી રહી છે. 

આ સિવાય જાણવા મળતી જાણકારી મુજબ WABetainfo ના જણાવ્યા મુજબ મલ્ટીપલ ડીવાઈસ ફીચર માટે વોટ્સએપ એન્ડ્રોઇડ એપ અને iOS પર નવા ઇન્ટરફેસ પર કામ કરી રહ્યા છે. જ્યારે આ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે યુઝર whatsapp ને બીજા ડીવાઈસ સાથે ઉપયોગમાં લેવા માંગતો હોય ત્યારે તેને ચેટ હિસ્ટ્રી કોપી કરવી પડશે, જેમાં ઈન્ટરનેટ વધુ વપરાય છે. આ કારણે તેને wifi ની જરૂર પડશે. 

WABetainfo એ એવું પણ જણાવ્યું છે કે, માત્ર ટેસ્ટીંગ માટે whatsapp ડેસ્કટોપનો ઉપયોગ કરવામાં આવશે. પણ આવનાર સમયમાં આ સેકેંડ મોબાઈલ ડીવાઈસ પર પણ કામ કરશે. તેથી એવું પણ સંભવ છે કે whatsapp યુઝર બાકીની ડીવાઈસને મેઈન ડીવાઈસ સાથે કનેક્ટ કરવાની પરવાનગી આપે. જ્યારે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમારે whatsapp ડેસ્કટોપને તમારા ડીવાઈસ માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર નહિ પડે. 

તમે એક વખત સેકેંડ ડીવાઈસમાં તમારી whatsapp ચેટ હિસ્ટ્રીને કોપી કર્યા પછી ખુબ જ સહેલાઈથી ઉપયોગ કરી શકશો. તમને આવતા દરેક મેસેજ તેની સાથે કનેક્ટેડ બધા જ ડીવાઈસમાં આવશે. એટલે કે બધા જ ડીવાઈસમાં તમારી ચેટ હિસ્ટ્રી સિંક થશે અને જ્યારે તમે કોઈ ડીવાઈસ ત્યાંથી હટાવશો તો તેની એનક્રિપ્શન key બદલાય જશે. પણ જો તમારી સિક્યોરીટી નોટીફીકેશન on હશે તો encryption key બદલવાથી કનેક્ટેડ ડીવાઈસમાં પણ નોટીફીકેશન આવી જશે. 

Leave a Comment